ETV Bharat / state

કરજણ પેટા ચૂંટણી: ગૃહ પ્રધાન પ્રદીપસિંહ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કરજણમાં જાહેર સભા સંબોધી - કરજણમાં જાહેર સભા સંબોધી

ગુજરાતમાં 3જી નવેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે, બંને મોટા પક્ષ કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવારોને વિજયી બનાવા એડી ચોટીનું જોર લગાવ્યું છે. શુક્રવારે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની કરજણ ખાતે પહોંચ્યા હતા અને જાહેર સભા સંબોધી હતી.

ગૃહ પ્રધાન પ્રદીપસિંહ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કરજણમાં જાહેર સભા સંબોધી

author img

By

Published : Oct 24, 2020, 5:49 AM IST

  • કરજણમાં કેન્દ્રીય પ્રધાને સભાને સંબોધી
  • સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા
  • ગૃહ પ્રધાન પ્રદીપસિંહએ અમિત ચાવડાના સવાલોના જવાબ આપ્યા હતા

વડોદરાઃ ગુજરાતની આઠ બેઠકોની યોજાનાર પેટાચૂંટણીમાં બીજેપી ઉમેદવારોના પ્રચારાર્થે કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાની ગુજરાતના પ્રવાસે છે. ત્યારે લીંબડી અને ગઢડાના બીજેપીના ઉમેદવારોના પ્રચાર બાદ વડોદરાની કરજણ બેઠકની પેટા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલના પ્રચાર માટે કરજણ ખાતે આવ્યા હતા અને મિયાગામ ખાતે જાહેર સભા સંબોધી હતી. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સના નિયમોના પાલન સાથેની વ્યવસ્થા જાહેર સભામાં ગોઠવવામાં આવી હતી.

ગૃહ પ્રધાન પ્રદીપસિંહ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કરજણમાં જાહેર સભા સંબોધી

વડોદરાના મિયાગામ ખાતે સભાનું સંબોધન કર્યું હતું

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કારજણનાં મિયાગામ ખાતે જાહેરસભાને સંબોધી હતી. તેમની સાથે રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, સાંસદ રંજનબેન ભટ્ટ, કૃષિ પ્રધાન જયદ્રથસિંહ પરમાર, સાંસદ દેવુસિંહ, અમિત ઠાકુર, શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભાવો મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહ પ્રધાને રાજ્યમાં લાગુ કરવામાં આવેલ ગુંડા એક્ટ વિશે માહિતી આપી હતી

કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે આવેલા ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર કરેલા આક્ષેપોનો વળતા પ્રહારરૂપે જવાબ આપ્યો હતો. રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ તેમના ભાષણમાં રાજ્ય સરકારે લીધેલા નિર્ણયો વિશે માહિતી આપતા જણાવ્યું કે, વિધાનસભામાં નવા કાયદા એટલા માટે બનાવ્યા કે ગુંડાગીરી નાથવા ગૂંડા ધારાનો નવો કાયદો લાવ્યા. ગાંધારા સુગરના ખેડૂતોના 25 કરોડ આપવાના બાકી હતા, તે ખેડૂતોના હિત માટે ગુજરાત સરકારની તિજોરીમાંથી આપવામાં આવ્યા. 8 વિધાનસભાની આઠેય બેઠકો પર કમળનો વિજય નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું.

સ્મૃતિ ઇરાનીએ અક્ષય પટેલને વિજય બનાવવા અનુરોધ કર્યો હતો

જ્યારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ બીજેપી સરકારે કેન્દ્રમાં લાગુ કરેલી ગરીબો માટે ઉપયોગી યોજનાઓ વિશે જણાવ્યું હતું. ઉપરાંત કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, તેમણે દેશની તિજોરી લૂંટી દેશને વિકાસથી વંચિત રાખી હતી. કોંગ્રેસના નેતાએ પોતે જ સ્વીકાર્યું હતું કે, કેન્દ્રમાંથી એક રૂપિયો નીકળે છે અને ગરીબોને માત્ર 10 પૈસા મળે છે. એટલે કે 90 ટકા અમે જ ખાઈ જઈએ છે. દેશ જાગૃત થઇ ગયો છે. એટલે કોંગ્રેસ વિખેરાઈ રહી છે. જાહેર સભામાં ઉપસ્થિતિ મેદનીને બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલને વિસ્તારનાં વિકાસ માટે મત આપી વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.