ETV Bharat / state

Vadodara News: વડોદરા જિલ્લામાં પૂરગ્રસ્તોને કેશડોલ્સ અને ઘરવખરી સહાય પેટે કુલ 98 લાખ ચૂકવાયા - એસબીઆઈ બેન્ક

ગુજરાત સરકારે પૂરગ્રસ્ત પરિવારો માટે સહાય જાહેર કરી છે. વડોદરામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના ધારાધોરણો મુજબ રાહત સહાયની ચૂકવણી તાબડતોડ કરાઈ રહી છે. વાંચો પૂરગ્રસ્તોને ઝડપથી પહોંચાડાતી સરકારી સહાય વિશે વિસ્તારપૂર્વક

વડોદરા જિલ્લામાં પૂરગ્રસ્તોને કેશડોલ્સ અને ઘરવખરી સહાય પેટે કુલ ૯૮ લાખ ચૂકવાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 7:33 PM IST

વડોદરાઃ ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમના પાણી નર્મદા અને મહિસાગરમાં છોડવામાં આવ્યા હતા. પરિણામે નદી કિનારાના આસપાસના વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રાજ્ય સરકારે આ પૂરગ્રસ્ત પરિવારો માટે સહાય જાહેર કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના ધારાધોરણો મુજબ રાહત સહાયની ચૂકવણી તાબડતોડ કરાઈ રહી છે.

કુલ 98 લાખની સહાયઃ વડોદરા જિલ્લામાં પૂરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાય પેટે રૂ. 98 લાખની સરકારી સહાય ચૂકવવામાં આવી. શનિવારે રજાના દિવસે પણ બેંકો દ્વારા અસરગ્રસ્તોના ખાતામાં સહાય જમા કરવામાં આવી હતી.

જિલ્લામાં અસરગ્રસ્ત ગામોમાં અત્યાર સુધીમાં ૧૨૯૭ પરિવારોને ૯.૯૬ લાખ કેશ ડોલ્સની ચૂકવણી કરવામાં આવી છે. આ ઉપરાંત પૂરગ્રસ્ત ગામોમાં ૧૩૦૩ પરિવારોને ઘર વખરી સહાય પેટે રૂ. ૮૮.૦૫ લાખ સહિત કુલ ૯૮.૨ લાખની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે...અતુલ ગોર(જિલ્લા કલેક્ટર, વડોદરા )

કુલ 9 લાખની કેશડોલ્સ સહાયઃ ડાયરેક્ટ બેનિફિટ્સ ટ્રાન્સફરથી પાદરા તાલુકામાં ૯૨ પરિવારોને ૧.૦૮ લાખ, વડોદરા ગ્રામ્ય તાલુકામાં ૩૭૨ પરિવારોને રૂ. ૩.૩૨ લાખની ચૂકવી સો ટકા કામગીરી કરવામાં આવી છે. જ્યારે, શિનોર તાલુકામાં ૨૩૭ પરિવારોને રૂ. ૧.૮૧ લાખ, ડભોઈમાં ૩૫૪ પરિવારોને રૂ.૧.૪૨ લાખ અને કરજણ તાલુકામાં ૨૪૨ પરિવારોને રૂ. ૨.૩૧ લાખ સહિત કુલ ૯.૯૬ લાખની કેશડોલ્સ પેટે ચૂકવણી કરવામાં આવી છે.

કુલ 88 લાખની ઘરવખરી નુકસાની સહાયઃ ઘરવખરી નુકસાની સહાય પેટે પાદરા તાલુકામાં ૯૨ પરિવારોને રૂ. ૩.૩૯ લાખ, વડોદરા ગ્રામ્ય તાલુકામાં ૩૭૨ પરિવારોને રૂ. ૨૬.૦૪ લાખની સહાય ચૂકવણી કરી સો ટકા કામગીરી કરવામાં આવી છે. શિનોર તાલુકામાં ૨૨૬ પરિવારોને રૂ. ૧૫.૮૨ લાખ, ડભોઇ તાલુકામાં ૩૫૪ પરિવારોને રૂ. ૨૪.૭૮ લાખ અને કરજણ તાલુકામાં ૨૫૯ પરિવારોને રૂ. ૧૭.૯૨ લાખ સહિત કુલ રૂ. ૮૮.૦૫ લાખ ઘરવખરી સહાય પેટે ચૂકવણી કરવામાં આવી છે.

વડોદરા જિલ્લાના ચાંદોદ અને કરનાળી ખાતે પરિવારજનોને સરકારી સહાય ચૂકવવામાં આવી હતી.જેમાં ચાંદોદ ખાતે 450 ઉપરાંત પરિવારજનોને સહાય ચૂકી દેવામાં આવી છે. તેમજ જરૂરિયાતમંદોમાં અનાજની કિટ અને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે...દિપ્તીબેન સોની(સરપંચ, ચાંદોદ)

ગુજરાત સરકાર તરફથી પૂર અસરગ્રસ્તોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે સંદર્ભે અમારા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 7400 તેમજ અનાજની કિટ આપવામાં આવી હતી...યુવરાજભાઈ(સ્થાનિક, વડોદરા)

બેન્ક હોલી ડેના દિવસે પણ સહાય ચૂકવાઈઃ તા. ૨૩ના રોજ બેન્કોમાં જાહેર રજા હોવા છતાં રાહત સહાય ચૂકવવા માટે બેન્કે કામકાજ ચાલુ રાખ્યું હતું. જેથી સરકારી સહાય પહોંચાડવામાં વિલંબ ન થાય. ડભોઇ, શિનોર અને કરજણ તાલુકામાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની તમામ શાખાઓમાં કામકાજ ચાલુ રાખવામાં આવ્યું હતું. બાકીના પરિવારોને તેમના બેંક ખાતાની વિગતો એકત્ર કરી આ સહાય ચૂકવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  1. Gujarat Monsoon 2023 : 100 ટકા વરસાદ વરસાવી મેઘરાજાની ગુજરાતમાંથી વિદાય ? હવામાન વિભાગે આપી માહિતી
  2. Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના લોકોની હાલત દયનીય, તુરખેડા ગામના બે ફળિયા સરદાર સરોવરના ડૂબમાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.