ETV Bharat / state

ગુજરાતની ગાડી વિકાસનાં પાટા ઉપરથી ઉતરી જશે : સાંસદ મનોજ તિવારી - Manoj Tiwari Dabhoi sabha

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સાંસદ મનોજ તિવારી, હોકીના પૂર્વ કેપ્ટન સંદીપસિંહ મેદાને (Manoj Tiwari visits dabhoi) ઉતર્યા છે. તેઓએ ડભોઇ ખાતેથી ઉમેદવાર માટે જાહેર સભા યોજાઈ હતી. આ ઉપરાંત સાંસદ મનોજ તિવારીએ (dabhoi assembly seats) આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. (Gujarat Assembly Election 2022)

ગુજરાતની ગાડી વિકાસનાં પાટા ઉપરથી ઉતરી જશે : સાંસદ મનોજ તિવારી

author img

By

Published : Nov 23, 2022, 11:22 AM IST

વડોદરા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. ઉમેદવારોના ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ (dabhoi assembly seats) કરી દેવામાં આવ્યા છે. તે અંતર્ગત ગઈકાલે ડભોઇ દભાઁવતી નગરીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા શૈલેષ મહેતાના પ્રચાર અર્થે જાહેરસભા યોજાઈ હતી. (Manoj Tiwari visits dabhoi)

પ્રચાર માટે સાંસદ મનોજ તિવારી, હોકીના પૂર્વ કેપ્ટન સંદીપસિંહ ડભોઈની મુલાકાતે

ડભોઇ અલંકાર પાન પાસે જાહેર સભા દિલ્હીના સાંસદ અને અભિનેતા મનોજ તિવારી તેમજ ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન સંદીપસિંહ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારમાં થયેલા વિકાસના કામોને ધ્યાનમાં લઈ શૈલેષ મહેતાને બહુમતીથી જીતાડવાનું આહવાન કર્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ડભોઇ દભૉવતિના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (Dabhoi Assembly Candidate)

આમ આદમીથી છૂટા પડેલાં કાર્યકરોના કેસરિયા આમ આદમી પાર્ટીએ ડભોઇ બેઠક માટે ઉમેદવાર તરીકે અજીતસિંહ ઠાકોરની જાહેરાત કરતાં જ આમ આદમીથી કેટલાય કાર્યકરોએ છેડો ફાડી દીધો હતો. આમ આદમીથી છુટા પડેલા એકે તો અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તેઓએ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી અને ગઈકાલે આ સૌ કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કરી કેસરિયા કર્યા હતાં.

વિકાસના કામોની ગાથા વર્ણવાઈ દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ (MP Manoj Tiwari) હાલમાં નરેન્દ્ર ભૂપેન્દ્રની ડબલ એન્જિન ની સરકારે વિકાસના કામો કર્યા છે તે રજૂ કર્યા હતા. વધુમાં તેઓએ આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો પગ પેસારો કરવા દેતા નહીં કારણ કે હાલમાં દિલ્હીમાં અને પંજાબમાં આમ આદમીએ સત્તા મેળવતા ત્યાંના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. માટે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો પગપેસારો થશે. તો ગુજરાતની પ્રજાનો પણ દિલ્હી અને પંજાબની પ્રજા જેવો પસ્તાવાનો વારો આવશે. ગુજરાતની ગાડી વિકાસના પાટા ઉપરથી ઉતરી જશે. (Manoj Tiwari Dabhoi sabha)

રામ મંદિર, 370ની કલમ જેવા મુદ્દાઓ ઉછળ્યા શૈલેષ મહેતાએ પોતાનાં વક્તવ્યમાં 370ની કલમ, રામ મંદિર અને ધાર્મિક સ્થળોના વિકાસના મુદ્દે વાત રજૂ કરી હતી. તેમજ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દર્ભાવતી નગરી અને સમગ્ર મતવિસ્તારમાં થયેલા વિકાસના કામોની વાતો મતદારો સમક્ષ રજૂ કરી હતી. મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે ચૂંટણી પહેલાં જ ડભોઈ બેઠક માટે એક નવો રેકોર્ડ તો સ્થપાઈ ચૂકયો છે કે, આ વિધાનસભા બેઠક માટે ભાજપે ઈતિહાસમાં પહેલીવાર જ ઉમેદવારને રીપીટ કર્યા છે. આ વિધાનસભા બેઠક માટે લાગેલું કલંક દૂર કરી નવો રેકોર્ડ સ્થાપિત કરશે. તેમજ આવનાર નવી સરકારમાં ડભોઈ મતવિસ્તાર બમણા વેગથી વિકાસના પંથે આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.