- વાઘોડિયાથી પોલીસની વર્ધીને દાગ લાગે તેવો કિસ્સો
- 2 લાખ 70 હજારના મુદ્દામાલ સાથે કોન્સ્ટેબલ ઝડપાયો
- વાઘોડિયા પોલીસ મથકના IPSએ 40 પેટી વિદેશી દારૂ ઝડપ્યો
વડોદરાઃ વાઘોડિયાથી પોલીસની વર્ધીને દાગ લાગે તેવો કિસ્સો હાલ પ્રકાશમાં આવ્યો છે. વાઘોડિયા પોલીસે દારૂની ખેપ મારતા પાદરા તાલુકાના વડું પોલીસ મથકે ફરજ બજાવતા હરસિંગ રાઠવા નામના પોલીસ કોન્સ્ટેબલને 2 લાખ 70 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. વાઘોડિયાના તવરા પાસે નર્મદા કેનાલ પાસે પસાર થતી પિકઅપમાં વિદેશી દારૂની ખેપ મારતા કોન્સ્ટેબલને ઝડપી પાડી કાયદેસરની કાર્ય વાહી હાથ ધરવામાં આવી હતી.
IPS દ્વારા કોન્સ્ટેબલ ઝડપાયો
વાઘોડિયા પોલીસ મથકના IPS જગદિશ બાંગરવાએ 40 પેટી વિદેશી દારૂ સાથે વાઘોડિયા પોલીસ પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો હતો. જે દારૂની કિંમક 1.70 લાખ તથા 1 લાખની કિંમતની પિકઅપ ગાડી કુલ મડી 2.70 લાખના મુદ્દામાલ સાથે કોન્સ્ટેબલ હરસિંગ ઢેડીયા રાઠવા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહિ આરંભી હતી.
પોલીસ કોન્સ્ટેબલે ખાખીને કલંકીત કરી
પોલીસ કોન્સ્ટેબલે ખાખીને કલંકીત કરી પોલીસની ઈજ્જત ધૂળમાં ભેળવી હતી. સમગ્ર ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અઘિકારીઓનો કાફલો વાઘોડિયા પોલીસ મથકે દોડી આવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ હરસીંગ રાઠવાની કરતુતે ખાખીને તાર તાર કરી છે, ત્યારે હવે વાઘોડિયા પોલીસેજ ખેપ મારતા વડુના પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મહત્વની વાત છે કે, આરોપી કોન્સ્ટેબલ વડુ પાસેના ગામેઠા ગામના તેના બુટલેગર મિત્ર વિજયમાળી સાથે સારા સંબધ હોવાથી વિદેશીદારૂ ખેપ મારી પહોંચાડતો હતો. પોતે પોલીસ કોન્સ્ટેબલ હોવાના કારણે પોતાની સત્તાના જોરે દારૂની ગેરકાયદેસર દારૂની ખેપ મારી ઊપરની કમાણી કરવાજતા વાઘોડિયા પોલીસના હાથે ઝડપાયો હતો. જોકે સમય બગાડ્યા વિના તુરંત જ વિદેશી દારૂ ગામેઠા પહોંચાડવાનું જણાવતા બુટલેગરની પણ ધરપકડ કરાઈ હતી.