વડોદરા: વડોદરાના હરણી તળાવમાં થયેલ દર્દનાક દુર્ઘટનામાં બાળકો સહિત 14ના મોત થયા છે. આ કરુણ ઘટનાને સૌ કોઈને હચમચાવી દીધા છે. હાલ વડોદરાનું આખું તંત્ર બનાવ સ્થળે છે. વધુમાં બનાવની કરુણતાને પગલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં કડક કાર્યવાહીના નિર્દેશ કર્યા છે. જેના ભાગરૂપે 5 આરોપીઓ સામે IPCની કલમ 304, 308 અને 337 હેઠળ ગુનો દાખલ કરાયો છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સોની અટકાયત કરી છે.
5 આરોપીઓ સામે ગુનો દાખલ: આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપી સામે આઇપીસી કલમ 304, 308 અને 337 હેઠળ ફરિયાદ નોંધાઇ છે. બીજી બાજુ ફરિયાદના આધારે મુખ્ય આરોપી સહિત કેટલાક શખ્સોની અટકાયત પણ કરી લેવામાં આવી છે. વધુમાં આ મામલે કશુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેએ જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવાનો નિર્ણય કર્યો છે ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા તંત્રને આદેશ આપવામાં આવ્યા છે.
દુર્ઘટનાને પેદા કર્યા સવાલ: સનરાઇઝ સ્કૂલના બાળકો અને શિક્ષકોની બોટ ઉંધી વળી જતાં બાળકો તેમજ શિક્ષકો તળાવમાં ડૂબી ગયા છે..જેમાં 14ના મોત થયા છે. આ ગંભીર બનાવના સંબંધમાં સરકારએ ઉચ્ચકક્ષાએ તપાસ કરાવવાનો નિર્ણય કરીને વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ તપાસ સોંપતા હવે કયા સંજોગોમાં અને કયા કારણોસર આ બનાવ બનવા બન્યો છે.?, આ બનાવ સંબંધમાં સ્થાનિક તંત્ર, કોઇ ઇજારદાર કે અન્ય કોઇની નિષ્કાળજી કે બેદરકારી છે કે કેમ?
10 દિવસમાં રિપોર્ટ સુપ્રત કરવા આદેશ: વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના ની ઉચ્ચ કક્ષાએ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ ને તપાસ સોંપવાનો મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ નો નિર્ણય કર્યો છે. આ અંગે વિગત વાર તપાસ અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.મેજર કોલ જાહેર કરાતા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી છે હાલ શિક્ષિકાઓ અને બાળકો સહિત 16ના મોત નીપજયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
દુર્ઘટનામાં કુલ 14ના થયાં છે મોત: વડોદરાનું હરણી તળાવ જ્યાં બોટ પલટી જવાની દુર્ઘટના બની છે. જેમાં અત્યાર સુધીની માહિતી મુજબ 14 લોકોના મોત થયા છે. 14 લોકોમાં 12 બાળકો અને 2 શિક્ષકો સામેલ છે. બોટની ક્ષમતા કરતા વધુ વજન થતા દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. જેમાં 14 લોકોની ક્ષમતા ધરાવતી બોટમાં કુલ 31 લોકોને બેસાડવામાં આવ્યા હતા. 31 લોકોમાં 23 બાળકો, 4 શિક્ષકો અને 4 શાળા સ્ટાફના લોકો હતા.