વડોદરાઃ શહેરના પશ્ચિમ વિસ્તારના 7 સ્પા સેન્ટર અને મસાજ પાર્લરોમાં ગાંધીનગર CID ક્રાઇમની ટીમોએ દરોડા પાડ્યા હતાં. જેમાં 19 વિદેશી યુવતીઓ વર્ક પરમિટ વગર કામ કરી રહી હોવાનું સામે આવ્યું હતુું. હાલ, પોલીસે આરોપી યુવતી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
CID ક્રાઈમે તમામ 19 યુવતીઓના CRPC 164 મુજબ નિવેદન લેવાની સાથે સ્પા સંચાલકોને બોલાવી દસ્તાવેજોની ચકાસણીની કાર્યવાહી શરૂ કરી હતી. CID ક્રાઇમે વાસણાના ગંગોત્રી આઇકોનમાં ડોલ્ફિન સ્પા,અર્બનવન કોપ્લેક્ષ સ્થિત કેમી સ્પા એન્ડ સલૂન,અલકાપુરી બીએન ચેમ્બર્સ સ્થિત ગોડસ સ્પા,મનિષા ચોકડી તનિષ્ક કોમશિયલ હબ સ્થિત કોટેસિયા સ્પા,અકોટા ક્લાસિક કોપ્લેક્ષમાં આવેલા પિન્ક પર્લ સ્પા એન્ડ સલૂન,અક્ષર ચોકના ધી સિગ્નેટ બિઝનેસ હબમાં આવેલા પર્પલ ઓર્ચીડ સ્પા એન્ડ સલૂન, ઇલોરાપાર્કના રિદ્ધિ સિદ્ધિ કોપ્લેક્ષમાં માર્વેલ સ્પા એન્ડ સલૂનમાંથી કુલ 19 વિદેશી યુવતીને વર્ક પરમિટ વગર કામ કરતા ઝડપી લીધી હતી.
પોલીસે આ મામલે ડોલ્ફિન સ્પાના સંચાલક અમીત લાલજીભાઇ લાખાણી અને આનંદ લાલજીભાઇ લાખાણી,કેમીના સંચાલક મેહુલ યોગેશ પરમાર,ગોડસ સ્પાના સંચાલક પૃથ્વીસિંહ દશરથસિંહ રાણા, કોટેસિયા સ્પાના સંચાલક સમીર અશ્વિન જોષ,પિન્ક પર્લના સંચાલકો આકીબ તૈયબશા દિવાન તથા સોનુ પ્રેમ ગુપ્તા અને,પર્પલ ઓર્ચાડના સંચાલક અમીત લાલજી લાખાણી સામે તથા માર્વેલ સ્પાના સંચાલક નિર્ભય જગદીશ પટેલ સામે ગુનો નોંધ્યો હતો.