વડોદરા શહેરમાં ઢોરવાડા તોડતાં (Stray cattle in Gujarat)સમયે દબાણ શાખા અને પોલીસની ટીમ પર હુમલો (Attack on police team)કરવામાં આવ્યો છે. એરપોર્ટ સર્કલ પાસે આવેલ મિલન પાર્ટી પ્લોટની સામે ઢોરવાડા તોડતાં સમયે(Breaking the cattle sheds) પશુપાલકોના પરિવારોએ હુમલો કર્યાની ઘટના બની છે.
આ પણ વાંચો રખડતા ઢોર મુદ્દે મનપામાં આકરા પાણીએ, શહેરમાં ગેરકાયદેસર તબેલાઓ દૂર કરાયા
પશુઓને છોડાવી જવાની અને હુમલાની ઘટના પશુપાલકો મહિલાઓને આગળ કરતા પોલીસ અને પાલિકા માટે મોટો પડકાર ઉભો થયો છે. આગાઉ પણ બે વખત પશુપાલકોએ મહિલાઓને આગળ ધરીને પાલિકા દ્વારા પકડી લેવામાં આવેલા પશુઓને છોડાવી જવાની અને હુમલાની ઘટના (Stray cattle)બની ચુકી છે. બંદોબસ્તમાં આવેલા મહિલા PSI પર અચાનક મહિલા પશુપાલક દ્વારા હુમલો કરવાની ઘટના બની છે.
આ પણ વાંચો રખડતા ઢોર મુદ્દે HCની લાલ આંખ, AMCને 5 સપ્ટેમ્બર સુધી 24 કલાક રખડતા ઢોર પકડવા આદેશ
જાહેરમાં મારામારી PSI અને મહિલા પશુપાલક વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. આ વિડિઓ વાઇરલ થયો છે. પાલિકાએ સ્થાનિકોનો વિરોધ હોવા છતાં 4 ઢોરવાડા અને ઢોરવાડા તોડ્યા હતા. ઢોરવાડામાં રહેલ ગાય પણ પકડી હતી. પોલીસે મહિલા પશુપાલક સહિત વિરોધ કરનારા લોકોની અટકાયત કરી છે.