ડભોઇ છેલ્લા કેટલા સમયથી ડભોઇ તાલુકા અને સંખેડા તાલુકાના ઓરસંગ નદીના કિનારે આવેલ ગામોમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનનની પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ ભૂસ્તર વિભાગની નિષ્ક્રિયતા અને ડભોઈ નગરપાલિકા તંત્રનાં છૂપા આર્શીવાદ કે બેધ્યાનપણાને કારણે આ પ્રવૃત્તિઓ અંગે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં હતાં. સરકારી તંત્રની આ બેદરકારીના કારણે સરકારને અને સ્થાનિક ખેડૂતોને પણ મોટું નુકસાન પહોંચી રહ્યું હતું.જેને લઇ કોંગ્રેસે (Dabhoi Congress Corporators ) કરણેટ ગામમાં (Demand to Stop Sand Mining at karnet ) ભૂમાફિયા પર સપાટો ( Action against Sand mining mafias ) બોલાવ્યો છતાં પાલિકા તંત્રની આંખ ખુલી ન હતી. ત્યારે કોગ્રેસના કોર્પોરેટરોની રેતી માફિયા સામે લાલ આંખ થઇ હતી.
આ પણ વાંચો ભરૂચના સાંસદની રેતી માફિયાઓ સામે લાલ આંખ, CMને પત્ર લખી રેતી ખનન રોકવા કરી માગ
રેતીનું ખનન ભૂમાફિયાઓ દ્વારા યોજના મુજબ ઓરસંગ નદીમાં બોરવેલ કરી પાણી મેળવવી નગરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.આ બોરવેલની તદ્દન નજીકમાથી જ ગેરકાયદેસર રીતે મોટા પાયે રેતીનું ખનન ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવતું હતું. જેના કારણે ડભોઈ નગર માટે પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાય તો કોઈ નવાઈ નહીં તેવો માહોલ ઉભો થવા પામ્યો હતો. તેવામાં નગરપાલિકામાં ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટરો સક્રિય થયાં હતાં. તેમ છતાં નગરપાલિકાનાં તંત્રએ આ બાબતમાં પોતાની નિષ્ક્રિયતા છોડી ન હતી. રેતી ખનન કરવામાં આવી રહેલા આ વિસ્તારમાં ડભોઇ નગરને પીવાનું પાણી પૂરું પાડતા ફ્રેન્ચ વેલ આવેલાં છે. તેમજ નજીકનાં અંતરે ડભોઇ નગરપાલિકાની વોટર વર્ક્સની ઓફિસ પણ આવેલી છે.
આ પણ વાંચો ધણપ ચેકપોસ્ટ પર રેતીના ટ્રેકટર માલિક પાસેથી 16 હજારનો હપ્તો લેતા સુપરવાઇઝર અને કલાર્ક ઝડપાયા
કોગ્રેસના કોર્પોરેટરોના રેતી ખનન માફિયા સામે પગલાં કરણેટ ખાતે ઓરસંગ નદીના પટમાંથી નગરપાલિકાના પીવાનાં પાણીના ફ્રેન્ચ વેલ તદ્દન નજીકથી ભારે માત્રામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલી રહ્યું હતું અને નગરપાલિકાના ચીફ ઓફિસર કે ભૂસ્તર વિભાગનાં અધિકારીઓ આ ગંભીર બાબતને નજર અંદાજ કરતા હતા. પરંતુ શુક્વારે ડભોઇ નગરપાલિકાના વિરોધ પક્ષના કોંગ્રેસનાં કોર્પોરેટરોએ (Dabhoi Congress Corporators ) સ્વયંભૂ આ બીડું ઉપાડી રાત્રિના અંધારામાં રેતી ખનન કરતા ભૂમાફિયાઓ સામે સપાટો બોલાવ્યો હતો. નગરપાલિકાના કોર્પોરેટરોએ કરનણેટ પાસે હલ્લાબોલ કરી ખનન કરતા 15 જેટલા ટ્રેક્ટરોને ઝડપી પાડવા સાહસ કરી પ્રયત્નો કર્યા હતાં. તેમાં એક નંબર પ્લેટ વગરનું ટ્રેકટર ઝડપાઈ ( Action against Sand mining mafias ) જવા પામ્યું હતું અને ત્રણ ટ્રેકટરોમાથી ચાવી કાઢી લેવામાં સફળતા મળી હતી. રાત્રિના સમયે જ 100 નંબર ઉપર ફોન કરી પોલીસ તંત્રને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. તેમજ પોલીસ સ્ટેશનમાં પહોંચી આ ઘટના અંગે લેખીતમાં ભૂમાફિયાઓના નામ જોગની અરજી આપી હતી.
નગરપાલિકાના ચીફ ઓફિસરનો ઘટના નિવેદન અંગે મીડિયાનો ઇનકાર આ સમગ્ર ગંભીર ઘટના નગરપાલિકાનાં ફ્રેન્ચ વેલ આવેલ છે તે હદ વિસ્તારમાં બનવા પામી હતી. તે સંદર્ભે ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે મીડિયાએ નિવેદન લેવા અને હકીકત જાણવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ ઘટના અંગે ઢાંક પીછોડો કરતાં હોય તેમ નિવેદન આપવાથી ઇનકાર કરી દીધો હતો. પરંતુ હાલમાં લોક ચર્ચા ચાલી રહી છે કે, આ બાબતે ચીફ ઓફિસર પણ જાણકાર છે, પરંતુ કોઈકના પ્રેશરથી તેઓ પોતે આ બધી બાબતે અનજાન હોવાનુ વ્યકત કરી રહ્યાં છે. ગતરાત્રિના રોજ સમગ્ર ઘટના બનતા કોંગ્રેસના કોર્પોરેટરો (Dabhoi Congress Corporators ) સુભાષભાઈ ભોજવાણી તેમજ અજય રાઠવા એ પણ ચીફ ઓફિસરનો સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો હતો પરંતુ રાત્રી દરમિયાન તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો, તેમજ ફોન પણ રિસીવ કર્યો ન હતો.પરંતુ સતત પ્રયત્ન કરતા અજય રાઠવાનો કોલ રીસીવ કરી અને તેઓ આ મામલે મામલતદાર અને ખાન ખનીજ વિભાગ ઉપર દોષ ટોપલો નાખ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરોએ જણાવ્યું હતું. પરંતુ આ સમગ્ર ઘટના નગરપાલિકાની પ્રીમાઈસીસમાં જ બની હતી.
15 ટ્રેક્ટર પૈકી એક ટ્રેક્ટર ઝડપી પાડવામાં મળી સફળતા કોંગ્રેસના (Dabhoi Congress Corporators ) ડભોઇ નગરપાલિકાના કોર્પોરેટરોએ સ્વયંભૂ કરણેટ નગરપાલિકાના ફ્રેન્ચ વેલ નજીકથી ભારે માત્રામાં રેતી ખનન ચાલી રહ્યું હતું તે સમય દરમિયાન તેઓએ સ્વયંભૂ હલ્લાબોલ કરતા 15 જેટલા ટ્રેક્ટરો રેતી ખનન કરતાં જોવા મળ્યા હતા. આ હલ્લાબોલ દરમ્યાન 14 જેટલા ટ્રેકટરોને ત્યાંથી નાસી છૂટવામાં સફળતા મળી હતી. પરંતુ એક ટ્રેક્ટર ( Action against Sand mining mafias )ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આ હલ્લાબોલ થતાં ભૂમાફીયાઓ ત્યાંથી નાસી છૂટ્યા હતાં પરંતુ ઝડપી પાડેલું ટ્રેક્ટર ડભોઇ પોલીસ સ્ટેશનના નેજા હેઠળ મૂકવામાં આવ્યું છે.
સમગ્ર ઘટનામાં ઝડપાયેલ ટ્રેક્ટર અને ટ્રોલી નંબર પ્લેટ વગરના આ ઘટનામાં 14 જેટલા ટ્રેકટર અને ભૂમાફિયાઓ ફરાર થઈ ગયા હતા પરંતુ એક ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું. પરંતુ તેમાં બીજી પણ એક ગંભીર બાબત બહાર આવી છે, જેમાં ઝડપાયેલ ટ્રેક્ટર ( Action against Sand mining mafias ) અને ટ્રોલી નંબર પ્લેટ વગરના જણાઈ આવ્યા છે. જે તંત્રની મીલીભગતની મોટી પોલ ખોલે તેમ છે. તાજેતરમાં ગઈકાલે શીતપુર ખાતે ખાણખનીજ વિભાગે નદીનાં પટમાંથી રેતી ઉલેચતા વાહનો ઝડપી પાડ્યા હતા. ત્યારે તેમાં પણ એક ટ્રક નંબર પ્લેટ વગરની જણાઈ હતી ત્યારે ત્યાં હાજર જાગૃત પત્રકારોએ કાર્યવાહી કરી રહેલાં અધિકારીઓને આ અંગે આકરાં સવાલો કર્યા હતાં પરંતુ અધિકારીઓએ લૂલો બચાવ કરતાં જણાવ્યું હતું કે, હાલ કાર્યવાહી દરમિયાન નંબર પ્લેટ તૂટી ગઇ છે.
કરણેટમાં રેતી ખનન અટકાવવા માગ નંબર પ્લેટ તૂટી ગઇ હોય એવું વાહન ફરી ઝડપાતા ચર્ચાઓ ઉભી થવા પામી છે કે આ ભૂમાફિયાઓ ગેરકાયદેસર રીતે રેતી ઉલેચવા નંબર પ્લેટ વગરનાં વાહનોનો આયોજનબધ્ધ ઉપયોગ કરી તંત્રને ઉંધા ચશ્માં પહેરાવી રહયાં છે. સ્થાનિક સરકારી તંત્ર આ સમગ્ર હકીકતે ઢાંકપીછોડો કરી રહ્યું હોય તેવું લાગી રહયું છે. હવે આ વહીવટી તંત્ર કડક કાયદેસરની કાર્યવાહી આરંભે અને આ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ સત્વરે અટકે તે માટે સંનિષ્ઠ પ્રયાસ કરે તેવી પ્રચંડ લોકમાંગ (Demand to Stop Sand Mining at karnet ) ઉભી થવા પામી છે.