વડોદરા એ.પી.એમ.સી.ખાતે તા,25 ડિસેમ્બરે ખેડૂત સંમેલન યોજાનાર છે. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી વડોદરા ઉપરાંત આણંદ, નર્મદા, છોટાઉદેપુર, તેમજ ભરૂચ જિલ્લાના ખેડૂતોને મુખ્યમંત્રી સહાય વિતરણ કરશે. તા 25 ડિસબરે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસને નિમિત્તે સુશાસન દિન તરીકે ઉજવવામાં આવે છે.
આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આજે એક બેઠક યોજાઈ હતી.જેમાં વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે કાર્યક્રમ અંગેની વિસ્તૃત માહિતી પત્રકારોને આપી હતી. જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. 25મી ડિસેમ્બરે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયજીના જન્મ દિનની સુશાસન દિવસ તરીકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવશે.વડોદરા એપીએમસી ખાતે 25 ડિસેમ્બરે ખેડૂત સંમેલન યોજાનાર છે. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી વડોદરા ઉપરાંત આણંદ, નર્મદા ,છોટાઉદેપુર, તેમજ ભરૂચ સહિત પાંચ જિલ્લાના 3 હજાર ખેડૂતોને મુખ્યમંત્રી સહાય વિતરણ કરશે.
તા 25મી ડિસેમ્બરે સવારે 10 કલાકે યોજાનાર ખેડૂત સંમેલનમાં આવનાર અંદાજે 3 હજાર ખેડૂતોને લાવવા, લઈ જવા તેમજ તેમને ફૂડ પેકેટ્સ તથા પીવાના પાણી સહિતની વ્યવસ્થાઓ કરવા કલેક્ટર શાલિની અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ સૂચના આપી હતી.
અતિવૃષ્ટિમાં થયેલા નુકશાનની સહાય અને યોજનાકીય સહાયનો લાભ મેળવનાર ખેડૂતોને હાથો હાથ સહાય પહોંચાડવાના અભિગમ સાથે યોજાનાર આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ અને મહાનુભાઓને આમંત્રણ પાઠવવા અને લકભાર્થીઓની ,ખેડૂતોની બેઠક વ્યવસ્થાનું સંચાલન સુદ્રઢ રીતે કરવા પણ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત ચિખોદરા ખાતે 1 લાખ લીટર પ્રતિદિન પાણી શુદ્ધ કરવાના પ્લાન્ટને મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. જે ૩૨ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે..