- વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પરમ પૂજ્ય 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયના 35મા જન્મદિન ઉજવાયો
- જલ અને ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનો પ્રારંભ કર્યો
- 20થી વધુ દેશોના લોકો ઓનલાઈન જોડાયા
વડોદરા: પૂજય પાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયના મંગલ જન્મદિવસના ઉપલક્ષ્યમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના તત્વાવધાનમાં જલ સંરક્ષણ જાગૃતિ અભિયાનનો મંગલ શુભારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ઓનલાઈન જોડાયા હતા.
ગુજરાતના 35,000 ઘરોમાં રેઇન હાર્વેસ્ટિગ કરાવવા માટેના સંકલ્પો લેવડાવ્યા
કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના 35,000 ઘરોમાં રેઇન હાર્વેસ્ટિગ કરાવવા માટેના સંકલ્પો લેવડાવવામાં આવ્યા હતા. ઉપરાંત ભારતીય સંસ્કૃતિના જતન અર્થે ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યુું હતું. જેમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી જે લોકો પોતાના જન્મદિવસે મીણબત્તી પ્રગટાવીને ઓલવી દે છે, એ આપણી સંસ્કૃતિની વિરુદ્ધ છે, ત્યારે વીવાયઓના માધ્યમથી આ અભિયાન અંતર્ગત વિશ્વભરમાં જાગૃતિ લાવવામાં આવશે કે પોતાના જન્મદિવસે માટીના કોડિયામાં ઘી અથવા તેલ ભરી દિપક પ્રજ્વલિત કરી દેવતાનું પૂજન કરવું તથા સ્વસ્તિક દોરવું. પૂજ્યશ્રીના જન્મદિવસ પ્રસંગે આ બંને અભિયાનનો મંગલ શુભારંભ વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે કરવામાં આવ્યો હતો.