મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણી હત્યા કેસમાં ત્રણ વર્ષ બાદ આ કેસમાં સંડોવાયેલ તમામ 11 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી છોડવામાં આવ્યા છે. વડોદરા શહેરના હરણી રોડ પર આવેલ વૃંદાવન ટાઉનશીપ પાસે મોડી રાત્રે મુકેશ હરજાણીને ગોળીઓથી વિધિ હત્યા કરવામાં આવી હતી. જો કે, આ કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણીની હત્યા વાત વાયુ વેગે પ્રસરતા સમગ્ર શહેર અને મધ્ય ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી.
જો કે, મુકેશ હરજાણીની હત્યા મામલે પોલીસે 11 આરોપીઓને ઝડપી પાડી ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં ધરપકડ કરેલ તમામ આરોપીઓનો વડોદરા સેસન્સ કોર્ટના જર્જ એચ.આઈ.ભટ્ટની કોર્ટમાં ગેંગસ્ટર મુકેશ હરજણી ઓનો કેસ ચાલ્યો હતો. જોકે આ કેસમાં પૂરતા પુરાવા ન મળવાના કારણે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનું જાણવા મળ્યું હતું. કુખ્યાત હરજાણી હત્યા કેસમાં મુખ્ય આરોપી કલ્પેશ કાછીયો, અને એન્થની ગગવાણી અને સંજય ઉર્ફે આરડીએક્સ સહિત તમામ11 આરોપીઓ પણ આ કેસમાં નિર્દોષ જાહેર થયા હતા.