ETV Bharat / state

વડોદરામાં અનલોક-3 માં પણ ડી.જે. પરનો પ્રતિબંધ યથાવત રહેતાં સંચાલકોએ ધરણાં કરી વિરોધ નોંધાવ્યો - DJ sanchalako padra

વડોદરામાં લોકડાઉન બાદ અનલોકડાઉન-3માં પણ ડી.જે. મ્યુઝિક સિસ્ટમ પરનો પ્રતિબંધ યથાવત રહેતાં 150થી વધુ સંચાલકોએ પાદરા મામલતદારની કચેરી ખાતે ધરણાં કરી વિરોધ નોંધાવ્યો હતો.

વડોદરા
વડોદરા
author img

By

Published : Aug 5, 2020, 2:38 PM IST

વડોદરા : પાદરા ડી.જે સાઉન્ડ સિસ્ટમ સાથે સંકળાયેલા 150 જેટલા સંચાલકો પાદરા મામલતદાર કચેરી ખાતે ભૂખ હડતાળ આંદોલન શરૂ કર્યું હતું. રામધૂન સાથે આંદોલનના શ્રી ગણેશ કર્યા હતાં અને જો માંગણી સ્વીકારવામાં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પાદરા ડી.જે સાઉન્ડ સિસ્ટમ સાથે સંકળાયેલા 150 જેટલા ડી.જે ના સચાલકોએ પાદરા મામલતદાર કચેરીએ ભૂખ હડતાળ આંદોલન શરૂ કર્યું હતું.

વડોદરામાં અનલોક- 3 માં પણ ડી.જે પરનો પ્રતિબંધ યથાવત રહેતાં સંચાલકોએ ધરણાં કરી વિરોધ નોંધાવ્યો

લોકડાઉન દરમિયાન તે બાદ પણ લગ્નસર અને શુભ પ્રસંગની સિઝન પડી ભાગી હતી અને સિઝન ધંધો કરતા ડી.જે સાઉન્ડના સંચાલકો દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ ધંધો કરવાની પરવાનગી આપવામાં આવે અથવા તો સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

આ માટે અગાઉ આવેદનપત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. પરંતુ સાઉન્ડ સિસ્ટમ અને લાઈટીંગના ધંધો કરતા લોકોની માગ સ્વીકારવામાં નહિ આવતા આ તમામ દ્વારા પાદરા મામલતદાર કચેરી ખાતે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. લોકડાઉનમાં લગ્નો રદ થયા હતા,તે બાદ સિઝન ફેલ જતા ડી.જે સચાલકોના પરિવારની દયનીય હાલત થતા ભૂખ હડતાળ આંદોલન શરૂ કર્યું હતું અને જો માંગણી સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી આંદોલન શરૂ રહેશે તેમ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.