- કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે જાય તે માટે સ્ટાફનો નવતર પ્રયોગ
- સ્ટાફ દ્વારા ડાન્સ કરીને મનોરંજન પૂરું પાડવામાં આવી રહ્યુ છે
- કોરોના મહામારીને દર્દી ભૂલે તેવાં પ્રયાસો કરવામાં આવ્યા
વડોદરાઃ શહેરમાં પ્રતિદિન 50થી વધુ લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. જેમાં કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર દરમિયાન કોરોનાના ડરથી મોતને ભેટી રહ્યા છે. આ વાતાવરણમાં દર્દીઓ ગભરાય નહીં અને તેમનામાં આત્મવિશ્વાસ વધે તે માટે વડોદરા નજીક આવેલી પારુલ હોસ્પિટલમાં દર્દીઓમાં વિલપાવર વધે અને સ્વસ્થ થાય એ માટે મ્યુઝિક થેરાપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ કોવિડ હૉસ્પીટલમાં દર્દીઓ સંગીતની ધૂનમાં મગ્ન થયા, ડૉક્ટર્સ આપી રહ્યા છે ખાસ મ્યુઝિક થેરાપી
દર્દીઓએ પણ ઝૂમ્યા
વીડિયોમાં હોસ્પિટલનો સ્ટાફ PPE કીટ પહેરીને કોરોનાગ્રસ્ત દર્દીઓના વોર્ડમાં મ્યુઝિકના તાલે ફિલ્મી ગીતો વગાડી કોરોનાગ્રસ્ત દર્દીઓને આનંદિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ ઝૂમી રહ્યા છે. તેમની સાથોસાથ વોર્ડમાં દાખલ યુવાઓથી લઇ વૃદ્ધ દર્દીઓ પણ મ્યુઝિક સાથે તાળીઓના તાલ મિલાવી ઝુમી રહ્યા છે. હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓનો વિલપાવર વધે અને ચિંતામુક્ત થાય એ માટે હોસ્પિટલના સ્ટાફ દ્વારા મ્યુઝિક થેરાપી સહિત વિવિધ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પારુલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં અપનાવવામાં આવેલી મ્યુઝિક થેરાપીનો વીડિયોને લોકોએ આવકાર્યો છે.
આ વીડિયો પારુલ હોસ્પિટલમાંનો છેઃ પારુલ હોસ્પિટલ આઉટ્રેચ મેનેજર પૂજન શાહ
કોરોના મહામારીમાં નાગરિકોને કોરોના આવતા માનસિક રીતે ગભરાઈ જાય છે ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા પાસે આવેલા પારુલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર બનાવામાં આવ્યું છે ત્યારે દર્દીઓ જલ્દી સાજા થઈ જાય અને માનસિક તણાવથી દુર થાય એ હેતુથી પારુલ હોસ્પિટલમાં સ્ટાફ અને દર્દી સાથે ડાન્સ કરી રહ્યાનો એક વિડીયો સામે આવ્યો હતો. ETV Bharat એ આ વીડિયોની પુષ્ટિ કરતા પારુલ હોસ્પિટલ આઉટ્રેચ મેનેજર પૂજન શાહ સાથે વાતચિત કરી હતી. આ વીડિયો પારુલ હોસ્પિટલમાંનો છે અને તે ગત રોજ ગુરુવારે બપોરના રોજ બનાવામાં આવ્યો છે તેમ તેમણે જણાવ્યું હતુ.
આ પણ વાંચોઃ સયાજી હોસ્પિટલની મ્યુઝિક થેરાપીને મળ્યો સારો પ્રતિસાદ, વધોડીયાના 75 વર્ષીય દર્દી થયા ખુશ