ETV Bharat / state

Vadodara news: સગીરાને ભગાડી જનાર યુવાનના પરિવારજનોએ સગીરાના ઘરે જઇ તોફાન મચાવ્યું - સગીરાના ઘરે જઇ તોફાન મચાવ્યું

સગીરાને ભગાડી જનાર યુવાનના પરિવારજનોએ સગીરાના ઘરે જઈ હંગામો કરતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હોય તેવી ઘટના સામે આવી છે. યુવાનની માતાએ સગીરાના ઘરે જઇ સગીરાના પરિવારને ચિમકી આપી કે, 'સમજી જાવ નહીં તો બીજીવાર મારો દીકરો ભગાડી જશે'.

The family of the young man who chased away the minor went to the minor's house and created a storm

author img

By

Published : Jan 20, 2023, 1:07 PM IST

વડોદરા: એક મહિના અગાઉ સગીરાને ભગાડી જનાર યુવાનના પરિવારજનો સાથે સમાધાન થયું છતાં યુવાને પુનઃ સગીરાને હેરાનગતિ કરવાનું ચાલુ રાખ્યું હતું. યુવાનને સગીરાના ભાઇએ ઠપકો આપતા રોષે ભરાયેલા યુવાન અને તેના પરિવારજનોએ સગીરાના ઘરે જઇ હંગામો કર્યો હતો અને યુવાનની માતાએ સગીરાના ઘરે જઇ સગીરાના પરિવારને ચિમકી આપી કે, 'સમજી જાવ નહીં તો બીજીવાર મારો દીકરો ભગાડી જશે'. આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી આરંભી હતી.

એક મહિના અગાઉ સમાધાન થયું: શહેરના તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા પરિવારની 16 વર્ષની એક માસ પહેલાં સગીરા નોકરી ઉપર ગઇ હતી. તે સમયે પાદરા તાલુકાના સાંગમા ગામનો કાર્તિક સુરેશભાઇ ચૌહાણ અટલાદરા વિસ્તારમાંથી સવારના સમયે ભગાડી ગયો હતો. અને રાત્રે 10 વાગે છાણી પોલીસ મથકમાં સગીરાને લઇ હાજર થઇ ગયો હતો. કાર્તિકના પરિવારજનો તેમજ સગીરાના પરિવારજનો વચ્ચે સમાધાન થયું હતું. અને બંને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા.

પરિવારના સભ્યએ ઠપકો આપ્યો: છેલ્લા દસ દિવસથી કાર્તિક ચૌહાણે સગીરાને પોતાની માયાજાળમાં ફસાવવા માટે સગીરાના ઘરની આસપાસ આંટા-ફેરા શરૂ કર્યા હતા. ઉત્તરાયણના દિવસે પણ કાર્તિક સગીરાના ઘરની શેરીઓમાં બાઇક લઇને આવી પહોંચ્યો હતો. સગીરાને ઇશારા કરી હેરાન કરતો હતો તે સમયે કાર્તિકને સગીરાના પરિવારજનોએ ઠપકો આપ્યો હતો અને જણાવ્યું હતું કે, જો ફરીવાર વિસ્તારમાં આવીશ તો પરિણામ સારું આવશે નહિં. આ બાબતને લઇ કાર્તિક ઘરે પોતાના પરિવારને જાણ કરી હતી.

મામલો મારામારી સુધી પોહચ્યો: સગીરાના પરિવારજનોએ આપેલ ચેતવણીથી રોષે ભરાયેલ કાર્તિક તેના માતા-પિતા તથા ભાઇને લઇ સગીરાના ઘરે આવી પહોંચ્યો હતો અને કાર્તિક સહિત પરિવારે સગીરાના પરિવારજનો સાથે ઝઘડો કર્યો હતો. જેમાં કાર્તિકની માતાએ સગીરાના ચારીત્ર્ય ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા અને બીભત્સ વર્તન કર્યું હતું. જેમાં કાર્તિકની માતાએ સગીરાના પરિવારને એમ પણ જણાવ્યું હતું કે, તમે સુધરી જજો. એક વખત તો મારો દીકરો તમારી દીકરીને ભગાડી ગયો હતો. બીજી વખત પણ ભગાડી જશે. તેવા અપશબ્દો બોલી સગીરાની મતાા સાથે ઝપાઝપી કરી હતી. ઉપરાંત કાર્તીક અને તેના ભાઇ સંદિપે પણ સગીરાના ભાઇ અને પિતા સાથે ઝપાઝપી કરી ઝઘડો કર્યો હતો.

આ પણ વાંચો Newborn abandoned case: કચરામાં ફેંકી દીધેલા બાળકને માતાએ સ્વીકાર્યું, ફેંકવા પાછળનું કારણ ઉઘડ્યું

સમાધાન છતાં ફરી વિવાદ: સગીરાના ઘરે જઇ ઝઘડો કરનાર કાર્તિક અને તેના પરિવારજનોએ મામલો શાંત પાડવા માટે પડેલા સગીરાના પિતરાઇ ભાઇ ઉપર પણ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત કાર્તિકના પરિવારના હુમલામાં સગીરાના પિતાને પણ ઇજા પહોંચી હતી. એક પહેલાં સમાધાન થઇ ગયા પછી પણ કાર્તિક ચૌહાણ સગીરાને પોતાની જાળમાં ફસાવવા માટે અવાર-નવાર હેરાન કરતો હોવાથી સગીરાના પરિવારજનો ત્રાહીમામ પોકારી ગયા હતા અને આખરે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો Valsad news: ધરમપુરથી 9 લાખનો કોસ્મેટીક ચોરનાર વોન્ટેડ ઝડપાયો

તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ: દરમિયાન સગીરાના પિતાએ તાલુકા પોલીસ મથકમાં દીકરીને હેરાન કરતા સાંગમા ગામના કાર્તિક ચૌહાણ તેમજ પોતાના દીકરાનું ઉપરાણું લઇ ઝઘડો કરવા માટે આવેલા કાર્તિકના પિતા સુરેશભાઇ ચૌહાણ માતા અલ્પાબહેન ચૌહાણ, અને નાના ભાઇ સંદિપ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે કાર્તિક ચૌહાણ સામે સગીરની છેડતી તેમજ તેના પરિવારજનો સામે મારા-મારી અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.