ETV Bharat / state

HSC Result 2023 : વડોદરા જિલ્લામાં કેટલાક વિદ્યાર્થીઓની મહેનત ફળી, ધો 12નું 67.19 ટકા પરિણામ - વડોદરા જિલ્લાનું પરિણામ

વડોદરા શહેર જિલ્લામાં આ વર્ષે 67.12 ટકા જેટલું પરિણામ આવ્યું છે. વડોદરામાં 15 હજાર વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. રાજ્યમાં ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામ ઓછું આવ્યું છે, પરંતુ નિષ્ણાંતો માની રહ્યા છે આ પરિણામ ઓછું ન કહેવાય.

HSC Result 2023 : વડોદરા જિલ્લામાં કેટલાક વિદ્યાર્થીઓની મહેનત ફળી, ધો 12નું 67.19 ટકા પરિણામ

author img

By

Published : May 31, 2023, 11:59 AM IST

વડોદરા જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 67.19 ટકા પરિણામ

વડોદરા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યનું પરિણામ 73.27 ટકા જાહેર થયું છે, જે ગત વર્ષ કરતાં ખૂબ જ ઓછું છે. આ વર્ષે વડોદરા શહેર જિલ્લાની વાત કરવામાં આવે તો 67.19 ટકા પરિણામ આવ્યું છે. વડોદરા શહેરમાં 15 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરિણામને લઈ વિદ્યાર્થીઓ ગરબે રમી ખુશી વ્યક્ત કરી હતી.

મારે 99.85 પીઆર આવ્યા છે. મેં આની પાછળ ખૂબ મહેનત કરી હતી. હાર્ડવર્ક કરતા સ્માર્ટ વર્ક વધારે કર્યું હતું. જેથી સારું પરિણામ આવ્યું છે. આ પરિણામમાં મારા શિક્ષકોનું યોગદાન ખુબ સારું રહ્યું છે. હું આગળ ચાર્ટર્ડ અકાઉન્ટનો અભ્યાસ કરવા માગું છું અને સીએ થવા ઈચ્છી રહ્યો છું. - પ્રથમ પંચાલ (વિદ્યાર્થી)

વિદ્યાર્થીઓના સપના : અન્ય વિદ્યાર્થી અમન પટેલે જણાવ્યું હતું કે, મારુ પરિણામ 99.67 પીઆર આવ્યા છે. પહેલેથી લઈ લાસ્ટ પરીક્ષા સુધી મહેનત કરી છે. મારુ સપનું છે કે ચાર્ટર્ડ અકાઉન્ટર બનું અને હાલમાં પણ તે જ દિશામાં આગળ વધવા માટે ક્લાસ કરી રહ્યો છું. હું સીએ બનવા માંગુ છું.

કોરોના કાળ બાદ પ્રથમ પરીક્ષા આપી : આ અંગે જય અંબે વિદ્યાલયના આચાર્ય પરેશ શાહે જણાવ્યું હતું કે, ઓછું પરિણામ તો આપણે ન ગણી શકાય કારણ કે બે વર્ષ કોરોના કાળમાં ગયા હતા. આ વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે ધોરણ 10ની પરીક્ષા નથી આપી. આ તમામ વિદ્યાર્થી એ વન ટોપર્સ છે. સાયન્સ, આર્ટસ અને કોમર્સમાં ખૂબ સારું પરિણામ મેળવ્યું છે.

વડોદરામાં ટોપ રહેલા વિદ્યાર્થીઓ : વડોદરામાં A1 ગ્રેડ ધરાવનાર કુલ 55 વિદ્યાર્થી છે અને A2 668 વિદ્યાર્થીઓ આવ્યા છે. ગત વર્ષ કરતા પરિણામ ખૂબ ઓછું છે પણ નિષ્ણાતો કહી રહ્યા છે કે, આ પરિણામ સારું કહી શકાય કેમ કે આ એવા વિદ્યાર્થીઓ છે કે જેઓએ પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી છે. પરિણામને લઈ વિધાર્થીઓ ગરબા રમી ખુશી વ્યક્ત કરી હતી.

  1. GSEB HSC 12th Result 2023: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73. 27 ટકા પરિણામ, આ રીતે જોઈ શકશો
  2. SSC Exam Result 2023 : સિંગલ મધરની સફળતાનું પ્રતીક બની ભાવનગરની દિયા મકવાણા, ઈંગ્લિશ મીડિયમમાં 99.84 પર્સન્ટાઇલ સાથે ફર્સ્ટ
  3. SSC Exam Result 2023 : પાટણમાં ગત વર્ષની સરખામણીએ ધો.10નું પરિણામ સારું, મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.