- વેક્સિન ઇન્સ્ટિટયૂટ ખાતે આવ્યા રેફ્રિજરેટર
- ગુજરાતના સાત જિલ્લામાં રેફ્રિજરેટર મોકલવામાં આવશે
- કોરાનાની રસીનું ઓનલાઇન થશે મોનિટર
વડોદરા : વેક્સિન ઇન્સ્ટિટયૂટ ખાતે કોરોનાની રસીનો સંગ્રહ કરવા માટે 25 આઈસલાઈન ગોદરેજ કંપનીના ઓફલાઈન રેફ્રિજરેટ આવી પહોચ્યા છે. જેમાં 20 નાના અને 5 મોટા રેફ્રિજરેટર આવ્યા છે. આ રેફ્રિજરેટરોને વડોદરા શહેર અને જિલ્લા ઉપરાંત મધ્ય ગુજરાતના સાત જિલ્લામાં મોકલવામાં આવશે.
તાપમાનની રેન્જ બદલી શકાશે
આ ઉપરાંત આ રેફ્રિજરેટરો વડોદરા ગામ્ય અને છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, દાહોદ, પંચમહાલ, મહીસાગર ખાતે પહોંચાડવામાં આવશે. ત્યારબાદ કોરોના વેક્સિનનું ઓનલાઇન મોનિટર કરવામાં આવશે. અન્ય રસીકરણ કાર્યક્રમ માટે ઇવીન સોફ્ટવેરથી ઓનલાઈન મીટર થાય છે. આ રેફ્રિજરેટર 2 થી 8 ડિગ્રી સેન્ટિગ્રેડના છે. જેમાં તાપમાનની રેન્જ બદલી શકાશે.