વડોદરા અરવિંદ કેજરીવાલના મફતમાં આપવાનો જાદુ મારી પાસે છે. જે જાદુગર જાદુ બતાવે છે તે ભ્રમ હોય છે. એટલે આવા જાદુગરોની વાતોમાં વિશ્વાસ ન કરવો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ ટાટા એરબસનો વડોદરામાં થયો તે દિવસ વડોદરાના ઇતિહાસમાં સ્વર્ણિમ દિવસ તરીકે યાદ રાખશે પી ચિદમ્બરમના આક્ષેપ મામલે પિયુષ ગોયલએ (Piyush Goyal statement) નિવેદન આપ્યું છે. જેમાં પિયુષ ગોયલ પ્રહાર કરતા કહ્યું કે જ્યારે ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) હાર જોઈ જાય ત્યારે આવા નિવેદન કરે છે. 8 વર્ષમાં કોંગ્રેસે દરેક બંધારણીય સંસ્થાઓ ઉપર ટિપ્પણી કરી છે. સંસ્થા નિર્ણય કોંગ્રેસના પક્ષમાં આપે તો નિર્ણય સારો અને નિર્ણય પક્ષમાં ન આપે તો ખોટું દેખાય કોંગ્રેસના હાથમાં ખોટ છે.
ગુજરાત સંવાદ વડોદરામાં આવેલ વાસ્તિક હોલ ખાતે અગ્રેસર ગુજરાત સંવાદ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે સંબોધન કર્યુ હતુ. આ દરમિયાન પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા વડોદરા ખાતે ડિફેન્સના એરક્રાફ્ટ બનાવવાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેનાથી વડોદરાવાસીઓને રોજગારીન તકો મળશે. તેની સાથે વડોદરા આર્થિક રીતે વધારે મજબૂત બનશે.
રેલવે યુનિવર્સિટીની ભેટ થોડા સમય પહેલાં વડોદારાને રેલવે યુનિવર્સિટીની (Railway University) પણ ભેટ આપી છે. જેના દ્વારા વડોદરાના યુવાનોને વિવિધ પ્રકારના ઉચ્ચ અભ્યાસઅને તેના થકી પણ રોજગારીની વિપુલ તકો ઊભી થશે. આ રીતે મોદીજી વડોદરાનું વિશેષ રીતે ધ્યાન રાખી અને વિકાસની નવી નવી તકો ઊભી કરે છે. સમગ્ર ભારત દેશના વિકાસમાં ગુજરાત એક મોડલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાતના વિકાસમાં દરેક ગુજરાતીનો વિશેષ રીતે ફાળો રહ્યો છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને મોટા પ્રમાણમાં સીટો આપી વિજય બનાવશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી આ “અગ્રેસર ગુજરાત સંવાદ કાર્યક્રમમાં તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલો, ડોક્ટરો અને સમાજના બુદ્ધિજીવી વર્ગને પિયુષ ગોયલએ સંબોધન કર્યું હતું.
રાજનીતિક દળ પિયુષ ગોયલ એ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી સમાજથી જોડાયેલી રાજનીતિક દળ ભારતીય જનતા પાર્ટી છે. સારો લોકો પાર્ટીમાં જોડાય સારા લોકો સમાજ અને દેશ કાર્યમાં જોડાય આ અમારો પ્રયાસ છે. મીડિયાથી પણ સારા લોકો જોડાય એમનું પણ અમે સ્વાગત કરીશું. મોહનભાઈ તમારું સ્વાગત છે. સમય એમને નક્કી કર્યો છે પાર્ટીએ વિચાર્યું હશે પાર્ટી જોડે જોડાશે તો એમને વધારે ચાન્સ મળશે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવાની તક મળશે.
સરકારનો હાથ વધુમાં પિયુષ ગોયલ જણાવ્યું કે સમાજના બધા વર્ગ પાર્ટીમાં આવવા જોઈએ. સમાજ અલગ અલગ વર્ગોનો સમાજ છે. બધા વર્ગોને અમે આમંત્રિત કરીયે છે. બધા ને સીટ મળશે જો સમાજ સેવામાં પાર્ટીની જોડે જોડાયા છે. જો જનતાની સેવામાં સારું યોગદાન આપી શકે છે. એ બધા એ અમે આગળ વાધરીશું અને સીટ ની તો એક સીમા છે. બધાને સીટો નથી મળી શકતી. ભારતીય જાણતા પાર્ટીની વિસેસ્તા એ છે કે પ્રધાનમંત્રી હોય કે નાનો કાર્યકર્તા કેમ ના હોય એક આત્મીયની ભાવના સાથે દેશ પ્રેમ ભાવનાથી બધા કામ કરે છે. મારો વિશ્વાસ છે કે જે લોકો ઉમેદવારના રૂપમાં ચૂંટાશેએ ઉમેદવરની જેમ લડશે બાકી બધા એમની પાછડ ઉભા રહીને તાકાત આપીશું.