ડભોઈ વડોદરા જિલ્લામાં ચાલતી દારૂ ન અને જુગાર જેવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે ડભોઈ પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.જે.વાઘેલાએ સ્ટાફના માણસોને સાથે રાખી અલગ અલગ ટીમ બનાવી કડક કાર્યવાહી આરંભી હતી. જેમાં ડભોઈ પોલીસના જવાનો ડભોઈ પાસેની વેગા ચોકડી પાસે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતાં. તે દરમિયાન એક સફેદ કલરનો ટાટા કંપનીનો ટેમ્પો બોડેલી તરફના રોડ ઉપરથી આવતો હતો. આ ટેમ્પાના ચાલકે પોલીસ સ્ટાફના જવાનોને વાહન ચેકિંગની કામગીરી કરતા દૂરથી જોઈ જતા પચાસેક મીટર દૂર આ ટેમ્પો રોડ ઉપર મૂકી ટેમ્પો ચાલક નાસી જવા લાગેલો. જેથી પોલીસ સ્ટાફના જવાનો તેને પકડવા માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ તે ઝડપાયો ન હતો.
ટેમ્પામાં ચોરખાનુંં બનાવી લઇ જતાં હતાં દારુ ડભોઇ પોલીસના જવાનોએ આ ટાટા કંપનીના ટેમ્પો રજીસ્ટર નંબર GJ06 YY 4328 ને ચેક કરવાની કામગીરી પંચોને સાથે રાખીને આરંભી હતી. પરંતુ ટેમ્પાના આગળના કેબીનના ભાગે તેમજ પાછળના ભાગમાં દરવાજો ખોલી તપાસ કરતા કોઈ ચીજવસ્તુ મળી આવી ન હતી. જેથી પોલીસના જવાનો ટેમ્પો ઉપર ચડી ઉપરના ભાગે બનાવેલ કેરિયરની તપાસ કરી હતી. ત્યારે કેરિયરના બોટલ ખોલી કેરિયરના નીચેના ભાગે બનાવેલું એક ચોરખાનું ( Concealed liquor caught in a tempo in Dabhoi ) મળી આવ્યું હતું. આ ચોર ખાનામાં તપાસ કરતા વિદેશી દારૂના લાલ કલરના બોક્સ તથા બીયરના ટીન નંગ 504 ( Dabhoi Police Seized liquor ) મળી આવ્યા હતા.
ડભોઇ પોલીસે 2,00400નો મુદ્દામાલ કબજે કર્યો તપાસ દરમિયાન ડભોઇ પોલીસના જવાનોને કુલ 504 નંગ ભારતીય બનાવટના વિદેશી દારૂના બીયરના ટીન ( Concealed liquor caught in a tempo in Dabhoi ) મળી આવ્યા હતાં. જેની કિંમત 50,400 જ્યારે કબજે કરેલા ટેમ્પાની કિંમત રૂપિયા રૂ. 1,50,000 આમ બધાં કુલ મળી 2,00400નો મુદ્દામાલ ( Dabhoi Police Seized liquor ) કબજે કરવામાં આવ્યો હતો.
ફરાર ટેમ્પોચાલક સામે ગુનો નોંધી ઝડપી પાડવાની કામગીરી ડભોઇ પોલીસના જવાનોએ ફરાર ટેમ્પોચાલક વિરુદ્ધ ડભોઇ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો ( Offense under the Prohibition Act ) નોંધી તેને ઝડપી પાડવાની આગળની કડક કાનૂની તપાસ હાથ ધરી છે. ડભોઇ પોલીસની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જેવા પામ્યો છે.