વડોદરા જિલ્લામાં વાઘોડિયા તાલુકાનાં ભાવનગરપુરા (illegal extorting money Vadodara) ગામે રહેતા છેલ્લા 30 વર્ષથી મરઘાનો વ્યવસાય કરતા ઐયુબભાઈ પટેલે મરઘાના વેપારી પાસેથી ખરીદેલા મરઘાના રુપિયા 40 લાખ ચૂકવી દીધા હોવા છતાં તેના વ્યાજના નાણાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. પોલ્ટ્રી ફામૅના માલિકના ત્રાસથી કંટાળી ઐયુબભાઈએ જરોદ પોલીસ મથકે પોલીસ (Vadodara Police) ફરિયાદ નોંધાવી.
આ પણ વાંચો વ્યાજખોરો અને બૂટલેગર સામે એક્શનમાં મોરબી પોલીસ, ધરપકડો શરુ
હિસાબ પૂર્ણ થઈ ગયો ભાવનગરપુરા ગામે રહેતા ઐયુબભાઈ દાઉદભાઈ પટેલ અને તેમના ભાઈ ઈલ્યાસભાઈ પટેલ જેઓ છેલ્લા 30 વર્ષથી મરઘાનો વ્યવસાય કરતા હતા. અને 2016 - 17 માં આંકલાવના રાજુ પટેલ સાથે મરઘાની લેવડ- દેવળનો વેપાર (Waghodia illegal money laundering) ચાલતો હતો. જે પેટે ઐયુબભાઈએ તેઓની પાસેથી મરઘા ઉધાર લીધા હતા. જેની અંદાજિત 40 લાખ રૂપિયા કિંમત ચૂકવવાની થતી હતી. જે રકમના હિસાબ માટે તેઓએ સિક્યુરિટી પેટે ચેક પણ આપ્યા હતા.
ઉઘરાણી ચાલુ અચાનક ઇલ્યાસ ભાઈનું (Waghodia illegal money laundering) મૃત્યુ થતાં સમગ્ર વહીવટની જવાબદારી ઐયુબભાઈને માથે આવી રહી હતી. અને ઐયુબભાઈએ ટુકડે ટુકડે આંકલાવના રાજુભાઈને રૂપિયા 40 લાખ ચૂકવી દીધા હતા અને સિક્યુરિટી પેટે આપેલો ચેક પણ રાજુભાઈએ તેઓને પરત આપી દીધો હતો. પરંતુ પાછળથી આ બાકી રકમના વ્યાજની ઉઘરાણી રાજુભાઈએ બાકી કાઢી હતી.
માથાભારે તત્વોની ધાકધમકી રાજુભાઈ દ્વારા ઐયુબભાઈ પાસે બાકી નીકળતા વ્યાજના રૂપિયાની કડક ઉઘરાણી કરવામાં આવતી હતી. ગત તારીખ 8 મી જાન્યુઆરીએ રાજુ પટેલ ઐયુબભાઈ પટેલનાં ગામ ખાતે ઘસી આવ્યા હતા. અને વ્યાજના રૂપિયા આપી દેવા માટે કહ્યું હતું . અગાઉ પણ તેઓએ વારંવાર ઉઘરાણી કરવામાં આવી હતી. પરંતુ પાછળથી આ વ્યાજના રૂપિયા ચૂકવવા માટે માથાભારે તત્વો દ્વારા ધાક ધમકી આપવામાં આવતી હતી.
આ પણ વાંચો હવે વ્યાજખોરોની ખેર નહીં, પોલીસે ઘરે ઘરે જઈને જાગૃતિ માટે પત્રિકાનું વિતરણ કર્યું
કાર્યને બિરદાવ્યું ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા વ્યાજખોરોને શોધી કાઢવા માટેની આ મુહિમ બહાર પાડતા જ ઐયુબભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ રીતે વ્યાજના રૂપિયાની કડક ઉઘરાણી કરતાં વેપારી સામે ફરિયાદ કરવા માટે અમારી હિંમત ખુલી ગઈ હતી અને અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિગતવાર ફરિયાદ નોંધાવી છે. પરિણામે પોલીસ તંત્ર એ પણ આગળની કાર્યવાહી હાથ ધરી દીઘી છે. વધુમાં જણાવ્યું હતું , કે રાજ્યના ગૃહ પ્રધાન સાહેબે જે મુહિમ ઉપાડી છે તેનાથી કેટલાય પરિવારો આવા વ્યાજખોરોના ચક્રમાં ફસાઈને બરબાદ થઈ જતા હતાં તેઓને પણ તંત્રની આ કડક કાર્યવાહીને કારણે ફરિયાદ કરવા આગળ આવવાની હિંમત મળી ગઈ છે. જેથી વ્યાજના ચક્રમાં ફસાઈને વિખુટા પડી તૂટી જતાં પરિવારો બચી જશે.