ETV Bharat / state

દિવ્યાંગ દોડવીરો બનશે પ્રેરણા અને આકર્ષણનું કેન્દ્ર, 8મીએ વડોદરા રચશે ઈતિહાસ - fit india movement

વડોદરામાં 8મી જાન્યુઆરીએ 10મી એમ. જી. વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોનનું (mg vadodara international marathon) ફ્લેગ ઑફ થશે. ત્યારે આ મેરેથોનમાં યોજાનારા "દિવ્યાંગ પેરાલિમ્પિક રન" (Divyang Paralympic Run) અંતર્ગત "પ્રોસ્થેટિક લેગ" એટલે કે કૃત્રિમ પગ ધરાવતા જાંબાઝ દોડવીરો લાખો લોકો માટે પ્રેરણા અને આકર્ષણનું કેન્દ્ર બનશે.

દિવ્યાંગ દોડવીરો બનશે પ્રેરણા અને આકર્ષણનું કેન્દ્ર, 8મીએ વડોદરા રચશે ઈતિહાસ

author img

By

Published : Jan 5, 2023, 1:47 PM IST

વડોદરા શહેરમાં 10મી એમ. જી. વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોન (mg vadodara international marathon) દ્વારા વડોદરા ફરી એક વાર 8મી જાન્યુઆરીએ ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. આ મેરેથોનનો એક ઝળહળતો ઈતિહાસ રહ્યો છે કે, આપણા મુખ્યપ્રધાન દ્વારા દરેક મેરેથોનને ફલેગ ઑફ આપવામાં આવે છે. એ જ પરંપરા જાળવી રાખતાં આ વર્ષે પણ 10મી એમ.જી. વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોનને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) 8મીએ ફ્લેગ ઑફ કરાવી મેરેથોનનો શુભારંભ કરશે. આ પ્રસંગે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહી ફ્લેગ ઑફમાં જોડાશે.

કૃત્રિમ પગ ધરાવતા રનર્સ દોડશે કુણાલ ફડનીસ, મનીષ મારુ, સુનીલ અગ્રવાલ, મિતેષ દાંડે, ઈકબાલ મન્સુરી, રાજૂ વાઘેલા, વ્રિજેશ ઠક્કર. આ બધાંમાં શું સામ્યતા છે? હાં, આ બધા વ્યક્તિઓ વડોદરાના જ રહેવાસી છે. આ તમામ મેરેથોન રનર્સ (mg vadodara international marathon) છે. એટલું જ નહીં, આ બધા દિવ્યાંગ રનર્સ છે, તેઓ "પ્રોસ્થેટિક લેગ" એટલે કે કૃત્રિમ પગ ધરાવે છે. વડોદરા મેરેથોન એ જો વડોદરાની ઓળખ બની હોય તો મેરેથોનનો (mg vadodara international marathon) "દિવ્યાંગ પેરાલિમ્પિક રન" (Divyang Paralympic Run)એ વડોદરા મેરેથોનની આગવી ઓળખ બની ચૂકી છે. તેમાં પણ કૃત્રિમ અવયવો ધરાવતા આ તમામ દોડવીરો આપણને સૌને જિંદગીને ઝિંદાદિલીથી જીવવાની પ્રેરણા આપે છે.

વિવિધ ઉદ્દેશથી જોડાયા આ તમામ દિવ્યાંગ રનર્સ (Divyang Paralympic Run) અલગ અલગ કારણોસર વડોદરા મેરેથોનમાં જોડાયા છે. કોઈ સ્વત: પ્રેરણાથી, અંત:સ્ફૂરણાથી, તો કોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "ફિટ ઈન્ડિયા"ના આહ્વાનથી પ્રેરિત થઈને જોડાયા (fit india movement) છે. કેટલાક પોતાના ઉદાહરણથી સમાજને આપણને સૌને પ્રોત્સાહિત કરવાના ઉમદા આશયથી આવ્યા છે. તેમ જ કોઈ વડોદરા મેરેથોનના (mg vadodara international marathon) ચેરપર્સન તેજલ અમીનના નેતૃત્વમાં શરૂ થયેલા તનમનની ફિટનેસ વધારવા માટેના આ સામૂહિક ઈવેન્ટમાં સક્રિયપણે સહકાર આપવા તેનો ભાગ બનવા માટે જોડાયા છે.

આ પણ વાંચો વિસરાઈ ગયેલી સ્પર્ધાનું ફરી આયોજન, લવાછા ગામે અશ્વદોડ યોજાઈ

પગ ગુમાવ્યા છતાં એક્ટિવ લાઈફ જીવીને લોકો માટે બન્યા પ્રેરણા જેમ કે, કુણાલભાઈ ફડનીસે એક ગમખ્વાર રેલવે અકસ્માતમાં પોતાના બંને પગ ગુમાવી દીધા હતા, પરંતુ નિરાશાને ખંખેરીને તેઓ એક્ટિવ લાઈફ જીવી રહ્યા છે. કુણાલભાઈ તો વડોદરા મેરેથોન (mg vadodara international marathon) શરૂ થઈ ત્યારથી જ એટલે કે 10 વર્ષથી તેની સાથે જોડાયેલા છે અને આજ દિન સુધી હજ્જારો લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.

દોડવીરો લોકોને આપશે પ્રેરણા આ અંગે તેજલ અમીને જણાવ્યું હતું કે, વડોદરા મેરેથોનનો (mg vadodara international marathon) "દિવ્યાંગ પેરાલિમ્પિક રન" (Divyang Paralympic Run)એ ચેરપર્સન તેજલ અમીનના હ્રદય સાથે જોડાયેલી કેટેગરી છે. પ્રોસ્થેટિક લેગ ધરાવતા દોડવીરો બાબતે તેઓ જણાવે છે કે, પોતાના પગ કાયમી ધોરણે ગુમાવી દીધા હોવા છતાં આ તમામ રનર્સે પોતાની હિંમત અને ખુમારી અકબંધ રાખી છે. નિરાશ થઈને બેસી જવાને બદલે તેઓએ તનમનથી એક્ટિવ રહેવાનું પસંદ કર્યું છે. આપણા સૌ માટે આનાથી વધુ પ્રેરણાદાયી બીજું શું હોઈ શકે? તો આવો આપણે સૌ ભેગા મળીને એકબીજાનો ઉત્સાહ વધારીએ.

આ પણ વાંચો વાલસુરા નેવી દ્વારા યોજાયેલ હાફ મેરેથોનમાં હજારો યુવા જોડાયા

સંસ્કારી નગરીના મહેમાન બન્યા વડોદરા મેરેથોનની (mg vadodara international marathon)) સમગ્ર ટીમ આ તમામ દિવ્યાંગ રનર્સના "Never Say Die"વાળા પોઝિટિવ એટિટયૂડને, તેમના અદમ્ય ઉત્સાહને, ખમીરવંતી ખુમારીને અને જબરદસ્ત ઝિંદાદિલીને સલામ કરે છે અને સમસ્ત વડોદરાવાસીઓને તથા મહારાજા સયાજીરાવ ગાયકવાડની આ "સંસ્કારી નગરી"ના હાલમાં મહેમાન હોવાથી તેમને પણ આ રવિવારે આ 10મી એમ.જી.વડોદરા (mg vadodara international marathon) ઈન્ટરનેશનલ મેરેથોનમાં જોડાવા માટે અપીલ કરે છે. આવો, આપણે સૌ ભેગા મળીને ફિટ, તંદુરસ્ત સમાજ અને દેશ બનાવીએ અને આપણને મળેલા વડોદરા શહેરરૂપી આ ભવ્ય વારસા - હેરિટેજને વૈશ્વિક સ્તરે એક આગવી ઓળખ અપાવવામાં નિમિત બનીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.