ETV Bharat / state

Vadodara News : આપના ત્રણ કાર્યકર સામે જાહેરનામાં ભંગની ફરિયાદ થઇ દાખલ - પોલીસ ભવન વડોદરા

શહેર પોલીસ ભવન ખાતે જાહેરનામાંનો ભંગ કરવા બદલ આમ આદમી પાર્ટીના ત્રણ કાર્યકરો સામે ફરિયાદ નોંધાઈ છે. માર્ચ 2023માં વાઘોડિયા તાલુકાના એક ગામની યુવતીનું કેનાલમાં ડૂબી જવાથી મોત થયું હતું. જ્યારે મૃતકના પરિવારજનોએ આ મામલે તપાસ પર આશંકા વ્યક્ત કરી હતી. આ પરિવાર પોલીસ ભવન ખાતે ન્યાયની માંગ સાથે આવ્યો હતો. તેઓની સાથે આપના કાર્યકરો પણ જોડાયા હતા.

Vadodara News
Vadodara News
author img

By

Published : Aug 8, 2023, 3:14 PM IST

વડોદરા : વાઘોડિયા તાલુકાના આમલિયારા ગામની 19 વર્ષીય યુવા દીકરીનું કેનાલમાં પડી જવાથી મોત થયું હતું. દીકરીના પિતાએ આશંકા વ્યક્ત કરી હતી કે, કેનાલમાં નજીવા પાણીમાં કઈ રીતે દીકરી ડૂબી શકે. તે બાબતને લઈ પોલીસ તંત્ર સામે સવાલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત આ મામલે ફરી તપાસ માટે માંગ કરી હતી. આ બનાવને લઈ પરિવાર પોલીસ ભવન ખાતે રજૂઆત કરવા માટે આવ્યો હતો. તેઓની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ સમર્થનમાં જોડાયા હતા. આ અંગે રાવપુરા પોલીસે આમ આદમી પાર્ટીના ત્રણ કાર્યકર સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી હતી.

મૃતકના પરિજનોનો આક્ષેપ : આ અંગે રાવપુરા પોલીસ મથકમાં PSI તરીકે ફરજ બજાવતા એમ.કે. કટારીયાએ ફરિયાદ નોંધાવી હતી. જેના મુજબ તેઓ જયુબેલી બાગ પોલીસ ચોકી ઉપર હાજર હતા. તે દરમિયાન પોલીસ સ્ટેશન દ્વારા જાણ કરવામાં આવી હતી કે, પોલીસ કમિશનર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો આવેદન પત્ર આપવા અથવા રજૂઆત કરવા માટે આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, ગત 20 માર્ચ 2023 ના રોજ વાઘોડિયા તાલુકાના આમલીયારા ગામની 19 વર્ષની દીકરીનું કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે દીકરીના પિતાએ તેના મોત પર શંકા વ્યક્ત કરીને પુન: તપાસ કરવાની માંગ કરી હતી. ઉપરાંત એફ.આઈ.આર. તથા પી.એમ. રિપોર્ટ પણ આપવામાં આવેલ નથી.

ત્રણ કાર્યકર સામે ફરિયાદ : આ બાબતને લઈ મૃતક દીકરીના પરિવારજનો પોલીસ ભવન ખાતે પોલીસ કમિશ્નરને આમ આદમી પાર્ટીના લેટર પેડ ઉપર લેખિતમાં આવેદન પત્ર આપવા માટે આવેલ હતા. આ દરમિયાન અન્ય પોલીસકર્મીઓ પણ ત્યાં હાજર હતા. PSI એમ.કે. કટારીયાને પોલીસ સ્ટાફ સાથે ત્યાં પહોંચવા જણાવ્યું હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જાહેરનામા ભંગ કર્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આવેદનપત્ર આપવા માટે પરમિશન ન હોવા છતાં તેઓ પોલીસ ભવન આવતા પોલીસે કાર્યવાહી કરી હતી.

જાહેરનામાંનો ભંગ : પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં વિરેન ઠાકોરભાઇ રામી, શંશાક રાજેશભાઇ ખરે અને અશોક ચંદ્રકાંત ઓઝા વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ત્રણ કાર્યકરો અને શહેરના બીજા કાર્યકરો સાથે ભેગામળી પોલીસ ભવન ખાતે આવ્યા હતાં. ઉલ્લેખનિય છે કે, હાલમાં શહેરની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને સુલેહ શાંતીનો ભંગ ન થાય તે જરુરી હતું. આથી ચાર કે તેથી વધુ માણસોએ પરવાનગી વગર જાહેર જગ્યા ઉપર ભેગા ન થવા તેમજ કોઈ સભા ભરવી કે બોલાવવી નહી. તે બાબતનું જાહેરનામું અમલમાં હતું. તેમ છતાં આ જાહેરનામાનો ભંગ થતા ત્રણ કાર્યકરો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી હતી.

  1. Vadodara Crime : વડોદરામાં કચરાગાડીની અડફેટે ચડેલી બાળકીના સીસીટીવી, સારવાર દરમિયાન મોત થતાં પિતાની ન્યાયની માગ
  2. Vadodara Accident: કાર-ડમ્પરની ટક્કરના અવાજથી ડરેલી યુવતીએ ડીવાઈડરમાં એક્ટિવા અથડાવી, યુવતીનું મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.