ETV Bharat / state

Vadodara News: એવરેસ્ટ આરોહણ માટે ઉત્સુક નિશાકુમારીએ રાષ્ટ્રીય સંસ્થામાં સ્કીઈંગનું પ્રશિક્ષણ લીધું - રાષ્ટ્રીય સંસ્થામાં સ્કીઈંગનું પ્રશિક્ષણ

એવરેસ્ટ આરોહણ માટે ઉત્સુક નિશાકુમારીએ રાષ્ટ્રીય સંસ્થામાં સ્કીઈંગનું પ્રશિક્ષણ લીધું છે.લાંબા પાટિયાની પાવડી પગમાં પહેરીને બે હાથમાં બે સોટીઓની મદદથી બરફમાં સરકવાની આ રમતથી આરોહણ સમયે સ્થિરતા અને સમતુલા જાળવવાનું કૌશલ્ય સતેજ બને છે. વડોદરાની આ સાહસિક યુવતી એવરેસ્ટ આરોહણ અભિયાનમાં સૌનું પીઠબળ ઝંખે છે.

Vadodara News: એવરેસ્ટ આરોહણ માટે ઉત્સુક નિશાકુમારીએ રાષ્ટ્રીય સંસ્થામાં સ્કીઈંગનું પ્રશિક્ષણ લીધું

author img

By

Published : Feb 11, 2023, 6:03 PM IST

વડોદરા: અભ્યાસથી ગણિતશાસ્ત્રી અને પૂર્વ સૈનિક પરિવારની નિશાકુમારીએ સાયકલિંગ, દોડ અને પર્વતારોહણ જેવા સાહસના ક્ષેત્રમાં કારકિર્દી કંડારી રહી છે. તેની સાથે એ બેટી બચાવો,બેટી પઢાઓ જેવા સામાજિક ધ્યેયોના પ્રચારનું સમાજ ઉપયોગી અભિયાન ચલાવી રહી છે.

એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન: નિશાકુમારીના જીવનનું લક્ષ્ય વિશ્વના સૌથી ઉંચા એવરેસ્ટ પર્વતને સર કરવાનું છે. ઘણાં મહિના બરફથી છવાયેલા વિસ્તારોમાં સાયકલિંગ,દોડ અને વિવિધ શિખરોના આરોહણ દ્વારા શરીરને એવરેસ્ટ આરોહણ માટેના પડકારોને અનુકૂળ બનાવવા કવાયત સતત કરે છે. દિશાના પ્રયાસ રૂપે તેણે તાજેતરમાં બરફથી છવાયેલા મનાલીમાં આઈસ સ્કીઈંગનું ઉપયોગી પ્રશિક્ષણ અટલ બિહારી વાજપેયી પર્વતારોહણ અને સંલગ્ન રમત સંસ્થાનમાં લીધું છે.આ 15 દિવસના કોર્સથી તેનો આત્મવિશ્વાસ વધ્યો છે.

આ પણ વાંચો Vadodara Accident : એક્સપ્રેસ વે પર ચાર વાહનોનો અકસ્માત બસ ટ્રક લટકી રહ્યા, પાંચ ઈજાગ્રસ્ત

યુરોપના દેશોમાં પ્રચલિત: સ્કીઈંગએ બરફના ઢોળાવ વાળા પહાડો પર રમાતી રમત છે. જેમાં રમતવીર લાંબા પાટિયાની પાવડીઓ બંને પગમાં પહેરી અને બંને હાથમાં બે લાકડીઓ રાખી, તેની મદદથી શરીર સમતુલા જાળવીને બરફમાં સરકે છે. પ્રવાસીઓ પણ બરફાળ મોસમમાં આ સાહસિક રમતનો રોમાંચ હિમાલયન ક્ષેત્રમાં માણે છે. હિન્દી ચલચિત્રોના ઘણાં યાદગાર ગીતોના દૃશ્યાંકનમાં આ રમત જોવા મળે છે. યુરોપના દેશોમાં આ રમત ખૂબ પ્રચલિત છે.

આ પણ વાંચો Valentine Week 2023: વેલેન્ટાઈન ડે ઉજવવા ગિફ્ટની બોલબાલા, ગિફ્ટ શોપ જોવા મળે છે અવનવી ગિફ્ટ

સ્થિરતા અને સંતુલન અદમ્ય સાહસ: સ્કીઈંગની એક્સરસાઇઝ બર્ફીલા શિખરોના આરોહણની જરૂરી પૂર્વ તૈયારીઓમાં ઉપયોગી બને છે. લાગણી વ્યક્ત કરતાં આ યુવતીએ જણાવ્યું કે હિમાલયના બરફથી છવાયેલા શિખરના આરોહણમાં ડગલે ને પગલે સ્થિરતા અને સમતુલા જાળવવી અનિવાર્ય છે. કેળવવામાં અને મનોબળની દૃઢતામાં સ્કીઈંગ ખૂબ મદદરૂપ બને છે.એવરેસ્ટ આરોહણ ખૂબ પરિશ્રમ,સાહસિકતા, ધૈર્ય માંગી લે છે. તેની સાથે આ ખૂબ ખર્ચાળ વ્યાયામ છે. મધ્યમવર્ગી પરિવારની આ યુવતી એવરેસ્ટ આરોહણના તેના સંકલ્પને સાકાર કરવામાં સમાજ અને સંસ્થાઓ આર્થિક પીઠબળ પૂરું પાડશે તેવી અપેક્ષા રાખે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.