- ગાજરાવાડી સ્લોટર હાઉસ અંગે GPCBએ કોર્પોરેશનને નોટિસ પાઠવી
- પ્રદૂષણ અને મૃત પશુઓના મૃતદેહ લઈને અવદશા
- બે વખત તપાસ કરતાં તેમાં અનેક ખામીઓ સામે આવી
વડોદરા : શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના સ્લોટર હાઉસ આસપાસ પ્રદૂષણ અને મૃત પશુઓના મૃતદેહ લઈને અવદશાને લઈને જસીસ કે. ગાય દ્વારા GPCBમાં રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે તપાસ બાદ GPCB દ્વારા ડિસેમ્બર 2020 અને જાન્યુઆરી 2021 બે વખત તપાસ કરતાં તેમાં અનેક ખામીઓ બહાર આવી હતી. તેને લઈને GPCB દ્વારા કોર્પોરેશનને નોટિસ આપવામાં આવી છે.
સ્લોટર હાઉસની બહાર આખા વિસ્તારમાં દુર્ગંધ
કોર્પોરેશન સંચાલિત ગાજરાવાડી સ્લોટર હાઉસની પશુઓના મૃતદેહ બહાર મૂકી રાખવામાં આવે છે, જેના કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. આ વિસ્તારમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. જે અંગે જસીસ કે. ગાયને ખ્યાતિ પંચાલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, ત્યાર બાદ GPCB દ્વારા ડિસેમ્બર 2020માં તપાસ કરી અહેવાલ સોંપવામાં આવ્યો હતો અને કેટલીક બાબતો છૂપાવતા હોવાનું બહાર આવતા પુન: રજૂઆત કરતા જાન્યુઆરી 2021માં ફરી તપાસ કરતા તેમાં કર્સર પ્લાન્ટની એનઓસી 2018માં પૂર્ણ થઇ હોવાનું સામે આવ્યું છે.
GPCBએ કોર્પોરેશનને નોટિસ આપી
GPCBની તપાસમાં પ્લાન્ટમાં ક્રશ થયેલા મૃતદેહનો પર્યાવરણમાં સુરક્ષા રહે તેવી રીતે નિકાલ ન કરાયો હોવાનું સામે આવ્યું હતું. રાત્રે ખુલ્લી જગ્યામાં મૃતદેહ છોડી દેવાયા હોવાની પણ હકીકત પણ સામે આવી હતી. GPCBએ કોર્પોરેશનને નોટિસ ફટકારી હતી.