વડોદરાઃ શહેરમાં કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા પહેલા દર્દીના મૃત્યુ બાદ અંતિમક્રિયા કરવા પહોંચેલા હોસ્પિટલના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. કર્મચારીઓ પહેરેલી સુરક્ષા કીટના કપડા સ્મશાનમા જ ફેંકીને જતા રહ્યા હતા. કોરોના વાઈરસથી સંક્રમિત થયેલા કપડા ખુલ્લામા પડ્યા પડી રહ્યા છે. ત્યારે કપડાનો યોગ્ય નિકાલ કરવા કરવાને બદલે ખુલ્લામા કપડા નાખી દેવાતા સ્મશાનમાં કામ કરતા કર્મચારીઓમાં કોરોના વાઈરસ ફેલાવવાનો ભય છે.
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 52 વર્ષીય પુરૂષનું કોરોના વાઈરસની બીમારીથી મોત થયું છે. વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી પ્રથમ મોત થયું છે. મૃતકની પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરી તમામને કોરોના વાઈરસ પોઝિટિવ છે અને તમામની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આમ, આ વાઈરસથી બચવા માટે દેશભરમાં લોકાડાઉન કરાયું છે, ત્યારે પ્રકારની બેદરાકરીના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ રહ્યો છે.