ETV Bharat / state

નવતર પ્રયોગ: પોલીસકર્મીઓને મળશે પસંદગીનું પોલીસ મથક પણ શરત માત્ર એક - Vadodara police fitness programme

વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘે (Vadodara CP Dr. Shamsher Singh)એક નવતર પ્રયોગ કર્યો છે. જેમાં જે તે પોલીસ કર્મચારીને (Vadodara police) એની પસંદગીનું પોલીસ સ્ટેશન આપવામાં આવે છે. પણ આ માટે તેમણે એક શરતનું પાલન કરવાનું રહે છે. મહિલા પોલીસ કર્મીએ આ શરતનું પાલન કરીને મોટું ઈનામ મેળવ્યું છે. (Cops have choice to select their police station)

નવતર પ્રયોગ: પોલીસકર્મીઓને મળશે પસંદગીનું પોલીસ મથક પણ શરત માત્ર એક

author img

By

Published : Dec 20, 2022, 5:39 PM IST

નવતર પ્રયોગ: પોલીસકર્મીઓને મળશે પસંદગીનું પોલીસ મથક પણ શરત માત્ર એક

વડોદરા: સામાન્ય રીતે જ્યારે પણ પોલીસના ફિટનેસની વાત આવે છે, ત્યારે મોટાભાગના કેસમાં જવાન અનફીટ હોવાનું પુરવાર થાય છે. કોઈને બ્લડ પ્રેશર સામે આવે છે તો કોઈને ડાયાબિટિસ, કોઈને હાઈપર ટેન્શન તો કોઈને શરીરના કોઈને કોઈ ભાગમાં દુખાવો કાયમી હોય છે. પણ શહેર પોલીસ બેડામાંમાં ફરજ બજાવતાં 3 હજાર પોલીસ જવાનોનું એક વર્ષ પહેલાં મેડિકલ ચેકઅપ (Vadodara police Fitness) કરાયું હતું. આ દરમિયાન અંદાજે 200 જેટલા જવાનો અનફિટ હોવાનું જણાયું હતું. જે બાદ તેમના માટે ફિટનેસ, યોગ એક્સપર્ટ અને ડાયેટિશિયનના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ શરૂ કરાતાં એક એએસઆઇએ 90 દિવસમાં 21 કિલો અને એક મહિલા કોન્સ્ટેબલે 17 કિલો વજન ઘટાડતાં પોલીસ કમિશનરે (Vadodara CP Dr. Shamsher Singh)બંનેનું ‘કોપ ઓફ ધ મન્થ’ તરીકે સન્માન કર્યું છે.

આ પણ વાંચો: પરિવારથી વિખૂટા પડેલા વૃદ્ધા માટે પોલીસ દેવદૂત બની, ફરી કરાવ્યું મિલન

21થી 17 કિલો વેઈટલોસ: જે તે સમયે અનફિટ જવાનોને જણાવાયું હતું કે, તેઓ ગ્રીન કેટેગરી (ફિટ)માં આવશે તો મનપસંદ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ (Cops have choice to select their police station) આપવમાં આવશે. દરમિયાન એએસઆઇ ભારતીબહેન રેવાભાઇએ 90 દિવસમાં 89.5 કિલો વજનમાંથી 21 કિલો વજન ઘટાડ્યું હતું. તો કોન્સ્ટેબલ મોનિકાબહેન શૈલેષભાઇએ 83 કિલો વજનમાંથી 17 કિલો વજન ઘટાડતાં પોલીસ કમિશનર ડો.શમશેરસિંગે તેમનું કોપ ઓફ ધ મન્થ તરીકે સન્માન કર્યું હતું અને તેમની પસંદગીના હરણી અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ અપાયું હતું.

આ પણ વાંચો: પોલીસે વેશ બદલીને ઓરિસ્સાના ગામમાંથી દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

30 જવાનોએ વજન ઘટાળ્યું: એક વર્ષ પહેલાં જે પોલીસ જવાનો રેડ કેટેગરીમાંથી ગ્રીનમાં આવે તેમને મનપસંદ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપવાની જાહેરાત કરી હતી. ડીસીપીએ જણાવ્યું કે, હાલ 200 પોલીસ જવાનો રેડ કેટેગરીમાં છે અને તે પૈકી એક વર્ષમાં 30 પોલીસ જવાનોએ વજન ઘટાડ્યું છે. હાલ યેલો કેટેગરીમાં જે પોલીસ જવાનો છે તેઓ ગ્રીન કેટેગરીમાં આવે તે માટેના પ્રસાયો કરવામાં આવી રહ્યા છે. હેડ કવાટર્સ ખાતે વિવિધ યોગાસન અને વ્યાયામ લક્ષી પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે. ચોક્કસથી વડોદરા પોલોસ બેડામાં ફરજ બજાવતા પોલીસ જવાનોને આરોગ્ય અને શારીરિક રીતે તંદુરસ્ત રહે તે માટે શહેર પોલોસ દ્વારા નવતર પ્રયોગ કરવામા આવી રહ્યા છે તેનું અસરકારક પરિણામ પણ પ્રાપ્ત થઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.