ETV Bharat / state

Vadodara Crime: બાઇક પર સ્ટન્ટ કરતા બે યુવાનો અને પોલીસ વચ્ચે તકરાર

વડોદરા શહેરમાં બાઈક પર સ્ટંટ કરનારા યુવાનો બીજાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. સાવલી મોબાઈલ રોડ ઉપર બાઈક પર સ્ટંટ કરતાં યુવાનો તેમજ પોલીસ વચ્ચે તકરાર થતાં મામલો ફરિયાદ સુધી પહોંચ્યો છે. આ કેસમાં વડોદરાના પોલીસ જવાને કાયદેસરની ફરિયાદ કરી છે. વડોદરા પોલીસે બાઈક પર સ્ટંટ કરનારા બે વ્યક્તિઓની સામે કાયદેસરના પગલાં લીધા છે. બીજી તરફ યુવાનોએ પણ એવા આક્ષેપ કર્યા હતા કે, પોલીસ જવાને ઢોર માર માર્યો.

વડોદરાના સાવલી - મુવાલ રોડ ઉપર બાઇક ઉપર સ્ટન્ટ કરતાં યુવાનો - પોલીસ સાથે ઘર્ષણ

author img

By

Published : May 24, 2023, 12:24 PM IST

બાઇક પર સ્ટન્ટ કરતા બે યુવાનો અને પોલીસ વચ્ચે તકરાર

વડોદરા: બાઈક પર સ્ટંટ કરતા યુવાનો સામે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. બાઈક પર સ્ટંટ કરવાના મામલે યુવકો કાયદાકીય પગલામાં અટવાયા છે. મામલો તો ત્યારે ગરમાયો જ્યારે યુવાનોની ફરિયાદ લેવા પોલીસે આનાકાની કરી હતી. સમન્સ આપવા જતા પોલીસ કર્મીઓએ બાઈક પર સ્ટંટ કરતા યુવાનોને ટપારતા મામલો બિચકયો હતો. જેની સામે સ્ટંટ કરી રહેલા યુવકોએ પણ પોલીસ સમક્ષ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું. આ કેસમાં સાવલીના આગેવાન હસમુખ પટેલ જિલ્લા પોલીસવાળાને રજૂઆત કરી ઊંડી તપાસ કરવા અપીલ કરી છે.

ઉદ્ધતાઈ ભર્યું વર્તન: સાવલી તાલુકાનાં મુવાલ ગામ પાસે જાહેર માર્ગ ઉપર મોટર સાઇકલ ઉપર સ્ટન્ટ કરી પસાર થઇ રહેલા બે યુવાનોને પોલીસે ઠપકો આપ્યો હતો. જેથી આ યુવાનોએ પોલીસ સાથે ઘર્ષણ કરી ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કર્યું હતું. જેથી આ બનાવ અંગે પોલીસ જવાને સાવલી પોલીસ મથકમાં આ બંને યુવાનો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી બાજુ યુવાનોએ વાઘોડિયાના પોલીસ જવાન અને સાવલી પોલીસ મથકના બે જવાનોએ ખોટી રીતે માર માર્યો હોવાનો આક્ષેપ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

યુવાનોનો આક્ષેપ: આ બે યુવાનોએ પોલીસ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આજે વાઘોડિયા પોલીસ મથકના એક પોલીસ જવાન જિતેશ બાવડીયા કોર્ટના કામ અર્થે સમન્સ લઈને સાવલી ગયાં હતાં. ત્યારે તેઓ પોતે પુરપાટ ઝડપે જરોદ સમલાયા થઈને વિસનગરથી સાવલી તરફ જતા હતા. ગફલત ભરી રીતે અને પુરપાટ બાઇક હંકારતા પોલીસ જવાન દ્વારા રસ્તા પરથી પસાર થતા બે બાઇક ચાલક પાસેથી અકસ્માત સર્જાય તે રીતે વાહન દોડાવ્યું હતું. જેથી વિસનગરના કાર્તિક પટેલ અને અન્ય એક યુવાને બાઇક સવાર પોલીસ કર્મી જિતેશ બાવડીયાને ટોકતા પોલીસ જવાને બાઇક ઉપરથી ઉતરી કાર્તિક પટેલ સહિત બંને યુવકોને માર માર્યો હતો. જેઓ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું યુવાનોએ જણાવ્યું હતું.

જાણ કરવામાં આવી: કાર્તિક પટેલે સાવલી પોલીસને જણાવ્યું હતું કે, પોલીસના બે જવાનો ઘટના સ્થળે આવીને કોઈ પણ વાત જાણ્યા વિના એમના પોલીસ બંધુનું ઉપરાણું લઈને બંને યુવાનોને જાહેર માર્ગ ઉપર ગડદા પાટુનો માર માર્યો હતો. બંને યુવાનોને સાવલી પોલીસ મથકમાં લઇ ગયા હતા. જેથી આ બનાવ અંગે ગામમાં મોટો ચર્ચાનો વિષય બન્યો હતો. ગામ લોકોએ યુવાનોની ફરિયાદ લેવા માંગણી કરતા સુત્રોચ્ચાર કર્યા હતાં.

"વાઘોડિયાથી સમન્સ આપવા જતાં પોલીસ જવાને આ બંને યુવકોને રોડ પર સ્ટંટ કરતા જોયા હતા. જેથી તેઓને ઠપકો આપતાં યુવાનોએ સામે ઉદ્ધત જવાબો આપ્યાં હતો અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. જે બાદ સાવલી પોલીસના જવાનો પણ ઘટના સ્થળે પહોંચતા તેઓ સાથે હાથપાઈ કરી હતી. આ ઘટનામાં વાઘોડિયા પોલીસના પોલીસ જવાન જિતેશ બાવડીયાની ફરિયાદને આધારે IPC 332,394ક,506/2,114 કલમો મુજબ ગુન્હો દાખલ કરેલો છે. બંને યુવકો દ્વારા પોલીસ પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે"-- એ.એમ. કામડિયા (PSI )

જિલ્લા પોલીસ વડાને રજૂઆત: દરમિયાન આ ઘટનાની જાણ સાવલી ગામમાં થતા સાવલી ગામના આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા હતાં. વાઘોડિયા તેમજ સાવલી પોલીસ મથકના જવાનો વિરુધ્ધ ફરિયાદ લેવા રજુઆત કરી હતી. પોલીસે ફરિયાદ લેવાનો ઈન્કાર કરતા મામલો વધુ ગરમાયો હતો. ગામ લોકોએ પોલીસ મથકની બહાર પોલીસ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. સાવલીના આગેવાન હસમુખ પટેલે જિલ્લા પોલીસ વડાને સમગ્ર ઘટના અંગે રજુઆત કરી હતી. આ બનાવને પગલે નગરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

  1. Vadodara Crime : હાઈ પ્રોફાઈલ CA દુષ્કર્મના કેસમાં નવો વળાંક, ફરિયાદી હોસ્ટાઈલ જાહેર
  2. Vadodara Crime : IPL સટ્ટો રમાડતા બુકીના ઘરમાંથી રોકડ-બીયરનો જથ્થો મળ્યો, આરોપી ફરાર થવામાં સફળ
  3. Vadodara News : વડોદરા મનપાની મોટી કાર્યવાહી, ભેળસેળવાળા વનસ્પતિ ઘીનો મોટો જથ્થો જપ્ત કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.