ETV Bharat / state

Youth 20 India: પર્યાવરણ સંરક્ષણ અંગે યોજાયેલી સમિટમાં 62 દેશના ડેલિગેટ્સ આવ્યા પણ CM નહીં - Youth 20 India

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં પર્યાવરણ સંરક્ષણ માટે યુથ 20 ઈન્ડિયા સમિટ યોજાઈ હતી. અહીં G20 દેશોના 167 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જોકે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત મુખ્ય મહેમાનો ગેરહાજર રહેતા સિન્ડિકેટ સભ્યએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા.

Youth 20 India: પર્યાવરણ સંરક્ષણ અંગે યોજાયેલી સમિટમાં 62 દેશના ડેલિગેટ્સ આવ્યા પણ CM નહીં

author img

By

Published : Feb 25, 2023, 6:11 PM IST

યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યએ કર્યા આક્ષેપ

વડોદરાઃ વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 2 દિવસીય Y20 ઈન્ડિયા સમિટ યોજાઈ રહી છે, જેમાં 62 દેશોના 600થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. જળવાયુ પરિવર્તન અને પર્યાવરણીય સંરક્ષણની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદઘાટન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા થવાનું હતું પરંતુ કાર્યક્રમમાં કોઈ કારણોસર ઉપસ્થિત રહી શક્યા નો હતા સાથે અન્ય મુખ્ય મહેમાનોની ગેરહાજરી જોવા મળી હતી. ત્યારે સિન્ડિકેટ સભ્ય દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ G20 Summit in India: ધોળાવીરાને જોઈને વિદેશી ડેલિગેટ્સના મોઢા ખૂલ્લાંને ખૂલ્લાં જ રહી ગયા

62 દેશના 167 પ્રતિનિધિ જોડાયા: આ કોન્ફરન્સમાં G20 દેશોના 167 પ્રતિનિધિ, 8 આંતરરાષ્ટ્રીય વિદ્વાનો, 12 રાષ્ટ્રીય વિદ્વાનો, 25 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ, 25 રાષ્ટ્રીય પ્રતિનિધિઓ, 25 યુવા મંત્રાલયના પ્રતિનિધિઓ, પર્યાવરણ પર કામ કરતા 50 સ્ટાર્ટ-અપ્સ, 15 શોધ વિદ્વાનો, 10 NSS સભ્યો અને 250 શહેરી આયોજન, આબોહવા પરિવર્તન અને પર્યાવરણ અધ્યયનના વિષયોનો અભ્યાસ કરતા વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

વિદેશી મહેમાનો જોડાયા: આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં અલગઅલગ પૂર્ણ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ પૂર્ણ સત્ર 'ક્લાઈમેટ ચેન્જ અને ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન’ના ક્ષેત્રમાં યુવાનો અને તકોની ભૂમિકા પર રાખવામાં આવ્યું હતું, જેમાં ફિનલેન્ડના આર્બોનોટ ઓવાય લિમિટેડના પ્રમુખ ડૉ. તુમો કૌરાને, અના લોબોગ્યુરેરો, ડાયરેક્ટર, એલાયન્સ BI અને ITA, કોલંબિયા, એસ. જે. હૈદર, અગ્ર સચિવ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, ગુજરાત સરકાર, ગોપાલજી આર્ય, રાષ્ટ્રીય કન્વીનર, પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ: પ્રો.(ડૉ.) અનિલ કુલકર્ણી, વિઝિટિંગ સાયન્ટિસ્ટ, દિવેચા સેન્ટર ફૉર ક્લાઈમેટ ચેન્જ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ- બેંગલુરું ઉપસ્થિત રહ્યા હતા.

62 દેશના 167 પ્રતિનિધિ જોડાયા
62 દેશના 167 પ્રતિનિધિ જોડાયા

ક્લાઈમેન્ટ ચેન્જ સ્ટાર્ટ અપ: બીજું પૂર્ણ સત્ર 'ક્લાઈમેટ ચેન્જ સંબંધિત સંશોધન, નવીનતા અને સ્ટાર્ટ-અપ' પર રાખવામાં આવ્યું છે, જેમાં બ્રુસ કેમ્પબેલ, ડાયરેક્ટર, CGIAR રિસર્ચ પ્રોગ્રામ ઑન ક્લાઈમેટ ચેન્જ, એગ્રીકલ્ચર એન્ડ ફૂડ સિક્યોરિટી, રોમ; ડૉ.અજીત ગોવિંદ, કૈરોના ક્લાઈમેટોલોજિસ્ટ; ડૉ. શિલ્પી કુશવાહા, પર્યાવરણ વૈજ્ઞાનિક; રાજેશ્વરી સિંહ, ફાઉન્ડર ડિરેક્ટર, કારવાં ક્લાસરૂમ ફાઉન્ડેશન અને કૌટિલ્ય પંડિત, ગૂગલ બોય તેમના વિચારોને જાણવાનો પ્રતિભાવ આપ્યો હતો.

અનુભવનું અદાનપ્રદાન: ત્રીજું પૂર્ણ સત્ર 'અનુભવ શેરિંગ, ક્લાઈમેટ ચેન્જ અને ડિઝાસ્ટર-રિસ્ક રિડક્શન સંબંધિત શ્રેષ્ઠ પ્રેક્ટિસ' પર રાખવામાં આવ્યું છે, જેમાં અમગદ એલમહદી, ઈન્ટરનેશનલ વોટર એન્ડ નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ; અરુણ ગોવિંદ, કન્સલ્ટન્ટ રેડ ડીયર, કેનેડા ચેરમેન; રાજેન્દ્ર સિંહ, તરુણ ભારત સંઘ; ડૉ. પ્રશાંત ગરગવા, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મેમ્બર સેક્રેટરી અને ડૉ. જીન્સી રોય, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્મો) તેમનું જ્ઞાનને પીરસ્યું હતું.

'મેકિંગ સસ્ટેનેબિલિટી એ વે ઓફ લાઈફ’ ચર્ચા: ચોથા પૂર્ણ સત્રમાં ‘મેકિંગ સસ્ટેનેબિલિટી એ વે ઑફ લાઈફ’ પર એક પેનલ ચર્ચા કરવાં આવી છે. જેમાં ફિલિપ સિઆસ, LSCE, ધ ક્લાઈમેટ ચેન્જ રિસર્ચ યુનિટ, IPSL, પેરિસ; પ્રો. શાર્લોટ ક્લાર્ક, એક્ઝિક્યુટિવ ડીન, ફેકલ્ટી ઓફ સોશિયલ સાયન્સ એન્ડ હેલ્થ, ડરહામ યુનિવર્સિટી; કુ.આર્ય ચાવડા, યંગ એન્વાયરમેન્ટ ક્રુસેડર; હરદીપ દેસાઈ, કોટન કનેક્ટ સાઉથ એશિયા પ્રાઈવેટ લિમિટેડના ફાર્મ ઓપરેશનના વડા, સ્નેહા શાહ, કન્વર્ઝનિસ્ટ અને UNEP એમ્બેસેડર અને દેવાંશ શાહ, પોલિસી કન્સલ્ટન્ટ, સંચાર રાજ્ય મંત્રાલએ ભાગ લીધો હતો.

આ પણ વાંચોઃ G20 Summit in Kutch : G20ના આયોજનમાં ફરી કચ્છી કલા ખીલી, રોગાન કલાના રંગોમાં લોગોનું નિર્માણ

મુખ્ય મહેમાનોની ગેરહાજરી સામે રોષ: આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન સહિતના આમંત્રણ પત્રિકામાં મુખ્યમહેમનોની ગેરહજારીને લઈ સિન્ડિકેટ સભ્ય દ્વાર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સિન્ડિકેટ સભ્ય કપિલ જોશીએ જણાવ્યું હતું કે આજે જી20 અંતર્ગત યુથ 20 કાર્યક્રમ આવકાર્ય છે. પરંતુ જ્યારે પણ યુનિવર્સિટીમાં આવા કાર્યક્રમો કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં તમામ મુખ્ય મહેમાનોના આમંત્રણ પત્રિકામાં નામ છે. જેમાંથી એકમાત્ર મેયરની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. આ વારંવાર યુનિવર્સિટીનું અપમાન થઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુખ્યમહેમનો આવ્યા છે જે માત્ર મુખ્યપ્રધાનને સાંભળવા આવ્યા હતા. આ એક પ્રકારના તાયફા ન કરવામાં આવે અને ખોટો નાણાનો વ્યય ન કરવો જોઈએ તે જ અમારો વિરોધ છે. વધુમાં જણાવ્યું કે અગાઉ ગોલ્ડ મેડલ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ગેર હજાર રહ્યા હતા. જેથી કરીને વારંવાર યુનિવર્સિટીનું અપમાન થઈ રહ્યું છે. આવનાર દિવસોમાં આજ પ્રકારે થશે તો અમે આંદોલન કરીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.