ETV Bharat / state

MS યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં સક્સેસ ઝીરો કિલોમીટર ફિલ્મના કલાકારો રહ્યા હાજર

author img

By

Published : Feb 9, 2020, 3:01 AM IST

વડોદરાની MS યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા યુથ ફેસ્ટિવલ 'અપર્ણમ-2020'માં પ્રથમ ગુજરાતી ડાન્સ આધારિત ફિલ્મ 'સક્સેસ ઝીરો કિલોમીટર'ના કલાકારો હાજર રહ્યા હતા.

એમ.એસ.યુનિવર્સિટી, વડોદરા
એમ.એસ.યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં 'ડીઆઇડી' ફેમ 'ધર્મેશ સર' વડોદરાના મહેમાન બન્યા

વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા આયોજિત યુથ ફેસ્ટિવલ 'અપર્ણમ-2020' અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે, ત્યારે આગામી તારીખ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થનારી પ્રથમ ગુજરાતી ડાન્સ આધારિત ફિલ્મ 'સક્સેસ ઝીરો કિલોમીટર'ના કલાકારો ધર્મેશ યેલાંડે અને મનીષા ઠક્કર તેમાં હાજર રહ્યા હતા.જ્યાં તેમણે પત્રકારો સાથે પોતાની ફિલ્મ અંગે ચર્ચા કરી હતી.

MS યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં સક્સેસ ઝીરો કિલોમીટર ફિલ્મના કલાકારો રહ્યા હાજર

અક્ષય યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત નૃત્ય પર આધારિત આ ગુજરાતી ફિલ્મમાં ટેલીવિઝન રિયાલીટી શો 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' વડે લોકપ્રિયતા મેળવનારા ધર્મેશ યેલાંડે અને મનીષા ઠક્કર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં શિવાની જોશી પણ ધર્મેશ યેલાંદેની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં ધર્મેશ કોલેજનો એક વિદ્યાર્થી, યુવક અને ત્યારબાદ આધેડ વયનો વ્યક્તિ એમ ત્રણ વિવિધ ઉંમરની વ્યક્તિઓના પાત્રો ભજવી રહ્યો છે.

Intro:વડોદરા......એમ.એસ.યુનિવર્સીટી ખાતે ચાલી રહેલ યુથ ફેસ્ટિવલ અપર્ણમ 2020 અંતર્ગત પ્રથમ ગુજરાતી ડાંન્સ આધારિત ફિલ્મ "સક્સેસ જીરો કિલોમીટર" ના સ્ટાર કાસ્ટ વડોદરા શહેરના મહેમાન બન્યા હતા.

Body:મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં વિવિધ ફેકલ્ટીઓમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા આયોજિત યુથફેસ્ટિવલ ફેસ્ટિવલ અંતર્ગત જુદાજુદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.ત્યારે,એમ.એસ.યુનિવર્સીટીમાં હાલમાં ચાલી રહેલાં યુથ ફેસ્ટિવલ અપર્ણમ માં તારીખ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થનાર પ્રથમ ગુજરાતી ડાંન્સ આધારિત ફિલ્મ "સફળતા જીરો કિલોમીટર"ના સ્ટાર કાસ્ટ ડાન્સર અને એક્ટર ધર્મેશ યેલાંદે,અને અભિનેત્રી મનીષા ઠક્કર વડોદરા શહેરના આજે મહેમાન બન્યા હતા.અને પત્રકારો સાથે મુલાકાત લઈ પોતાની ફિલ્મ વિશે વાતચીત કરી હતી.Conclusion:અક્ષય યાજ્ઞિક દ્વારા દિર્ગદર્શીત આ ગુજરાતી ફિલ્મ સફળતા જીરો કિલોમીટર શહેરી નૃત્યો પર આધારિત છે.આ ફિલ્મ માં બોલીવુડની ડાન્સ આધારિત 3 ફિલ્મોમાં ડાન્સરનો રોલ અદા કરનાર ધર્મેશ યેલાંદે મુખ્ય ભૂમિકામાં અને તેની સાથે ટેલિવુડ માં કામ કરી રહેલ મનીષા ઠક્કર અભિનેત્રીના રૂપમાં જોવા મળશે.આ ઉપરાંત ધર્મેશ યેલાંદે ની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં શીવાની જોશી પણ જોવા મળશે.ગુજરાતી ફિલ્મ સફળતા જીરો કિલોમીટરમાં ધર્મેશ , કોલેજનો વિદ્યાર્થી,પછી યુવક અને ત્યારબાદ આધેડ વયના એમ ત્રણ જુદાજુદા વયના પાત્રો ભજવી રહ્યોં છે.પત્રકારો સાથેની વાતચીતમાં ફિલ્મના સ્ટાર કાસ્ટ ધર્મેશ યેલાંદે અને મનીષા ઠક્કરે પોતાની ફિલ્મ સફળતા જીરો કિલોમીટર વિશે વધુ માહિતી આપી હતી.

બાઈટ : ધર્મેશ યેલાંદે
ડાન્સર અને અભિનેતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.