વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલી જડિયા ઓર્થોપેડિક હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન (Mother and son die in Vadodara) માતા અને નવજાત બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. પરિવારજનો દ્વારા નવજાત બાળકને માતાની બાજુમાં મૂકી ભારે હૈયે દફનવિધિ કરવામાં આવી હતી. પરિવારજનોએ હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીથી માતા અને નવજાત બાળકનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ મૂક્યો છે. પોલીસ મથકમાં લેખિત અરજી આપી ન્યાયની માંગ કરી છે. (childbirth mother and child during Death)
શું છે સમગ્ર મામલો વડોદરાના વડસર ફાટક વિસ્તારમાં યુવરાજ વાઘેલા રહે છે તેમની પત્ની બીજી વખત ગર્ભવતી બનતા એપ્રિલ 2022થી જડીયા મેટરનિટી હોસ્પિટલમાં કેસ કઢાવી રૂટિન ચેકઅપ કરાવતા હતા. 13 ડિસેમ્બરના રોજ તેઓને પેટમાં દુઃખાવો ઉપાડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાં અનીતાબેનની નોર્મલ ડિલિવરી થઇ હતી. જે દરમિયાન બાળકનો શ્વાસ રૂંધાતા તબીબે તાત્કાલિક સિઝર કરવું પડશે તેમ જણાવીને પરિવાર પાસે સિઝર કરવાની પરવાનગી માંગી હતી. પરિવારે પરવાનગી આપતા જ ડિલિવરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ગાયનેક તબીબ અને હાજર પીડીયાટ્રીશીયન બાળકને મૃત જાહેર કર્યો હતો અને માતાને ગર્ભાશયની કોથળી ફાટી ગઈ છે. (Death of mother and newborn child)
માતા અને નવજાત બાળકનું મૃત્યુ તેની સારવાર ચાલુ હોવાનું જણાવી માતાની તબિયત સ્થિર હોવાની માહિતી પરિવારજનોને આપી હતી. દરમિયાન માતાની હાલત પણ નાજુક હોવાનું જણાવી અન્ય હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવાનું તબીબ દંપતીએ જણાવ્યું હતું. જે બાદ હોસ્પિટલના તબીબોએ નજીકની ICU ફેસિલિટીવાળી હોસ્પિટલમાં માતાને શિફ્ટ કર્યાં હતા. જ્યાં તેઓની હાલત વધુ કફોડી થતાં અન્ય એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં ટૂંકી સારવાર બાદ અનીતાબેનનું મૃત્યુ નિપજ્યું હતું. ગણતરીના કલાકોમાં જ માતા અને નવજાત બાળકનું મૃત્યુ થતાં પરિવારજનોએ તબીબોની નિષ્કાળજીના કારણે માતા અને બાળકનું મૃત્યુ નીપજ્યું હોવાનો આક્ષેપ કરી ભારે રોષ ઠાલવ્યો હતો.
આ પણ વાંચો ગર્ભવતી બનાવી પ્રેમિકાને છોડી દેનાર પ્રેમી પકડાયો, ખુલ્યાં કપટી પ્રેમીના રહસ્યો
પરિવારજનોનું શું કહેવું છે મૃતકના પતિ યોગરાજ વાઘેલાએ જણાવ્યું કે, પત્નીની ડિલિવરી કરાવતી વખતે જન્મેલા બાળકના શરીર ઉપર બ્લેડના નિશાન જણાઇ આવ્યા હતા. અમારી હોસ્પિટલ સામે કોઈ વળતરની અપેક્ષા નથી, પરંતુ મારી જેમ કોઇને પત્ની અને બાળક ખોવાનો વખત ન આવે તે માટે હોસ્પિટલ સામે કડક કાર્યવાહી થવી જોઇએ જડિયા હોસ્પિટલના તબીબોએ આપેલા ગોળગોળ જવાબોને કારણે માંજલપુર પોલીસ મથકમાં અરજી આપી છે. (Hospital in Vadodara)
આ પણ વાંચો કેરળમાં 2 વર્ષનું બાળક રિમોટની બેટરી ગળી ગયું
દર્દીને સીઝર માટે પરિવારને વાત કરી હોસ્પિટલના તબીબ ડો. રોનક જડીયાએ કહ્યું કે, દર્દીને સીઝર માટે પરિવારને વાત કરી હતી. પણ પરિવાર તૈયાર ન હતું સમજાવ્યા બાદ પતિએ સીઝર કરવાની મંજૂર આપી હતી ત્રણ ગાયનેકોલોજિસ્ટની ટીમ દ્વારા સીઝર કરવામાં આવ્યું હતું કોથળી ફાટેલી હતી. બ્લિડીંગ થતું હતું.બી.પી. અને DICના કારણે તકલિફ થઇ છે. મારા પરિવારના સભ્ય હોય અને જે તકેદારી રાખીએ છે તેવી તકેદારી રાખવામાં આવી છે. અમારો પ્રયાસ માતા અને બાળકના બચાવ માટે તમામ લેવલ સુધીના પ્રયાસો કર્યા છે, છતાં આક્ષેપો થાય તે દુઃખદ બાબત છે. (Vadodara Crime News)