ETV Bharat / state

કોંગ્રેસના કાઉન્સિલરોએ પત્રકાર પરિષદ બોલાવી મેયર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી - Assistance from the mayor quota

વડોદરામાં મેયરે કોંગ્રેસ પક્ષને વિશ્વાસમાં લીધા સિવાય તમામ કાઉન્સિલરો રૂપિયા અઢી લાખ પોતાની ગ્રાન્ટમાંથી અને મેયર ક્વોટામાંથી 15 લાખ એમ કુલ મળી 2 કરોડ રૂપિયા દર્દીઓની સારવારમાં આપશે તેની જાહેરાત કરી હતી. આ જાહેરાત સામે કોંગ્રેસના કાઉન્સિલરોએ પત્રકાર પરિષદ બોલાવી નારાજગી દર્શાવી હતી.

કોંગ્રેસના કાઉન્સિલરોએ પત્રકાર પરિષદ બોલાવી

author img

By

Published : May 11, 2021, 8:43 AM IST

  • પાલિકાની વડી કચેરીએ કોંગ્રેસના કાઉન્સિલરોએ પત્રકાર પરિષદ બોલાવી હતી
  • કોંગ્રેસને વિશ્વાસમાં લીધા વિના મેયર દ્વારા કોરોનામાં સહાય કરવાનો નિર્ણય કરાયો
  • કોંગ્રેસના કાઉન્સિલરોએ મેયરે કરેલા નિર્ણયને અયોગ્ય ગણાવ્યો

વડોદરા : શહેરમાં કોરોના મહામારીને લઈને રવિવારે મેયર કેયુર રોકડિયાએ પત્રકાર પરિષદ બોલાવી હતી. તમામ કાઉન્સિલરોને પોતાના ક્વોટામાંથી અઢી લાખ અને મેયર ક્વોટામાંથી મળી કુલ 2 કરોડ રૂપિયાની સહાય દર્દીઓની સારવાર માટે સરકારી હોસ્પિટલને ફાળવશે તેવી જાહેરાત કરી હતી.

કોંગ્રેસના કાઉન્સિલરોએ પત્રકાર પરિષદ બોલાવી
કોંગ્રેસના કાઉન્સિલરોએ પત્રકાર પરિષદ બોલાવી

કોંગ્રેસના કાઉન્સિલરોએ પત્રકાર પરિષદ બોલાવી

કોંગ્રેસના કાઉન્સિલરોને વિશ્વાસમાં લીધા વિના કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે પાલિકાની વડી કચેરીએ કોંગ્રેસના કાઉન્સિલરોએ પત્રકાર પરિષદ બોલાવી હતી. મેયરે કરેલા નિર્ણયને અયોગ્ય ગણાવી આ નિર્ણય સામાન્ય સભામાં થવો જરૂરી છે તેમ જણાવ્યું હતું. કોંગ્રેસના 7 કાઉન્સિલરો વ્યક્તિદીઠ 3 લાખ ફાળવશે અને તેમાંથી 2 એમ્બ્યુલન્સ ફાયરબ્રિગેડને દર્દીઓની સારવારમાં ઉપયોગી થવા માટે સુપ્રત કરશે તેવી જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : વડોદરા મેયર અને કોર્પોરેટર પોતાના ગ્રાન્ટમાંથી 2 કરોડ રૂપિયાની રકમ કોરોના દર્દીને ફાળવશે

મેયર કેયુર રોકડિયાએ કોંગ્રેસ પક્ષને વિશ્વાસમાં લીધા સિવાય જાહેરાત કરી વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે મળેલી પત્રકાર પરિષદમાં પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડોદરાના મેયર કેયુર રોકડિયાએ કોંગ્રેસ પક્ષને વિશ્વાસમાં લીધા સિવાય જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ પક્ષના સભ્યો તેમના ક્વોટામાંથી રકમ આપશે તે અયોગ્ય છે. આ નિર્ણય સમગ્ર સભામાં થવો જરૂરી છે.

કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં વહીવટી તંત્ર નિષ્ફળ નિવડ્યું

કોંગ્રેસના સાત સભ્યો તેમના ક્વોટામાંથી વ્યક્તિ દીઠ રૂપિયા 3 લાખ આપશે અને તેમાંથી બે એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડને સુપ્રત કરશે. કોરોના મહામારી દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરો તેમના વિસ્તારમાં ફરીને લોક ઉપયોગી કાર્યો કરી રહ્યા છે. પરંતુ કોઈ પબ્લિસિટી કરતા નથી. કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં વહીવટી તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. ખાનગી હોસ્પિટલો દ્વારા વધુ નાણા પડાવવામાં આવતા હતા.

આ પણ વાંચો : અમદાવાદનું કરણ ફાઉન્ડેશન પોઝિટિવ દર્દીઓને પહોંચાડી રહ્યું છે ભોજન

વડોદરાને સ્માર્ટસિટીના બદલે ભાજપના શાસકોએ સ્મશાનસીટી બનાવી

લોકોને ઘરેણાં વેચીને કે દેવું કરીને કોરોનાની સારવારના બિલ ચૂકવવાનો વારો આવ્યો છે. તેમ છતાં ઓક્સિજન, ઇન્જેક્શનની અછત ઊભી થઈ છે. જેના માટે રાજ્ય સરકાર જવાબદાર છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડોદરાને સ્માર્ટસિટીના બદલે ભાજપના શાસકોએ સ્મશાનસીટી બનાવી દીધી છે. કોરોના મહામારી દરમિયાન લોકોને પાલિકા અને સરકાર તરફથી જે સુવિધા મળવાને પાત્ર હતી તે મળી નથી. ઓક્ટ્રોયની ગ્રાન્ટના જે પ્રમાણે નાણા મળવા જોઈએ તેના રૂપિયા 14,000 કરોડ રાજ્ય સરકાર પાસે લેવાના બાકી છે. તે રકમ પાલિકાને મળે તે માટે શાસક પક્ષના તેવર નથી તેમ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.