ETV Bharat / state

સુરત ન્યૂઝ: બે નિરાધાર આદીવાસી દીકરીનો આધાર બન્યાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા, શિક્ષણની સંપૂર્ણ જવાબદારી ઉપાડી

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાનો વધું એક સંવેદનશીલ અભિગમ સામે આવ્યો છે. સુરત જિલ્લાના લાડવી ગામે હળપતિ વાસમાં રહેતી અને માતા-પિતા વિહોણી આદિવાસી બે દીકરીની રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા સહારો બન્યાં છે. તેમણે અહીં રહેતી 8 અને 6 વર્ષની બે દિકરીઓના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો છે સાથે જ આ બાળકીઓને પાકુ ઘર મળે તે માટે સંબંધીત અધિકારીઓને આદેશ આપ્યો છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2023, 11:33 AM IST

Updated : Nov 24, 2023, 2:46 PM IST

બે નિરાધાર આદીવાસી દીકરીનો આધાર બન્યાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા

સુરત: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લાડવી ગામે રહેતી ૮ વર્ષીય સંજના કિશનભાઈ રાઠોડ અને ૬ વર્ષીય વંશિકા કિશનભાઈ રાઠોડના પિતા હવે આ દુનિયામાં નથી. જેને પગલે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ બંને બહેનોના શિક્ષણની સંપૂર્ણ જરૂરિયાત અને ચીજવસ્તુઓની જવાબદારી પોતાના શિરે લીધી છે. એટલું જ નહીં રાજ્ય શિક્ષણ મંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બંને દીકરીઓને રહેવા માટે પાક્કા મકાનની વ્યવસ્થા કરવા માટે સંબધિત અધિકારીઓને સૂચના આપી હતી.

આદિવાસી દિકરીઓને પાકુ ઘર મળે તે માટે સંબંધીત અધિકારીઓને આપ્યાં આદેશ

બંને દિકરીઓની કપરી સ્થિતિ: લાડવી ગામના સ્થાનિક જશુબેન રાઠોડના જણાવ્યાં અનુસાર સંજના અને વંશિકા આ બંને દીકરીઓના પિતા કિશનભાઈ રાઠોડનું એક મહિના પહેલાં મૃત્યું થયું હતું. જ્યારે બંને દિકરીની માતા થોડા મહિના પહેલાં જ તેમને મૂકીને ક્યાંક ચાલી ગઈ છે, તેથી બન્ને દિકરીઓ નિરાધાર થઈ ગઈ. બંને દિકરીઓ ગામમાં જઈને નાનું-મોટું કામ કરીને ૧૦-૨૦ રૂપિયા ભેગા કરતી હતી અને ટકનું લાવીને પેટ ભરતી હતી. ફળિયાના લોકો દ્વારા પણ તેઓને થાય એટલી મદદ કર વામાં આવતી હતી. બન્ને દીકરીઓને સરકાર પૂરતી મદદ કરશે તેવી એમને આશા-અપેક્ષા છે.

બંને દિકરીઓના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી ઉપાડી

મંત્રી પ્રફુલ પાનસેરિયાનો સંવેદનશીલ અભિગમ: લાડવી ગામના ઉપ.સરપંચ નિમેષભાઈ એ જણાવ્યું હતું કે, અમારાં ગામમાં બે દીકરીઓ આ પરિસ્થિતિમાં રહે છે, એ મને જાણવા મળતા જ અમે તેમની મુલાકાત લીધી હતી અને સમગ્ર બાબતની જાણ મંત્રી પ્રફુલ પાનસેરિયાને કરતાં તેઓ તુરત આ બન્ને દીકરીઓને મળવા દોડી આવ્યાં હતા અને બંને દિકરીઓને દત્તક લેવાની જાહેરાત કરી હતી.

સુરતના લાડવી ગામે બે નિરાધાર દિકરીઓની પ્રફુલ પાનશેરિયાએ લીધી મુલાકાત

સાચી સમાજ સેવાનું પ્રેરક ઉદાહરણ બતાવ્યું: ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પ્રફુલ પાનશેરીયાએ આ રીતે સમાજસેવાનાં કાર્યો કરીને એક દાખલો બેસાડયો હતો. અગાઉ પણ એક વખતે જાતે સ્કૂલમાં શૌચાલય સાફ કરીને કેવી રીતે વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા ઊભી કરી શકાય છે તે શાળા સંચાલકોને બતાવ્યું હતું. આ ઉપરાંત શિક્ષણમાં સુધારાની સાથે શાળાઓમાં સ્વચ્છતા અભિયાન પ્રત્યે પણ તેમનો આગ્રહ રહે છે.

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા આદિવાસી બે દિકરીઓની વ્હારે

  1. સુરતમાં શ્વાન કરડતાં બાળકીની આંખ બહાર આવી ગઇ, આઈ ગ્લોબ ડેમેજની મુશ્કેલ સર્જરી થઇ પણ દ્રષ્ટિને લઇ પ્રશ્નાર્થચિહ્ન
  2. અન્ય રાજ્યો તમને લોભામણી લાલચ આપશે પરંતુ ગુજરાતમાં રોકાણ કરેલા પૈસા સુરક્ષિત : હર્ષ સંઘવી

Last Updated : Nov 24, 2023, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.