- ડભોઈ પોલીસે બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
- દારૂ અને બિયરના જથ્થા સાથે એક આરોપી વોન્ટેડ જાહેર
- કુલ 34,580 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો
વડોદરા : ડભોઈ પોલીસ મથકના પી.આઈ. જે.એમ.વાઘેલાએ ચોક્કસ માહિતીના આધારે સિતપુર વસાહતમાં રહેતાં મુકેશ વસાવાના મકાનમાંથી 34,580ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો બેફામ બન્યા છે. કોઈને કોઈ પ્રકારે ચોરી છુપીથી રાજ્યમાં દારૂનો જથ્થો લાવી વેચવામાં આવી રહ્યો છે. ત્યારે,ડભોઈ પોલીસને બાતમી મળી હતી કે, સિતપુર વસાહતમાં રહેતો મુકેશ વસાવા બહારથી વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરે છે. જે ચોક્કસ માહિતીને આધારે પોલીસે તેના મકાનમાં રેડ કરી હતી. જે રેડ દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરના 34,580 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી મુકેશ વસાવા ઘરે હાજર નહીં મળતાં તેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.