વડોદરા રાજ્ય સરકારે ગરીબોની પીડાને પારખી બાંધકામ શ્રમિકો માટે ધન્વંતરી આરોગ્ય રથ (Dhanvantari Arogya Rath for workers in Vadodara ) શરુ કર્યા છે. જેમાં વડોદરા જિલ્લા માટે 9 ધન્વંતરી રથની ફાળવણી કરવામાં આવી છે. પાદરા, કરજણ અને ડભોઈ તાલુકામાં બાંધકામ સાઈટો પર કામ કરતા શ્રમિકોની સેવા સારવાર માટે ત્રણ ધન્વંતરી રથનું પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા (Padra MLA Chaitanyasinh Jhala ) અને કલેકટર અતુલ ગોરે પ્રસ્થાન કરાવ્યું હતું.જિલ્લામાં બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ( Construction Labor Welfare Board ) અન્ય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આ સેવામાં વધારો થઇ રહ્યો છે.
આ પણ વાંચો પોરબંદર ખાતે ધન્વંતરી આરોગ્ય રથનું શ્રમિકોના આરોગ્ય કલ્યાણ માટે પ્રસ્થાન કરાવાયું
બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડનું પગલું રાજ્ય સરકારના શ્રમ કોશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ( Construction Labor Welfare Board ) અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ (EMRI Green Health Services) ના સંયુક્ત ઉપક્રમે કાર્યરત ધન્વન્તરી રથની તંદુરસ્ત શ્રમિક પરિવાર (Dhanvantari Arogya Rath for workers in Vadodara ) , તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણના સૂત્રને સાર્થક કરવાના નેમ સાથે વડોદરા જિલ્લામાં કુલ 9 ધન્વંતરી રથ ફાળવવામાં આવ્યા છે.
આ પણ વાંચો Corona Update Navsari: ધન્વંતરી અને સંજીવની રથની કામગીરી ફળી, કોરોના કેસમાં થયો ધરખમ ઘટાડો
6માંથી 9 ધન્વંતરી રથ કરાયા હાલમાં વડોદરા શહેર અને જિલ્લામાં બાંધકામ શ્રમિકોની આરોગ્ય સેવાઓ માટે 6 ધન્વંતરિ આરોગ્ય રથો કાર્યરત છે. જેમાં વધુ 3 નવા ધન્વંતરી આરોગ્ય રથનો ઉમેરો થતા હવે કુલ 9 રથ શ્રમિકોની આરોગ્ય સેવાઓ (Dhanvantari Arogya Rath for workers in Vadodara ) માટે કાર્યરત રહેશે. આજે આ ત્રણ રથ પાદરા, કરજણ અને ડભોઈ તાલુકામાં બાંધકામ સાઈટો પર કામ કરતા શ્રમિકોની સેવા સારવાર માટે રવાના કરવામાં આવ્યા હતાં.
ધારાસભ્ય અને કલેક્ટરના હસ્તે લીલી ઝંડી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, કલેકટર અતુલ ગોર, નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મીનાક્ષી ચૌહાણની ઉપસ્થિતિમાં આધુનિક મેડિકલ સુવિધાથી સજ્જ ધન્વંતરી રથનું (Dhanvantari Arogya Rath for workers in Vadodara ) કલેકટર કચેરી વડોદરા ખાતેથી તાલુકા મથકોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ (EMRI Green Health Services) વતી ધન્વન્તરી રથના પ્રોજેક્ટ કોર્ડીનેટર વિપિનભાઈ, પ્રવિણભાઈ, 108 સહિત ધન્વંતરી રથનો સ્ટાફ હાજર રહ્યો હતો.પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ આ તકે જણાવ્યું કે ગરીબ પરિવારમાં જ્યારે માંદગી આવે છે ત્યારે તેનું દર્દ બેવડાય છે. ગુજરાત સરકારે ગરીબોની પીડાને પારખી બાંધકામ શ્રમિકો માટે ધન્વંતરિ આરોગ્ય રથ શરુ કર્યા છે.
કાર્યસ્થળ પર આરોગ્યસેવા તેમણે વધુમાં જણાવ્યું તે આ રથ આરોગ્યની પ્રાથમિક સુવિધા પુરી પાડશે. બાંધકામ શ્રમિકો (Dhanvantari Arogya Rath for workers in Vadodara ) પોતાનો પરસેવો પાડી ભારતના ભાવિ નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર હવે તેમની વહારે આવી છે. મકાન અને અન્ય બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડે બાંધકામ શ્રમિકોના સ્વાસ્થ્ય ચેક અપ માટે ધન્વંતરી આરોગ્ય રથનો આરંભ કર્યો છે. જે શ્રમિકો માટે આશીર્વાદરુપ બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ધન્વંતરી રથની સેવાઓ બાંધકામ શ્રમિકોને તેઓના કાર્યસ્થળ જેવા કે બાંધકામ સાઈટ, કડીયાનાકા તેમજ શ્રમિક વસાહતો સુધી પહોચી, આરોગ્ય પ્રાથમિક સેવાઓ પૂરી પાડશે.
ધન્વંતરી રથના માધ્યમથી વિવિધ સેવાઓ રથના માધ્યમથી શ્રમિકોની ઓનલાઈન ડેટા એન્ટ્રી અને રજિસ્ટ્રેશન,જીપીએસ દ્વારા રિયલ ટાઇમ ટ્રેકિંગ તેમજ તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા તબીબી સેવાઓ (Dhanvantari Arogya Rath for workers in Vadodara ) નિશુલ્ક પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત બાંધકામ શ્રમિકોને વિના મૂલ્યે બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરી ઈ- નિર્માણ કાર્ડ ઈ- શ્રમ કાર્ડ, આભા કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા સાથે તબીબી સેવાઓ જેવી કે તાવ, ઝાડા ,ઉલટીની સારવાર,ચામડીના રોગોની સારવાર, સામાન્ય રોગોની સારવાર, રેફરલ સેવા,નાના બાળકોની સારવાર, સગર્ભા માતાની પ્રાથમિક તપાસ, ઉપરાંત લેબોરેટરી જેમાં હિમોગ્લબિન, મલેરીયા,પેશાબ, લોહીમાં સુગરની તપાસ સહિત પ્રેગનન્સી ટેસ્ટ વગેરે સેવાઓ ઉપલબ્ધ રહેશે.