- લવ જેહાદ મામલે વડોદરાના રાજકીય નેતાઓ સામે આવ્યા
- વડોદરાના સાંસદ પણ યુવતીને સમજાવવા માટે મેદાને પડયા
- ડભોઈના ધારાસભ્યએ મુખ્યપ્રધાનને પત્ર લખી ગુજરાતમાં લવ જેહાદનો કાયદો લાવવા માગ કરી
વડોદરાઃ જિલ્લામાં યુવતીનું ધર્મ પરિવર્તન કરીને વિધર્મી યુવાને લગ્ન કરતા વિવાદ ઉભો થયો છે અને વડોદરાના સાંસદ પણ યુવતીને સમજાવવા માટે મેદાને પડ્યા છે.તો ડભોઈના ધારાસભ્યએ ગુજરાત સરકાર પણ લવ-જેહાદનો કાયદો બનાવે તેવી માટે માંગણી કરી હતી.
લવ જેહાદ અંગે કાયદો જરૂરી
ફરી એક વાર ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)એ વડોદરા સહિત ગુજરાતમાં વધી રહેલા લવ જેહાદના કિસ્સાઓને અટકાવવા માટે લવ જેહાદ અંગે કાયદો બનાવવા માટે વડાપ્રધનાને પત્ર લખ્યો છે. લવ-જેહાદના બનતા બનાવોને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા પણ ઉત્તરપ્રદેશ સરકારની જેમ લવ જેહાદનો કાયદો બનાવવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરતો પત્ર ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)એ ને લખ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, લગ્ન રજિસ્ટર થયા બાદ 6 માસની મુદ્દત અને માતા-પિતાની સહમતિ લેવી જરૂરી છે. ઉત્તરપ્રદેશ સરકારે લવ-જેહાદને રોકવા માટે કાયદો બનાવ્યો હતો. ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાએ ગુજરાત સરકાર પણ લવ-જેહાદનો કાયદો બનાવે તેવી માટે માંગણી કરી હતી.
ધર્મપરિવર્તન કરી નિકાહ કરનાર યુવતીને નિર્ણય બદલવા સાંસદે સમજ આપી
દિલ્હીથી આવીને તરત સાંસદ રંજન બેન ભટ્ટે યુવતીની મુલાકાત કરી હતી અને યુવતીને પોતાનો નિર્ણય પાછો લેવા સમજાવ્યું હતું. સાંસદનું કહેવું છે કે, ગુજરાત અને દેશમાં જે રીતે લવ જેહાદ અથવા વિધર્મી યુવાનો દ્વારા યુવતીઓને ફસાવી ધર્મ પરિવર્તનના કિસ્સા વધી રહ્યા છે. તે અંગે તેઓ વડાપ્રધાનને રજૂઆત કરશે અને ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કડક કાયદો જરૂરી છે તેવું તેઓ પોતે પણ માની રહ્યા છે.