- વડોદરામાં ચકચારી સામુહિક દુષ્કર્મ મામલો
- ફરાર થયેલા 2 નરાધમો ઝડપાયા
- કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરાશે
- લગ્નનો વરઘોડો માણવા ગયેલી સગીરા પર દુષ્કર્મ આચરી ત્રણ નરાધમો નાસી છૂટ્યા
વડોદરાઃ એક તાલુકાના નાના એવા ગામમાં સગીર વયની કિશોરીને અંધારામાં ખેંચી જઈને સામૂહિક દુષ્કર્મ આચરવાના ચકચારી બનાવમાં પોલીસે ગણતરીના ક્લાકમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરીને કોવિડ ટેસ્ટ માટે મોકલી આપ્યા છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં 15 વર્ષની પુત્રી પર હવસખોર પિતાએ અનેક વખત ગુજાર્યો દુષ્કર્મ
નરાધમોના ઘરે તપાસ કરતાં ત્રણેય મળી આવ્યા ન હતા
ભોગ બનનાર સગીરાએ ત્રણેય યુવકોના નામો જણાવતા તેના પિતાએ નરાધમોના ઘરે તપાસ કરતાં ત્રણેય મળી આવ્યા ન હતા. બાદમાં કિશોરીના પિતાએ 181 પર ફોન કરીને જાણ કરી હતી. બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મોડી રાત્રે આરોપી ત્રિપુટી પૈકીના પરેશ ઉર્ફે બટાકીને દબોચી લીધો હતો.
પોલીસે ત્રણેય આરોપીઓને કોવિડ ટેસ્ટ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા
આજે વહેલી સવારે પોલીસે નદીના તટ પરથી આ ગુનાના અન્ય બે ફરાર આરોપીઓમાં ચિરાગ બાબુભાઈ માછી અને ભૂપેન્દ્ર કાંતિભાઈ માછીની અટકાયત કરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને કોવિડ ટેસ્ટ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.
![વડોદરાના એક તાલુકામાં લગ્નના વરઘોડા દરમિયાન સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-01-desar-dushkarm-avb-gj10042_31052021110830_3105f_1622439510_348.jpg)
આરોપીઓ હાથ પકડીને કિશોરીને ખેંચીને નજીકના ખેતરમાં લઇ ગયા
સમગ્ર જીલ્લામાં ભારે ચકચાર જગાવનાર આ ઘટનાની વિગત અનુસાર એક તાલુકાના ગામમાં રહેતી કિશોરી લગ્નનો વરઘોડો માણવા ગઈ હતી. ત્યારે ગામમાં જ રહેતા ત્રણ યુવાનોએ તેને હાથ પકડીને ખેંચીને નજીકના ખેતરમાં લઇ ગયા હતા. જ્યાં ત્રણેય યુવાનોએ તેની પર દુષ્કર્મ આચર્યું હતું.
લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ સ્ટાફ સાથે ગામમાં પહોંચ્યા
આ ઘટના અંગે ભોગ બનનાર કિશોરીએ પોતાના કાકાને જણાવતા તેઓએ સગીરાના પિતાને આ બાબતથી વાકેફ કર્યા હતા. જેથી પિતાની ફરિયાદના આધારે ત્રણેય આરોપી સામે સામુહિક દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાઘેલાએ જુદી-જુદી ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. સામૂહિક દુષ્કર્મની ઘટનાને લઇ લોકલ ક્રાઇમ બ્રાંચ(Crime Branch)ના અધિકારીઓ સ્ટાફ સાથે ગામમાં પહોંચી ગયા હતા.
આ પણ વાંચોઃ વડોદરા LCBએ યુવતી પર દુષ્કર્મ આચરનાર પાદરા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરને જયપુરથી પકડ્યો
આરોપીઓ નદીના પટમાં છુપાયા હતા
પોલીસને માહિતી મળી હતી કે, આરોપીઓ નદીના પટમાં છુપાયા છે. જેને પગલે ત્રણેયને ઝડપી પાડયા હતા. પોલીસે કોઠારા ગામમાં રહેતા ચિરાગ બાબુભાઈ માછી, ભુપેન્દ્ર કાંતિભાઈ માસી અને પરેશ ઉર્ફે બટાકી મનુ માછીની અટકાયત કરી હતી. પોલીસે ત્રણેય આરોપીના કોવિડ ટેસ્ટ કરાવી ધરપકડની તજવીજ હાથ ધરી છે. ત્રણ પૈકી એક આરોપી પરણિત હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે.