ETV Bharat / state

એસએસજી હોસ્પિટલના 2 સર્વન્ટને જમાદારે માર મારતા ભારે હોબાળો

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં જમાદાર પાસે ચોપડામાં હાજરી પુરાવા ગયેલા હંગામી કર્મચારી સાથે ગેરવર્તણૂક કરવામાં આવતા હોસ્પિટલના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ શનિવારે વહેલી સવારથી હડતાળ પર ઉતરી ગયા હતા.

એસએસજી હોસ્પિટલના 2 સર્વન્ટને જમાદારે માર મારતા ભારે હોબાળો
એસએસજી હોસ્પિટલના 2 સર્વન્ટને જમાદારે માર મારતા ભારે હોબાળો
author img

By

Published : Dec 27, 2020, 9:59 AM IST

Updated : Dec 27, 2020, 10:22 AM IST

  • વડોદરાની એસએસજીમાં સર્વન્ટને માર મારતા હોબાળો
  • સર્વન્ટઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું
  • સિક્યુરિટી સુપરવાઈઝરનો ઘેરાવો કર્યો

વડોદરા: શહેરની એસએસજી હોસ્પિટલમાં જમાદાર પાસે ચોપડામાં હાજરી પુરાવા ગયેલા હંગામી કર્મચારી સાથે ગેરવર્તણૂક કરવામાં આવતા હોસ્પિટલના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ શનિવારે વહેલી સવારથી હડતાળ પર ઉતરી ગયા હતા. હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને ન્યાય મળશે તેવી બાંહેધરી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ આપતા હડતાળ સમેટાઇ હતી.

એસએસજી હોસ્પિટલના 2 સર્વન્ટને જમાદારે માર મારતા ભારે હોબાળો

હંગામી કર્મીઓ પાસે વિદેશી દારૂ પીવા માટે રૂપિયા બે હજારની માગ

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારી તરીકે ફરજ બજાવતા કોન્ટ્રેક્ટના બે સર્વન્ટની રાત્રિ ડ્યૂટી હોવાથી તે હાજર થવા જમાદાર ઓફિસે પહોંચ્યા હતા. તે દરમિયાન હાજર જમાદાર ચંદુ સોલંકીએ સર્વન્ટ્સ પાસે વિદેશી દારૂ પીવા માટે રૂપિયા બે હજારની માંગણી કરી હતી. બંને સર્વન્ટે પૈસા ન આપતા તેમને માર મારવામાં આવ્યો હતો, સાથે તેમણે નગ્ન હાલતમાં વોર્ડમાં પણ ફરાવામાં આવ્યા હોવાનો આક્ષેપ બંને સર્વન્ટ દ્વારા કરાયો હતો.

સુપરિટેન્ડન્ટે મધ્યસ્થી કરી ન્યાય મળશેની ખાતરી આપતા હડતાળ આટોપાઈ

બનાવના સમાચાર વાયુ વેગે પસરતાં વહેલી સવારથી સયાજી હોસ્પિટલના કોન્ટ્રાક્ટના સર્વન્ટ્સ હડતાળ પર ઉતરી ગયાં હતાં. સમગ્ર બનાવમાં સિક્યુરિટીના સુપરવાઈઝરની પણ મિલિભગતમાં આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલની સફાઈ સહિતની કામગીરી ખોરવાઈ ગઈ હતી. સિક્યુરિટી સુપરવાઈઝર ઘટનાસ્થળે પહોંચતા તેનો પણ ઘેરાવો કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં હંગામી કર્મી એકત્ર થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલો ઉગ્ર બને તે પહેલા સયાજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર રંજન ઐયરે કર્મચારીઓને ન્યાય મળશે તેવી બાંહેધરી આપતા હડતાલ સમેટાઇ હતી.

Last Updated : Dec 27, 2020, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.