વડોદરા રાજ્યમાં ચૂંટણીનું રણછીંડુ ફુંકાય ગયું છે. માત્ર બે અઠવાડિયા જેટલો સમય બાકી છે, ત્યારે સત્તા પક્ષ ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષો પોતાની જીત માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. સત્તા પક્ષ ભાજપની વાત કરીએ તો જંગી બહુમતીથી જીતવા (PM Modi visits Vadodara) માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. જે રાજ્યમાં જુદી-જુદી જગ્યાએ સભા સંબોધી રહ્યા છે., ત્યારે ખુદ વડાપ્રધાન આજથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. જેમાં તેઓ આઠ જેટલી સભાને સંબોધન કરશે. (PM Modi visits Gujarat)
તંત્રએ તૈયારી આદરી ત્રણ દિવસ પછી 23 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાત લઇ શકે છે. જેને લઇને તંત્રએ તૈયારી આદરી છે. પોલીસ કાફલો શહેરમાં આવેલ નવલખી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યો હતો. જ્યાં પોલીસ કમિશનર સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનથી લઇને હેલીપેડ અને હાજર સભા સંબોધનનું સ્થળ કઈ રીતે બનાવવું તે અંગે ચર્ચા વિચારણા (PM Modi in Gujarat for election) કરવામાં આવી હતી. જોકે આ વાતને હાલ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જે રીતે તૈયારી કરવામાં આવી રહી છે, તે જોતા જ કહી શકાય કે નજીકના સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના અન્ય શહેરોની સાથે વડોદરાની પણ મુલાકાત લેશે. (PM Modi sabha in Gujarat)
PM મોદીના ગુજરાતમાં કાર્યક્રમ ઉલ્લેખનીય છે કે ,આજ રોજ 19 નવેમ્બરના રોજ PM મોદી સાંજે 6 વાગ્યે દમણ પહોંચશે. ત્યારબાદ રાત્રે 8 વાગ્યે વલસાડમાં જાહેરસભાને સંબોધશે. આવતીકાલે એટલે કે, 20 નવેમ્બરના રોજ PM મોદી સોમનાથ મંદિરમાં દર્શન કરશે અને વેરાવળ તેમજ ધોરાજીમાં મોટી સંખ્યમાં જનસભાને સંબોધશે. જે બાદ તેઓ અમરેલી અને બોટાદમાં પણ સભા સંબોધશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં રાત્રિરોકાણ કરશે. 21 નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદી સુરેન્દ્રનગર, જંબુસર,નવસારીમાં સભાને સંબોધશે. (Gujarat Assembly Election 2022)