ETV Bharat / state

Good Governance Week Celebration: વડોદરા ખાતે સુશાસન સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી - Children's Vaccination Schedule India

ભારત ભરમાં અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસને (Atal Bihari Vajpayee birthday) લઈને 'સુશાસન સપ્તાહની' ઉજવણી ચાલી રહી હતી. 'સુશાસન સપ્તાહનો (Good Governance Week) શુક્રવારના અંતિમ દિવસ હતો, ત્યારે આ કાર્યક્રમની ઉજવણી વડોદરાના આજવા સ્થિત 'પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલ' (Pandit Dindayal Upadhyay Hall Vadodara) ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યાં હતા.

Good Governance Week Celebration: વડોદરા ખાતે સુશાસન સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

author img

By

Published : Jan 1, 2022, 2:54 PM IST

વડોદરા: સમગ્ર ભારતમાં અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસને લઈ 'સુશાસન સપ્તાહની' ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે શનિવારના સુશાસન સપ્તાહના (Good Governance Week) અંતિમ દિવસ નિમિતે વડોદરાના આજવા સ્થિત 'પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલ' ખાતે (Pandit Dindayal Upadhyay Hall Vadodara) રાજ્ય કક્ષાના પ્રધાન નિમિષા સુથાર દ્વારા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Good Governance Week Celebration: વડોદરા ખાતે સુશાસન સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

આ કાર્યક્રમ હેઠળ સરપંચોને સન્માનપત્ર અને ત્રણ લાખની રકમ આપી

સુશાસન સપ્તાહની ઉજવણી હેઠળ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજીત કાર્યક્રમોનું ખાતમુહર્ત તેમજ સહાય વિતરણના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં સમરસ ગ્રામ પંચાયતના સરપંચોને સન્માનપત્ર અને ત્રણ લાખની રકમ આપવામાં આવી હતી. આ સાથે લાભાર્થીઓને PM આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana Eligiblity) અંતર્ગત મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજકોટમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel) રોડ શોને ઓનલાઈન જીવંત પ્રસારણના માધ્યમથી નિહાળવામાં આવ્યું હતું.

નિમિષા સુથારે જણાવ્યું વધતા કોરોનાના કેસ સામે પહોંચી વળવા ગુજરાત સરકાર સજ્જ

રાજ્ય કક્ષાના પ્રધાન નિમિષા સુથારે નિવેદન આપ્યું હતું કે, વધતા કોરોનાના કેસ સામે પહોંચી વળવા ગુજરાત સરકાર સજ્જ છે. આવનાર કોરોનાની ત્રીજી લહેરમાં (third wave of the coronaVirus) બાળકોને પણ વેકસીનેશન (Children's Vaccination Schedule India) કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારની અગવડતા ઉભી નહીં થાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે.

આ પણ વાંચો:

વડોદરામાં લાભાર્થીઓએ નાણાં ચૂકવ્યા પરંતુ આવાસ યોજનાના મકાનો ન મળતાં લાભાર્થીઓમાં રોષ

ડાંગ BTS દ્વારા PM આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓની ફરી પસંદગી માટે કલેક્ટરને અરજી કરાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.