વડોદરા વડોદરા શહેરની વિધાનસભા બેઠક (Vadodara City Assembly Seat) પર આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. આ બેઠક પર ભાજપે વર્તમાન રાજ્ય પ્રધાન અને ધારાસભ્ય મનીષાબેન વકીલ (BJP Candidate Manisha Vakil), આમ આદમી પાર્ટીએ જીગર સોલંકીના (AAP Candidate Jigar Solanki) નામની જાહેરાત કરી છે. જ્યારે કૉંગ્રેસે હજી આ બેઠક પર એક પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી.
મતદારોની સંખ્યા આ બેઠક (Vadodara City Assembly Seat) પર કુલ 3,06,242 મતદારો છે. આમાંથી પુરૂષ મતદારોની સંખ્યા 1,57,403, સ્ત્રી મતદારની સંખ્યા 1,48,828 અને અન્ય મતદારોની સંખ્યા 11 છે.
આ બેઠકનું મહત્વ વડોદરા શહેરની 5 વિધાનસભા બેઠક પૈકી શહેર વિધાનસભા બેઠક (Vadodara City Assembly Seat) હંમેશા ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે આ બેઠક પર ફરી એકવાર ત્રિપાંખિયો જંગ થવા જઈ રહ્યો છે. આ બેઠક અનુસૂચિત જાતિ બેઠક છે. અહીં સ્થાનિક લોકોની ભાજપ ઉમેદવાર સામે નારાજગી છે, જેથી ચોક્કસ અહીં નવા-જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે.
જાતિ સમીકરણ વડોદરા શહેરમાં શહેરવાડી વિધાનસભા બેઠક પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો દલિત, ઓબીસી અને પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે. ઓબીસી અને દલિત મતદારો સાથે જ પાટીદાર મતદાર વધુ હોવાના કારણે છેલ્લા 4 ટર્મથી ભાજપનો ભગવો આ બેઠક પર લહેરાઈ રહ્યો છે.
વર્ષ 2017નું પરિણામ વર્ષ 2017માં આ બેઠક પર ભાજપ પક્ષ તરફથી હાલના રાજ્યકક્ષાનાં પ્રધાન મનીષા વકીલ (BJP Candidate Manisha Vakil) અને કૉંગ્રેસ પક્ષના અનિલ પરમાર સામસામે હતા, જેમાં મનીષા વકીલને 1,16,367 મત મળ્યા હતા. તો અનિલ પરમારને (Anil Parmar Congress Candidate) 63,984 મતોથી હરનો સામનો કરવો પડ્યો હતો.