ETV Bharat / state

Vadodara Boat incident: હરણી તળાવ દૂર્ઘટના, જાણો કોણ છે સનરાઈઝ સ્કૂલના માલિક ? - હરણી બોટ દુર્ઘટના

વડોદરા શહેરના હરણી તળાવમાં બનેલી કરુણાંતિકાને પગલે સમગ્ર રાજ્યમાં શોક પ્રસરી ગયો છે. ન્યૂ સનરાઇઝ સ્કૂલના માસૂમ બાળકોના હરણી લેકમાં પિકનીક મનાવ્યા હતાં અને તે દરમિયાન બોટની સવારી દરમિયાન બોટ પલટી જતાં માસૂમોએ જીવ ગુમાવ્યો. મૃતક બાળકો જે શાળાના વિદ્યાર્થી છે તે શાળાના સંચાલકો પણ સવાલોના ઘેરામાં છે ત્યારે જાણીએ કોઈ છે ન્યૂ સનરાઇઝ સ્કૂલના માલિક ?

Vadodara Boat incident
Vadodara Boat incident
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 19, 2024, 6:49 AM IST

Updated : Jan 19, 2024, 7:44 AM IST

હરણી લેક બોટ દુર્ઘટના મામલો

વડોદરા: વડોદરાના વાઘોડીયા રોડ ઉપર આવેલી છે ન્યૂ સનરાઇઝ સ્કૂલના માસૂમ બાળકોના હરણી લેક બોટ દુર્ઘટનામાં મોત નિપજ્યા છે. આ શાળાની સ્થાપના 1976 માં એક ભારતીય પારસી પરિવાર દ્વારા કરવામાં આવી હતી, અને હજુ પણ તેમની માલિકી અને વ્યવસ્થાપન છે. ન્યૂ સનરાઇઝ સ્કૂલ એ ISO 9001-2015 પ્રમાણિત શાળા છે અને તે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) સાથે જોડાયેલી છે.

કોણ છે સનરાઇઝ સ્કૂલ સંસ્થા માલિક ? સનરાઇઝ સ્કૂલ સંસ્થાના ડિરેક્ટર નેવિલ ઈ. વાડિયા છે, જેઓ સંસ્થાના સ્થાપક પ્રમુખ અને ટ્રસ્ટી છે, જ્યારેે શ્રીમતી જલુ વાડિયા જે શાળાના અધ્યક્ષ છે. રૂસી વાડિયા મેનેજિંગ ડિરેક્ટર છે, જેઓ GSP (ગ્લોબલ સ્કૂલ પાર્ટનરશિપ) અને બ્રિટિશ કાઉન્સિલ સ્કૂલ પાર્ટનર શિપના સભ્ય પણ છે. નેવિલ ઈ. વાડિયા નિવૃત્ત બેંક કર્મચારી છે.

બોટમાં સવાર માસૂમો

  1. મનસુરી હસનૈન – ધો. 1
  2. વાલોરવાલા અલી – ધો. 1
  3. સાદુવાલા મો. તૌકીર – ધો. 1
  4. મનસુરી અકીલ – ધો. 2
  5. શેખ મુઆવીયા – ધો.2
  6. મનસુરી મો. અરહાન – ધો. 2
  7. ખલીફા જુનૈદ – ધો. 2
  8. દુધવાલા હસીમ – ધો. 2
  9. ખલીફા રૈયાન – ધો. 2
  10. માછી નેન્સી – ધો. 2
  11. ખલીફા આશીયા – ધો. 3
  12. શેખ સકીના – ધો. 3
  13. પઠાણ અરકાન – ધો. 3
  14. મેમન ગુલામ – ધો. 3
  15. ખેરૂવાલા અનાયા – ધો. 4
  16. સુબેદાર ઝહાબીયા – ધો. 4
  17. શાહ રૂતવી – ધો. 4
  18. કોઠારીવાલા અલીશા – ધો. 4
  19. નિઝામા વિશ્વકુમાર – ધો. 4
  20. સાન્દી અરમાનાલી – ધો. 6
  21. શેખ સુફીયા – ધો. 6
  22. વોરા જીશાન – ધો. 6
  23. પઠાણ આલીયા – ધો. 6
  24. ગાંધી મો. અયાન – ધો. 6
  25. શેખ જૈનુલ – ધો. – 1

મૃતક શિક્ષીકા

  1. છાયા પટેલ
  2. ફાલ્ગુની સુરતી

વાલીઓનો આરોપ: આ બાળકોના વાલીઓએ બોટિંગવાળાનો વાંક કાઢતા કહ્યું કે, આ લોકો જે પેમેન્ટ લે છે.પરંતુ તેઓએ લાઈફ જેકેટ વગર એન્ટ્રી કઈ રીતે આપી ? આ બાબતે શિક્ષકોએ એકસ્ટ્રા ચાર્જ ભર્યો નહી હોય ? આવા અનેક સવાલો ઉભા થયા છે. પૈસા કમાવવાની લાલચમાં બાળકોને ઘેટા-બકરાની જેમ બોટમાં ભરી દીધા હતા. જે બોટમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડ્યા હતાં આવા કસુરવાર લોકો વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા જોઈએ.જે બાળકોએ હજી દુનિયા જ નથી જોઈ એવા નિદોર્ષ બાળકોએ જીવ ગુમાવ્યો છે. જેથી સરકારે પણ આવા દોષીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ.

પ્રવાસની મંજૂરી હતી જ નહીં: જાણવા મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા આ પ્રવાસને લઈને કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી તેવી પ્રાથમિક માહિતી છે. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ કે, આ શાળા દ્વારા કોઈ મંજૂરી માંગવામાં આવી હતી કે કેમ ? આમ તો જ્યારે બાળકોને શાળા સંકુલ માંથી બહાર પ્રવાસ લઈ જવાય તો વાલીનો પણ સંમતિ પત્ર મંગાવવામાં આવે છે.

  1. Vadodara boat accident: રાજ્યના મુખ્યપ્રધાન-ગૃહપ્રધાન વડોદરા પહોંચ્યા, જાતમાહિતી મેળવી, વિગતવાર તપાસ સોંપવાનો નિર્ણય
  2. Vadodara News : હરણી તળાવમાં ન્યૂ સનરાઇઝ શાળાના બાળકોથી ભરેલી બોટ પલટી, 15 બાળકો 2 શિક્ષકનું મોત, સરકારે સહાયની કરી જાહેરાત

Last Updated : Jan 19, 2024, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.