વડોદરા: રાજ્યના શિક્ષણ પ્રધાન ડો.કુબેર ડિંડોર વડોદરાની મુલાકાતે આવ્યા હતા. ખાનગી શાળા દ્વારા સફળતાનાં 30 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાનએ હાજરી આપી હતી. નવી શિક્ષણ નીતિ અને ધોરણ 1માં પ્રવેશ મામલે નિવેદન આપ્યુ નાના બાળકોનું વર્ષ ન બગડે એના માટે સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરાઇ છે.
નવી શિક્ષણનીતિ: સરકારની નવી શિક્ષણનીતિને લઇને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 3 લાખથી વધુ બાળકોનું નવી શિક્ષણ નીતિના અમલથી 1 વર્ષ બગડી રહ્યું છે. જેના કારણે વાલીઓ નવી નીતિનો વિરોધ કરી રહ્યાં છે. નવી શિક્ષણ નીતિ અને વિરોધ અંગે ગુજરાતના શિક્ષણપ્રધાન ડો.કુબેર ડિંડોર જણાવ્યું કે-CBSCમાં આ પ્રણાલી ચાલુ જ છે. બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લીધો છે.
પ્રારંભિક શાળામાં પ્રવેશ: શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 31-1-2020ના રોજ એક જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાઇટ ટુ એજ્યુકેશન રૂલ્સ-2012ના નિયમ ક્રમાંક-3માં સુધારો કરી શૈક્ષણિક વર્ષ 2023-24થી 1 જૂનના રોજ જે બાળકની ઉંમરનું છઠ્ઠું વર્ષ પૂરુ થયું ન હોય તેવા બાળકને સામાન્ય રીતે પ્રારંભિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમ જણાવાયું હતું. શૈક્ષણિક વર્ષ 2023-24થી 1 જૂનના રોજ જે બાળકની ઉંમર 6 વર્ષથી ઓછી હશે. એને આગળ પ્રવેશ મળશે નહીં. તેની જગ્યાએ સિનિયર કે.જી રિપિટ કરવાનો અથવા તો બાળકને એક વર્ષ ડ્રોપ લેવાના સ્કૂલના નિર્ણય સામે વાલીઓએ મોરચો માંડ્યો હતો. તેમના બાળકનું એક વર્ષ ન બગાડે તે માટે ઉગ્ર રજૂઆત કરી હતી.
આ પણ વાંચો US Consulate General Visit Vadodara: વિઝાની ખાસ વ્યવસ્થા અંગે ખાતરી આપતા અમેરિકી અધિકારી
બાળકોનું એક વર્ષ બગડ્યું નથી સરકારે બાલવાટિકા શરૂ કરી છે.નાના બાળકોનું વર્ષ ન બગડે એના માટે સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ છે વધુ અમને જણાવ્યું કે -આપણી નેશનલ એજ્યુકેશન પોલીસીનું પાલન આપણે 34 વર્ષ પછી કરવા જઇ રહ્યા છીએ.વિદ્યાર્થીની વિચારશક્તિ અને ક્રિએટીવીટી ખીલે તેના માટે 5 થી 6 વર્ષથી બાળકોને બાલવાટીકાનાં કન્સેપ્ટથી દાખલ કરીશું.આ કન્સેપ્ટમાં સરકાર અને શિક્ષણવિદ્દો સાથે મળીને કામ કરીશું.એટલે કે નાના બાળકોનું એક વર્ષ બગડશે સરકારે તેના માટે ખાસ વ્યવસ્થા કરી છે.--કુબેર ડિંડોર (શિક્ષણ પ્રધાન, ગુજરાત સરકાર)