ETV Bharat / state

વડોદરામાં કોરોનાં સંક્રમણ ઉપરાંત કાયદાની મર્યાદા વચ્ચે આજથી ગૌરી વ્રતનો પ્રારંભ

કોરોના સંક્રમણ ઉપરાંત કાયદાની મર્યાદા વચ્ચે આજે શુક્રવારથી ગૌરી વ્રતનો પ્રારંભ થતાં કુંવારીકાઓ દ્વારા શિવ મંદિરમાં ભગવાન શિવ અને પાર્વતી માતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. તો શિવ મંદિરોમાં કોરોનાંને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્ટ સહિતના કોરોનાં ગાઈડલાઈનના નીતિ નિયમોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

કોરોનાં સંક્રમણ ઉપરાંત કાયદાની મર્યાદા વચ્ચે આજથી ગૌરી વ્રતનો પ્રારંભ

author img

By

Published : Jul 3, 2020, 3:26 PM IST

વડોદરા : અષાઢ સુદ અગીયારસના દિવસથી બાલીકાઓ માટે ગૌરીવ્રતની શરૂઆત થઈ ગઈ છે. જેમાં બાલીકાઓ પાંચ દિવસ સુધી મીઠા વગરનું ખાઈને ઉપવાસ કરે છે અને ધરોમાની પૂજા કરે છે. સૌભાગ્ય પતિ મેળવવા માટે ગૌરીવ્રત કુમારિકાઓ દ્વારા કરવામાં આવે છે. વ્રતના ફળ સ્વરૂપે જ્યારે મનભાવન સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, ત્યારે કુમારિકા પ્રભુતામાં સાત પગલાં ભરી પરિણીતા બની સૌભાગ્યવતી બને છે.

કાયદાની મર્યાદા વચ્ચે આજથી ગૌરી વ્રતનો પ્રારંભ

શહેરમાં ગૌરી વ્રતનો પ્રારંભ :

  • કોરોના સંક્રમણ વચ્ચે આજથી ગૌરી વ્રતનો પ્રારંભ
  • કુંવારીકાઓએ શિવ મંદિરમાં ભગવાનની કરી પુજા અર્ચના
  • ગાઇડલાઇન અને નીતિ નિયમો સાથે ગૌરી વ્રતનો પ્રારંભ
  • આજરોજ પરંપરા મુજબ દરેક સ્ત્રી વ્રત કરે છે

સૌભાગ્યવતી બન્યાં પછી દરેક સ્ત્રી ઈચ્છતી હોય છે કે મારું સૌભાગ્ય અખંડ રહે અને સંસ્કારની સંતતિ પ્રાપ્ત થાય. આવી જ મનોકામના માટે દરેક સૌભાગ્યવતી સ્ત્રી મંગલકારી જયા - પાર્વતી ’ વ્રત નિષ્ઠાપૂર્વક કરે છે. આ વ્રત પણ સૌપ્રથમ માતા પાર્વતીએ જ કર્યું હતું , માટે જ આજે પણ પરંપરા મુજબ દરેક સ્ત્રી આ વ્રત કરે છે.

જયા - પાર્વતી વ્રતની શરૂઆત આસો સુદ તેરસથી શરૂ થાય છે અને અષાઢ વદ બીજના દિવસે પૂર્ણ થાય છે. આ વ્રતમાં શિવ પાર્વતીની સંયુક્ત પૂજા કરવામાં આવે છે. શિવ મૃત્યુંજય છે તો માતા પાર્વતી મૃત્યુંજયા છે, માટે સંયુક્ત પૂજા થાય છે. જયા - પાર્વતી વ્રતની અવધિ શાસ્ત્રોમાં 20 વર્ષની બતાવાઈ છે. આમ, છતાં અમુક પ્રાંતોમાં પાંચ વર્ષ સુધી પણ કરવાની પ્રણાલી છે. ગૌરીવ્રતનો પ્રારંભ શહેર અને જિલ્લાના શિવ મંદિરો કુંવારીકાઓથી ઉભરાયા હતા. તો મંદિરોમાં પણ પૂજા માટે આવતી બાળકીઓ અને કુંવારીકાઓ માટે સોશિયલ ડિસ્ટન્સ સહિત કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.