વડોદરા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એરોસ્પેસ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન (Inauguration Aerospace Exhibition) કરવામાં આવ્યું હતું. શહેરના આજવા રોડ લેપ્રસી મેદાન ખાતે (Ajwa Road Leprosy Ground of Vadodara) એરોસ્પેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદીના ઉદ્ઘાટન બાદ સામાન્ય નાગરિકો માટે એરોસ્પેસ એક્ઝિબિશન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશન લોકો માટે આજના દિવસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. એરોસ્પેસ એક્ઝિબિશનમાં પ્રચંડ હેલિકોપ્ટર, વરુણાસ્ત્ર, અસ્ત્રા, મ્રાસમ, આકાશ જેવી મિસાઇલો પણ રાખવામાં આવી છે. આ કાર્યક્રમમાં તાતા એરબસ સી 295 જે ભારતમાં બનનાર પ્રથમ એરક્રાફ્ટ (First aircraft made in India) હશે. આ સાથે ડિફેન્સમાં ઉપયોગમાં આવતી ભારતમાં બનેલી પ્રોડક્ટનું એરોસ્પેસ એક્ઝિબિશનમાં પ્રદર્શન (Aerospace Exhibition of Made in India products) યોજવામાં આવ્યું છે. જે આવનાર સમયમાં અત્યાધુનિક સવલતો પુરી કરી શકે તે પ્રકરની ટેકનોલોજીથી સજ્જ છે.
અભ્યુદય ભારત મેગા ડિફેન્સ આ એરોસ્પેસ એક્ઝિબિશનમાં અભ્યુદય ભારત મેગા ડિફેન્સ ક્લસ્ટર દ્વારા ઇન્ટરગરેટેડ બેટલ મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવા માટેનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કંપનીના CMD ધવલ રાવલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનનું આહવાન છે કે ભારત ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભય જ નહીં પણ ગ્લોબલ ડિફેન્સ હબ બને તે હેતુથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ કંપનીમાં 600થી વધુ એકમો અને મેમ્બર છે. જે બધા યુનિટોને ડિફેન્સમાં આવવા માટે એમ હોલ્ડિંગ આપવામાં આવી રહ્યું છે. આ કંપની દ્વારા બે પ્રોજેકટ મુકવામાં આવ્યા છે. જેમાં એક ઇન્ટરગરેટેડ બેટલ મેનેજમેન્ટ સિસ્ટમ જે 5 જી ડેટા અને કોમ્યુનિકેશન બેટલ મેનેજમેન્ટ સિસ્ટમ(Data and Communication Battle Management System) સેટેલાઇટ દ્વારા 2 મિનિટમાં સૈનિકથી લઈ કમાન્ડર સુધીના લોકોને કનેક્ટ કરે છે.
માનવરહિત એરિયલ સિસ્ટમ આ સાથે માનવરહિત એરિયલ સિસ્ટમ જે હેલિકોપ્ટર છે. ભારતમાં પ્રથમ વાર છે જે 800 કિમી સુધી વનવે ટ્રાવેલ કરે છે. આ હેલિકોપ્ટરમાં એન્જીન અને રોટર હોય છે પણ પાયલોટ હોતો નથી. જેને કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ મોકલી શકે છે. આ સાથે અટેક હેલિકોપ્ટર અને એમ્બ્યુલન્સ તરીકે પણ કામ કરી શકે તેવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે.
ડિફેન્સ ક્ષેત્રે ખૂબ પ્રગતિ થાય તેવા એરોસ્પેસ એક્ઝિબિશન શહેરના લેપ્રસિ મેદાન ખાતે ગઈકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેક ઇન ઇન્ડિયા એરક્રાફ્ટના મેન્યુફેક્ચરિંગ યુનિટનો હબ બને તે માટે લીલી ઝંડી આપી છે ત્યારે આજ મેદાન ખાતે એરોસ્પેસ એક્ઝિબિશન પણ વડાપ્રધાન દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ એરોસ્પેસ એક્ઝિબિશનમાં પ્રચંડ હેલિકોપ્ટર, વરુણાસ્ત્ર,અસ્ત્રા,મ્રાસમ,આકાશ જેવી મિસાઇલો પણ રાખવામાં આવી છે. સાથે ડિફેન્સ ક્ષેત્રે અત્યાધુનિક ટેકનોલોજી વિકસિત સાધનોને પણ આકર્ષણ જમાવ્યું છે. આ આવનાર સમય માટે ખૂબ મોટી બાબત છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે પોતાના ભાષણમાં કહ્યું હતું.