ETV Bharat / state

ગધેડા માર્કેટમાં દબાણનો સફાયો કરવા પહોંચી ટીમ, અધિકારીઓ વેપારીઓ વચ્ચે તુતુમેંમેં

author img

By

Published : Jan 10, 2023, 5:51 PM IST

Updated : Jan 10, 2023, 6:06 PM IST

વડોદરામાં દબાણ શાખાની ટીમ ગધેડા માર્કેટમાં દબાણનો (Gadheda Market pressure in Vadodara) સફાયો કરવા માટે પહોંચી હતી. જ્યાં દબાણ શાખાની ટીમ પહોંચતા શાકમાર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દબાણ દુર કરવા સમયે અધિકારીઓ સાથે સ્થાનિકો અને વેપારીઓની તુતુમેંમેં થઇ હતી. (Vadodara Municipal Corporation)

ગધેડા માર્કેટમાં દબાણનો સફાયો કરવા પહોંચી ટીમ, અધિકારીઓ વેપારીઓ વચ્ચે તુતુમેંમેં
ગધેડા માર્કેટમાં દબાણનો સફાયો કરવા પહોંચી ટીમ, અધિકારીઓ વેપારીઓ વચ્ચે તુતુમેંમેં
વડોદરાની ગધેડા માર્કેટમાં દબાણનો સફાયો કરવા પહોંચી ટીમ

વડોદરા : શહેર હજુ થોડા સમય પહેલા ગેરકાયદેસર મકાન બાધંકામને દબાણ (Gadheda Market pressure in Vadodara) દુર કરવાની કામગીરી હાથ ધરી હતી, ત્યારે ફરી એકવાર મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ગધેડા માર્કેટમાં પહોંચી હતી. પાલિકાની દબાણ શાખાની ટીમ દબાણનો સફાયો કરવા માટે પહોંચતા શાકમાર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રસ્તા પર લારીઓ લઇને શાકભાજી વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.(Vadodara Municipal Corporation)

શુું છે સમગ્ર મામલો મળતી માહિતી મુજબ શહેરમાં કિશનવાડી ગધેડા માર્કેટ શાકભાજીની રોડ પરની (Vadodara Gadheda Market pressure) લારીઓ પાલિકાની દબાણ શાખાની ટીમે જપ્ત કરી હતી. માર્કેટ સુપરીટેન્ડન્ટની આગેવાનીમાં દબાણ શાખાની ટીમે દબાણો દૂર કર્યા હતા. આ કામગીરી દરમિયાન અધિકારીઓ સાથે સ્થાનિકો અને વેપારીઓની તુતુમેંમેં થઇ હતી. ગધેડા શાકમાર્કેટમાં પહેલા વેપારીઓ અંદર બેસતા હતા. પરંતુ કોરોનાકાળમાં વધારે ભીડ થવાથી વેપારીઓએ રસ્તા પર બેસવાનુ શરૂ કર્યું છે. (Vadodara Pressure Branch Team)

આ પણ વાંચો આવાસની સાઈટ પર ગેરકાયદેસર મકાન તોડી પાડતું તંત્ર, આખરે મેદાન સાફ

અવરજવર કરવાનો રસ્તો બ્લોક અધિકારીએ જણાવ્યું કે, ગધેડા શાકમાર્કેટમાં વેપારીઓ નાગરિકોને અવરજવર કરવાનો રસ્તો બ્લોક કરતા હતા. આ બન્ને રસ્તાઓ ખુલ્લા કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભૂતકાળમાં પણ આ રીતે તમામ વેપારીઓને સ્વિફ્ટીંગ વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં વેપારીઓ રોડ પર બેસે છે એટલા માટે રસ્તાઓ ખુલ્લો કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે વેપારીઓએ સુવિધા નથી મળી રહી તેવો રાગ આલાપ્યો હતો. (Vadodara Municipal Corporation Pressure Branch)

આ પણ વાંચો ડીસા તાલુકાના રામપુરા ગામે ગેરકાયદેસર દબાણ પર ફર્યુ બુલ્ડોઝર

વેપારીઓની મુશ્કેલી વેપારીઓનું કહેવું છે કે ત્યાં એટલી ગંદકી છે કે લોકો શાક લેવા આવતા નથી. અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ ગંદકી દૂર થઇ નથી. જ્યારે હવે અધિકારીઓનુ કહેવું છે કે, માર્કેટમાં બેસવાની વ્યવસ્થા હોવાથી ત્યાં બેસવું, રસ્તા પર બેસવાથી નાગરિકોને રસ્તે નીકળતા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વેપારીઓએ જણાવ્યું કે, અમારી માંગ એવી છે કે વર્ષોથી માર્કેટ અહીં રહી છે. અધિકારીઓ એવુ કહી રહ્યા છે કે, અહીંથી લારીઓ હટાવો. જો લારી હટાવીશું તો અમે ક્યાં જશું? (vadodara news today)

Last Updated : Jan 10, 2023, 6:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.