- નાયબ મુખ્યપ્રધાન પર ચપ્પલ ફેંકવાનો મામલો
- કરજણના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ મહામંત્રીએ કરી સ્પષ્ટતા
- ચપ્પલ ફેકનાર રશ્મિન પટેલ પહેલા ભાજપનો કાર્યકર હતો
વડોદરાઃ જિલ્લાના કરજણમાં થોડા દિવસ પહેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર કોઇ વ્યક્તિએ ચપ્પલ ફેક્યું હતો. ત્યારે આ ચપ્પલ ફેંકનાર રશ્મિન પટેલ ભાજપનો જ પૂર્વ કાર્યકર હોવાનું સામે આવ્યું છે. આ બાબતને લઈને અનેક ચર્ચાઓ વચ્ચે અંતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલે તેમજ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટે પત્રકારો સમક્ષ આ સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, આ પહેલા ભાજપનો કાર્યકર હતો, પરંતું હવે નથી.
રશ્મિન પટેલ શિનોર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન હતા
ઉલ્લેખનીય છે કે, રશ્મિન પટેલ વર્ષ-2010થી 2013 દરમિયાન શિનોર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યો છે. જ્યારે તેની પત્ની 23-1-2012 થી 6-2-2014 દરમિયાન શિનોરમાં સરપંચ હતી. તે સમયે રશ્મિન પટેલ ભાજપના સક્રિય કાર્યકર હતા. એમ પણ કહેવાય છે કે, રશ્મિન પટેલ અને કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ નિશાળીયા જૂથના ગણાતા હતા. રશ્મિન પટેલે નાયબ મુખ્યપ્રધાન ઉપર ચપ્પલ ફેંકવાનું કાવતરું ભાજપના જ કોઇ મોટા માથાના ઇશારે કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, મંગળવારે વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષકે પ્રેસ કોન્ફરન્સ કરી રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર હોવાનું જિલ્લા પોલીસની તપાસમાં બહાર આવ્યું હોવાનું જણાવ્યું હતું.