ETV Bharat / state

ડભોઈમાં બનાવટી પોલીસ સક્રિય, વૃદ્ધા પાસેથી સોનું પડાવી ગઠિયાઓ પલાયન થયા

ડભોઈ પંથકમાં દિવસે દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે બડીયાદેવના ખાંચામાં રહેતા 75 વર્ષીય વૃદ્ધાને પોલીસ બની આવેલા બે ગઠિયાઓએ નકલી પોલીસ કાર્ડ બતાવી તેમની પાસે રહેલા સોનાની બંગળીઓ લઈ ખોટી બંગળીઓ પધરાવી ગયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ડભોઈના બનાવટી પોલીસ સક્રિય થઇ, છેતરપિંડી કરી વૃદ્ધા પાસેથી સોનુ પડાવ્યું

author img

By

Published : Nov 7, 2020, 10:33 AM IST

  • ડભોઈમાં તસ્કરોના તરખાટ બાદ નકલી પોલીસનો આતંક
  • બે ગઠિયાઓ વૃદ્ધાની સોનાની બંગડીઓ લઈ પલાયન

    વડોદરાઃ ડભોઈ પંથકમાં દિવસે દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે.ત્યારે ડભોઈના વકીલ બંગલા નજીક આવેલ બડીયાદેવના ખાંચામાં રહેતા 75 વર્ષીય વૃદ્ધાને પોલીસ બની આવેલા બે ગઠિયાઓએ નકલી પોલીસ કાર્ડ બતાવી તેમની પાસે રહેલ સોનાની બંગળીઓ પડાવી લઈ ખોટી બંગળીઓ પધરાવી ગયાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચક્યાર મચી હતી.બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી ગઠીયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    ડભોઈના બનાવટી પોલીસ સક્રિય થઇ, છેતરપિંડી કરી વૃદ્ધા પાસેથી સોનુ પડાવ્યું
    ડભોઈના બનાવટી પોલીસ સક્રિય થઇ, છેતરપિંડી કરી વૃદ્ધા પાસેથી સોનુ પડાવ્યું
  • 75 વર્ષીય વૃદ્ધાને ગઠિયાઓએ બતાવ્યો પોલીસનો રૂઆબ

    ડભોઈના બળીયાદેવના ખાંચા વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધા શકુંબેન શંકરલાલ શાહ સવારના 11 વાગ્યાના અરસામાં બજારમાં કામ અર્થે નિકળ્યા હતા. તે દરમિયાન તેમની પાસેથી બે ગઠીયાઓએ પોલીસનો રૂઆબ બતાવી નકલી આઈકાર્ડ બતાવ્યું હતું. લૂંટના બનાવો બની રહ્યા છે, કહી સોનાની બંગડીઓ ઉતારી બનાવટી બંગડીઓ પધરાવી હતી.

    વૃદ્ધાને કહ્યું કે, દિવાળીના સમયે નીકળ્યા છો બજારમાં લૂંટના બનાવો બને છે. તમે પહેરેલા દાગીના ઉતારી પડીકામાં અમારી પાસે મૂકી દો.જેથી કરીને વૃદ્ધાએ બનાવટી પોલીસને સોનાની બંગળીઓ આપી દેતાં પરત લેવા ગયા ત્યારે તેમને ખોટી બંગળીઓ પધરાવી ગઠીયાઓ રફુચક્કર થયા હતા. આ બનાવને પગલે ડભોઇ નગરમાં ચકચાર મચી હતી .જ્યારે ડભોઇ પોલીસને ફરીયાદ કરતાં ડભોઇ પોલીસે ફરીયાદને આધારે બંને ગઠીયાઓને શોધી કાઢવા વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.