ETV Bharat / state

Vadodara Crime News : ફિર હેરાફેરી, વાઘોડિયામાં સ્ટેટ વિજિલન્સે વિદેશી દારૂ સાથે 2ને પકડ્યા - Vadodara Crime News Update

વડોદરામાં સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા (Gujarat Vigilance Commission raid in Vadodara) હતા. અહીંથી ટીમે એક્ટિવામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂ કબજે કર્યા હતા. સ્થાનિક પોલીસની ટીમને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં (Vadodara Police seized liquor) આવી હતી.

Vadodara Crime: ફિર હેરાફેરી, વાઘોડિયામાં સ્ટેટ વિજિલન્સે વિદેશી દારૂ સાથે 2ને પકડ્યા

author img

By

Published : Jan 31, 2023, 3:28 PM IST

ઘનિષ્ઠ તપાસ કરતાં બીજો જથ્થો મળી આવ્યો

વડોદરાઃ સંસ્કારીનગરી તરીકે પ્રખ્યાત એવા વડોદરામાં હવે ગુનાખોરી ચરમસીમાએ પહોંચી રહી છે. ક્યારેક અહીં ડ્રગ્સ તો ક્યારેક દારૂનો જથ્થો મળી આવતા સંસ્કારી નગરી પર કલંક લાગી રહ્યો છે. ત્યારે હવે ફરી એક વાર વાઘોડિયામાં સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડી 2 વ્યક્તિની ધરપકડ કરી હતી. સાથે જ 3 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ આરોપીઓ પાસેથી ટીમે દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

આ પણ વાંચોઃ Liquor Smuggling case: દારૂની હેરાફેરી માટે ગજબનું ભેજુ માર્યું, પોલીસની પણ આંખ ચાર

1,20,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજેઃ મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના નવીનગરી ખાતે રહેતો સલીમ શેખ પોતાના મકાનમાં તથા પોતાની એક્ટિવામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે. આ હકીકતના આધારે સ્થાનિક પોલીસની ટીમને સાથે રાખી કાયદેસરની કાર્યવાહીની કામગીરી કરી હતી.

અલગ અલગ ટીમ બનાવી ઓપરેશન હાથ ધરાયુંઃ સ્ટેટ વિજિલન્સ ટીમે અલગઅલગ ટીમ બનાવી સદર બાતમી હકીકતવાળી જગ્યાએ વોચ ગોઠવી હતી. તે દરમિયાન વાઘોડિયા બસ સ્ટેશન પાસે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે વખતે પંચોના 2 માણસોને સાથે રાખવામાં આવ્યા હતા, જેમાં વાઘોડિયા બસ સ્ટેશન પાસે એક વ્યક્તિ પોતાના વ્હાઈટ કલરના એક્ટિવા નજીક ઊભો હતો અને પોતાની એક્ટિવાની ડેકીમાંથી કંઈક આપ લે કરતો હતો. તે સમય દરમિયાન પંચોને ઈશારાથી ઓળખી બતાવી તુરંત જ તે જગ્યાએ દરોડા પાડી તે શખ્સન ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની એક્ટિવાની ડેકીમાં તપાસ હાથ ધરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ ઈસમ પાસે કોઈ પાસ કે પરમિટ નહીં હોવાનું પણ જાણવા મળ્યું હતું.

દારૂનો જથ્થો કબજેઃ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની 437 બોટલો ટીન ઝડપી પાડી હતી, જેની 70,490 રૂપિયા થાય છે. આ સાથે ટીમે 1,20,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ મુદ્દામાલ સાથે 2 ઈસમોને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘનિષ્ઠ તપાસ કરતાં બીજો જથ્થો મળી આવ્યોઃ ઝડપાયેલા શખ્સ જાકીર શેખને બીજા જથ્થા બાબતે વધુ પૂછપરછ કરતા બીજો જથ્થો તેનાં ભાઈ સલીમના ઘરે મુક્યો છે. તેમ જણાવ્યું હતું. ત્યારબાદ તે જગ્યાએ પણ દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો બીજો જથ્થો પણ ત્યાંથી મળી આવ્યો હતો. તેમ જ આ મકાનમાંથી રેશમા સલીમભાઈ શેખ નામની મહિલાની પણ અટકાયત કરવામાં આવી હતી.

2 ઈસમોની અટકાયત અને બીજા ત્રણ શોધવાની કામગીરી શરૂઃ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડા પાડી 2 શખ્સની અટકાયત કરી હતી. ત્યારબાદ બંને મકાનોમાંથી મળેલો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ ઝડપાયેલા આરોપી ઝાકીરની પૂછપરછમાં તેેણે જણાવ્યું હતું કે, હું અને મારો ભાઈ સલીમ બંને સાથે મળી ધંધો કરીએ છીએ અને આ ધંધામાં મદદગારી કરનારા અન્ય બે ઈસમોના નામ પણ તેણે આપ્યા હતા, જેથી સ્ટેટ વિજિલન્સે 5 વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધ્યો હતો.

આ આરોપીઓ સામે નોંધાયો ગુનોઃ ટીમે જાકિર મલુભાઈ શેખ (રહે. નવીનગરી ઇન્દિરા આવાસ, તા. વાઘોડિયા, જિ. વડોદરા), રેશ્મા સલીમભાઈ શેખ (રહે. નવીનગરી, ઇન્દિરા આવાસ તા.વાઘોડિયા, જિ વડોદરા) સલીમ મલુભાઈ શેખ (રહે. નવીનગરી ઇન્દિરા આવાસ, તા. વાઘોડિયા, જિ. વડોદરા). રસુલ શેખજી વસાવા (રહે. રૂસ્તમપુરા, તા. વાઘોડિયા, જિ. વડોદરા). મુકેશ પુનમભાઈ ધોબી (રહે. પુણિતનગર વાઘોડિયા રોડ, વડોદરા)ની સામે પ્રોહિબિશન એક્ટની કલમો મુજબનો ગુનો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ, સ્ટેટ મોનિટરીંગ સેલ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમોએ હાથ ધરેલી આ કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતાં ઈસમોમાં ફફડાટ ફેલાઈ ફેલાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.