ETV Bharat / state

Delhi Air Port: ફ્લાઇટ 5 કલાક મોડી પડતા અમદાવાદ-વડોદરાના 130 મુસાફર અટવાયા, PM ને ટ્ટવિટ કરી - Delhi Airport passenger

સમયાંતરે ફ્લાઈટ મોડી પડવાની ઘટના બનતી હોય છે. જેના કારણે અને પ્રવાસીઓ હેરાન પરેશાન થાય છે. પણ અમદાવાદ અને વડોદરાના 100થી વધારે પ્રવાસીઓ દિલ્હી એરપોર્ટ પર અટવાયા હતા. 5 કલાક સુધી ફ્લાઈટ મોડી પડતા ભાજપના નેતાએ ઉડ્ડયન પ્રધાન અને વડાપ્રધાન મોદીને ટ્વીટ કરીને આ મુશ્કેલી કહી સંભળાવી છે.

Delhi Air Port: ફ્લાઇટ 5 કલાક મોડી પડતા અમદાવાદ-વડોદરાના 130 મુસાફર અટવાયા, PM ને ટ્ટવિટ કરી

author img

By

Published : Apr 12, 2023, 10:51 AM IST

Updated : Apr 12, 2023, 12:09 PM IST

Delhi Air Port: ફ્લાઇટ 5 કલાક મોડી પડતા અમદાવાદ-વડોદરાના 130 મુસાફર અટવાયા, PM ને ટ્ટવિટ કરી

વડોદરા: દિલ્હીથી અમદાવાદ આવનાર સ્પાઇસ જેટની ફકાઈટનો વડોદરા અને અમદાવાદના મુસાફરોને કડવો અનુભવ થયો છે. આ ફ્લાઇટ ઓનલાઈન બુકીંગ દરમ્યાન 8.30નો સમય બતાવતો હતો જે તબક્કાવાર બદલાતો રહ્યો અને આખરે 5 કલાક મોડી એટલે કે 1.30 વાગે દિલ્હી થી અમદાવાદ માટે રવાના થઈ હતી.

આ પણ વાંચોઃ Kutch News: ભુજનું કુનારિયા ગામ કે જેણે રાજ્ય નહી, પણ સમગ્ર દેશ માટે આદર્શ ગામનું ઉદાહરણ પૂરું પાડ્યું

આટલા પ્રવાસી અટવાયાઃ આ ફ્લાઇટના કારણે 130 જેટલા અમદાવાદ અને વડોદરાના મુસાફરો અટવાયા હતા. આ અંગે ભાજપના નેતા ધર્મેશ પંડ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને ટ્વિટ કરીને આ અંગે ફરિયાદ કરી છે. સ્પાઈસ જેટ વિમાન કંપની પર છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે. મુસાફર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, હું મારા પરિવાર અને બે મિત્રો શ્રીનગર ફરવા માટે ગયા હતા. અમારી ફ્લાઇટ શ્રીનગરથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદની હતી. અત્યાર સુધીમાં અમદાવાદની ફ્લાઇટ 4 થી 5 વખત રિ-શિડ્યુલ થઈ ગઈ છે.

પ્રવાસીઓ પરેશાનઃ ફ્લાઈટ મોડી હોવાને કારણે અમે ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છીએ. અમારી ફ્લાઇટનો સમય તો બદલાઈ ગયો છે, પણ હવે તારીખ પણ બદલાઈ ગઈ છે. પહેલા અમારી ફ્લાઈટની તારીખ 11 એપ્રિલ હતી, જો કે, હવે ફ્લાઇટની તારીખ 12 એપ્રિલ થઈ ગઈ છે. સ્પાઇટ જેટ દ્વારા લોન્જની કોઈ વ્યવસ્થા આપવામાં આવી નથી. અમારી ફ્લાઇટ 8.35 ની હતી, પરંતુ હજી સુધી ફ્લાઇટ આવી નથી. હવે રાત્રે 12.30નો સમય આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Unseasonal Rain : ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી વચ્ચે ચોમાસું કેવું રહેશે જૂઓ

કોઈ વૈકલ્પિક સુવિધા નહીંઃ અમને ફ્લાઇટ ડિલેના મેસેજ આવે છે, પરંતુ કોઈ સુવિધાના મેસેજ આવતા નથી. અમને કોઇ સુવિધા આપવામાં આવી નથી. આ ફ્લાઇટના કુલ 250 જેટલા મુસાફરો છે. જે અટવાઈ ગયા છે. આખરે આ ફ્લાઇટ 1.30 વાગે દિલ્હીથી રવાના થઈ હતી. વડોદરાના ભાજપના નેતા ધર્મેશ પંડ્યાને ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, મેં સાંજે 6 વાગ્યે સ્પાઇટ જેટની દિલ્હીથી વડોદરાની ફ્લાઇટમાં ટિકિટ બુક કરાવી હતી. તે સમયે ફ્લાઇટ મોડી હોવાની કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

બે કલાકની વાત હતીઃ આ સમયે ફ્લાઇનો સમય 8.35નો સમય દર્શાવતો હતો અને ફ્લાઇટ સમયસર છે, તેમ કહેવામાં આવ્યું હતું. જો કે, એરપોર્ટ પર પહોંચ્યા, ત્યારે ફ્લાઇટનો સમય રાત્રે 12.15 હોવાનું કહેવામાં આવ્યું હતું. કેટલાક પરિવારો કાશ્મીરથી આવ્યા હતા અને અમદાવાદ અને વડોદરા જવાના હતા. તેઓ સવારે 11 વાગ્યાના એરપોર્ટ પર આવી ગયા હતા અને તેમને તો સવારથી ખબર હતી કે, ફ્લાઇટ બે કલાક લેટ છે.

આ પણ વાંચોઃ Professor Suicide : સરકારી કામના ભારણે પ્રોફેસરની આત્મહત્યાને લઈને કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર

પ્રધાનોને ટ્વીટ કર્યા: સમયાંતરે ફ્લાઇટના સમયમાં સતત ફેરફારો થતાં રહ્યા હતા અને છેલ્લે ફ્લાઇટ રાત્રે 1 વાગ્યે ઉપડશે તેવો મેસેજ આવ્યો હતો. અમદાવાદ અને વડોદરાના મુસાફરો અટવાઈ ગયા હાતા અને સ્પાઇસ જેટ દ્વારા જમવાની કે કોઈ બીજી કોઈ પણ વ્યવસ્થા કરી નથી. જેથી મેં વડાપ્રધાન અને ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને કેન્દ્રીય પ્રધાન આર.કે. સિંગને પણ ટ્વિટ કરીને ફરિયાદ કરી હતી.

કંપની સામે આક્ષેપઃ આ સાથે તેઓએ સ્પાઇસ જેટ સામે છેતરપીંડી ના આક્ષેપ કર્યા છે. આખરે તમામ મુસાફરોને લઈ દિલ્હીથી ફ્લાઇટ 1.30 વાગે અમદાવાદ આવવા માટે રવાના થઈ હતી. તેઓએ કહ્યું કે આ ખૂબ મોટો કડવો અનુભવ થયો છે. અને આ રીતે ફ્લાઇટ લેટ હોય તો પહેલેથી જ ઓનલાઈન બુકીંગમાં બતાવવું જોઈએ આ મુસાફરો જોડે છેતરપીંડી કરવામાં આવી રહી છે તેવા આક્ષેપો સ્પાઇસ જેટના સંચાલકો સામે કર્યા છે.

Last Updated : Apr 12, 2023, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.