ETV Bharat / state

કરજણમાં ઓવરબ્રિજ અંગે તંત્રની બેદરકારી સામે આવતા પ્રજાજનોમાં ભય અને રોષ જોવા મળ્યો - Bearings damage of overbridges

વડોદરા જિલ્લાના કરજણમાં નવા બજાર અને જુના બજારને જોડતો ઓવરબ્રિજ અંગે તંત્રની બેદરકારી સામે પ્રજાનો રોષ જોવા મળ્યો છે. જે છેલ્લા છ માસથી બ્રિજ ઉપર ભારદારી વાહનો માટે પ્રવેશ બંધી હતી. હવે પ્રજાની માંગ છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તંત્રની બેદરકારીને (Negligence of System regarding Karjan overbridge) કારણે હાલમાં આ જર્જરિત બ્રિજ પરથી ભારદારી વાહનો પસાર થવાથી બ્રિજ ગમે ત્યારે ધરાશાયી થઈ જાય એવો પ્રજાજનોમાં ભય છે.

કરજણમાં ઓવરબ્રિજ અંગે તંત્રની બેદરકારી સામે આવતા પ્રજાજનોમાં ભય અને રોષ જોવા મળ્યો

author img

By

Published : Nov 2, 2022, 10:37 PM IST

વડોદરા જિલ્લાના કરજણમાં (Karjan overbridge) નવા બજાર અને જુના બજારને જોડતો રેલવે ઉપરનો વર્ષો જુનો ઓવરબ્રીજ (Overbridge connecting New Bazaar and Old Bazaar) છેલ્લા ઘણાં સમયથી નીચેની બાજુએથી જર્જરિત થતા 6 માસ ઉપરાંતથી ભારદારી વાહનો પસાર ન થાય તે માટે પ્રવેશ બંધ (Entry closed for heavy vehicles) કરવામાં આવ્યો હતો. રોડની બંને બાજુ એંગલો લગાવાઈ દેવાઈ હતી. જેથી લોકોનું જીવન જોખમાય નહીં.

કરજણમાં ઓવરબ્રિજ અંગે તંત્રની બેદરકારી સામે પ્રજાનો રોષ

વર્ષો જૂનો ઓવરબ્રિજ ભયજનક વર્ષો પહેલા આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. તે જર્જરિત થતાં તેનું રીનોવેશન કરીને ફરી શરૂ કરવામાં આવ્યો હતો. તેમ છતાં થોડાં સમયમાં ફરી આ બ્રિજની બેરિંગો ડેમેજ (Bearings damage of overbridges) થતા આ બ્રિજની મરામત કરી ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. રોડની બંને બાજુ એંગ્લો લગાવી દેવાયા હતા. આ બ્રિજ પર ભયંકર અકસ્માત પણ સર્જાય છે.

અચાનક આ બ્રિજ ઉપરથી ભારદારી વાહનો પસાર થવા લાગ્યા પુલનું કોઈપણ સમારકામ કર્યા વગર જ છેલ્લા 25 દિવસ ઉપરાંતથી બંને બાજુ લગાવેલી એંગલો કાઢી નાખવામાં આવી હતી. જેથી ભારદારી વાહનો આ ઓવર બ્રીજ પરથી પૂર ઝડપે પસાર થઈ રહ્યા છે. કરજણ નવા બજાર અને જુના બજારને જોડતો જુનો ઓવરબ્રિજ છેલ્લા ઘણા મહિનાઓથી જર્જરિત હાલતમાં થઈ જવા પામ્યો છે. જેને લઈને તંત્ર દ્વારા બ્રિજને બંને છેડાઓ પરથી એંગલો મારીને ભારદારી વાહનો માટે પ્રવેશબંધી કરી દેવામાં આવ્યો હતો. પરંતુ વારંવાર એંગલો તોડીને ભારદારી વાહનો પસાર થઈ જતા હતા. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?

તંત્ર સામે પ્રજાનોનો રોષ તંત્રની બેદરકારીને કારણે હાલમાં આ જર્જરિત બ્રિજ પરથી ભારદારી વાહનો પસાર થવાથી બ્રિજ ગમે ત્યારે ધરાશાયી થઈ જાય એવો પ્રજાજનોમાં ભય (Negligence of System regarding Karjan overbridge) છે. જેને લઈને તંત્ર દ્વારા ભારદારી વાહનો માટે આ બ્રિજ બંધ કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. તંત્ર શું મોરબીમાં બનેલા ઝૂલતાં પુલની ઘટનાનું પુનરાવર્તન થાય તેની રાહ જોઈ રહ્યું છે ? આવી બેદરકારી સામે પ્રજાજનોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.