ETV Bharat / state

કોરોના મહામારીની વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવેલી કેન્ટીન અને સ્ટોલ પર શું અસર પડી ? - hyc news vadodara

કોરોના મહામારીમાં ધંધા-રોજગાર પર અસર પડી છે. તેનો Etv Bharat દ્વારા અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો છે. જેમાં રેલવે સ્ટેશન ખાતે આવેલી કેન્ટીન અને સ્ટોલ પર શું અસર પડી છે. કોરોના મહામારીમાં રેલવે સ્ટેશન પર કેન્ટીન અને સ્ટોલ ખાલીખમ જોવા મળ્યા હતા. ટ્રેનો બંધ હોવાને કારણે પ્રવાસીઓની અવર જવર ઓછી હોવાના કારણે પેસેન્જરો ન હોવાથી કોરોનાનું ગ્રહણ કેન્ટીન અને સ્ટોલ પર લાગ્યું હતું.

Latest news of Vadodara
Latest news of Vadodara
author img

By

Published : May 26, 2021, 11:05 PM IST

Updated : May 27, 2021, 5:14 PM IST

  • રેલ્વે સ્ટેશન ખાતે આવેલી કેન્ટીન અને સ્ટોલ પર કોરોનાનું ગ્રહણ
  • રેલવે સ્ટેશન પર કેન્ટીન અને સ્ટોલ ખાલીખમ જોવા મળ્યા
  • પ્રવાસીઓની અવર જવર ઓછી હોવાના કારણે ધંધા-રોજગાર પર પડી અસર

વડોદરા : વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે વેપાર ધંધા પર તેની ખૂબ મોટી અસર પડી છે. રેલવે સ્ટેશન પર આવેલા કેન્ટીન અને સ્ટોર પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. રેલવે સ્ટેશન જ્યાં હજારોની સંખ્યામાં દરરોજ પ્રવાસીઓની અવર જવર થતી હોય છે. રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં પેસેન્જરોની સંખ્યા હાઉસફૂલ હોય છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારથી રેલવે દ્વારા ટ્રેનોની સંખ્યા ઓ પણ ઘટાડી દેવામાં આવી હતી. જેના કારણે પેસેન્જરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તેની સીધી અસર રેલવે સ્ટેશન પર આવેલી કેન્ટીન અને સ્ટોર પર પડી હતી. વડોદરા રેલવે સ્ટેશન ખાતે 38 જેટલા કે કેન્ટીન અને સ્ટોલ અને ટ્રોલી આવેલા છે. કોરોનાનું ગ્રહણ કેન્ટીન સ્ટોલ અને ટ્રોલી પર લાગ્યું હતું.

કોરોના મહામારીની વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવેલી કેન્ટીન અને સ્ટોલ પર અસર

આ પણ વાંચો : રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરામાં ધરખમ વધારો થતાં વેપારીઓમાં રોષ

રેલવે સ્ટેશન પર IRCTC દ્વારા જે કેન્ટીન ખાલી ખમ

વડોદરા રેલવે સ્ટેશન ખાતે IRCTC દ્વારા પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ ખાતે પ્રવાસીઓ માટે ચાલુ કરવામાં આવી છે. જેમાં દર પાંચ વર્ષે કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે. 1લી માર્ચ 2021એ રેલવેટેશન ખાતે IRCTCની કેન્ટીન ચાલુ કરવામાં આવી છે. જેમાં હાલની પરિસ્થિતિ જોઈને સવારના 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીમાં દસથી બાર જેટલા પ્રવાસીઓ આવે છે. જેનું એક દિવસનું ભાડું 6200 છે. કેન્ટીનના મેનેજર રામલાલ સિંહે જણાવ્યું હતું કે, 15 માર્ચ 2021ના કેન્ટીનના સંચાલક હરેશકુમારે કોન્ટ્રાક્ટ લીધો છે. શરૂઆતમાં 12 માણસો હતા. અત્યારે જે પ્રમાણે લોકડાઉન અને ટ્રેનમાં ઘટાડો હોવાના કારણે પાંચ જેટલા સભ્યો કામ કરી રહ્યા છે. બીજા સાત સભ્યોને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. 22 લાખ રૂપિયાનું ટેન્ડર હતું. દર મહિને 180000નું ભાડું ચૂકવવામાં આવે છે.

વડોદરા રેલવે સ્ટેશન
વડોદરા રેલવે સ્ટેશન

આ પણ વાંચો : વેરા સમાધાન યોજનામાં વેપારીઓ દ્વારા મુદ્દત વધારાની કરી રહ્યા છે માંગ, જાણો શું છે કારણ.....

રેલવે સ્ટેશન પર આવેલા સ્ટોલ સંચાલકોની હાલત પણ કફોડી

રેલવે સ્ટેશન પર સ્ટોલ અને ટ્રોલી 38 જેટલી મૂકવામાં આવી છે, પરંતુ કોરોના મહામારી અને લોકડાઉનના કારણે સ્ટોલ સંચાલકોની હાલત પણ કફોડી છે. સ્ટોલ માટે રેલવે દ્વારા કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો હોય છે. વર્ષોના વર્ષોથી રેલવે દ્વારા એક જ વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપેલો હોય છે. એમ. ટી. પાટીલ નામના સ્ટોલના સંચાલક એમ. ટી. પાટીલ છે. એમના મેનેજર નટવરસિંહ જાદવે જણાવ્યું હતું કે, 1986થી વડોદરા રેલવે સ્ટેશન ખાતે અમારો સ્ટોલ આવેલો છે. દસથી બાર હજાર જેટલું રેલવે દ્વારા ભાડું વસુલ કરવામાં આવે છે. ગત વર્ષે લોકડાઉન હતું તેના કારણે રેલવે દ્વારા ભાડું લેવામાં આવ્યું ન હતું, પરંતુ લોકડાઉન ખુલી ગયું છે ત્યારથી રેલવે દ્વારા ભાડું લેવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીને કારણે તેની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે અને પ્રવાસીઓ પણ હવે સ્ટોર પરથી કોરોના કારણે વસ્તુ લેવા માટે પણ ગભરાઇ રહ્યા છે. જેની અસર અમને પણ પડી રહી છે.

વડોદરા રેલવે સ્ટેશન
વડોદરા રેલવે સ્ટેશન

રેલવે સ્ટેશન પર અને સ્ટોલનું દસ હજારથી લઈને એક લાખ રૂપિયાનું ભાડું વસુલ કરવામાં આવે છે

કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે ધંધા રોજગારો પણ ઠપ થઈ ગયા છે. વડોદરા રેલવે સ્ટેશનના સ્ટેશન ડાયરેક્ટર એસ.ડી.મીનાએ જણાવ્યું હતું કે, વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવેલા 38 જેટલા કેન્ટીન અને સ્ટોલ આવેલા છે. લોકડાઉન દરમિયાન કેન્ટીન અને સ્ટોલમાંથી રેલવે દ્વારા ભાડું વસુલ કરવામાં આવતું ન હતું. લોકડાઉન ખોલી દેવામાં આવ્યું છે તેના કારણે કેન્ટીન અને સ્ટોલ અને ટ્રોલીનું ભાડું વસુલ કરવામાં આવી રહ્યું છે. કેન્ટીન અને સ્ટોલનું દસ હજારથી લઈને એક લાખ સુધીનું ભાડું રેલવે દ્વારા વસુલ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં રેલવે સ્ટેશન પર આવેલા કેન્ટીન અને સ્ટોલ પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

Last Updated : May 27, 2021, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.